ગિરગામ ચોપાટી પર મોટા વિસ્તારમાં ક્રિસમસ મ્યુઝિક ફેસ્ટિવલ માટે હાઇ કોર્ટની પરવાનગી
મુંબઈ: બોમ્બે હાઇ કોર્ટની ન્યાયમૂર્તિ એ.એસ. ગડકરી અને ન્યાયમૂર્તિ શ્યામ સી. ચાંડકની બેન્ચ દ્વારા મંગળવારે જાહેર ટ્રસ્ટ, પ્રભુ યેશુ જન્મોત્સવને ગિરગામ ચોપાટી ખાતે અગાઉ અનુમતિ આપવામાં આવેલ વિસ્તાર કરતા મોટા વિસ્તારમાં વાર્ષિક ક્રિસમસ મ્યુઝિક ફેસ્ટિવલ યોજવાની મંજૂરી આપી હતી. કોર્ટે…
મ્હાડાનો ફ્લેટ અપાવવાને બહાને₹ ૧૮ લાખની ઠગાઇ: આરોપી પકડાયો
મુંબઈ: મ્હાડાનો ફ્લેટ સસ્તામાં અપાવવાને બહાને યુવક સાથે રૂ. ૧૮ લાખની છેતરપિંડી આચરવા બદલ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે દેવદાસ પાંડુરંગ શિંદે નામના આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએજણાવ્યું હતું. કલ્યાણમાં રહેતા અને અંધેરીની ખાનગી કંપનીમાં હાઉસકીપિંગ સુપરવાઇઝર તરીકે કામ કરનારા…
આક્રમક સ્વભાવના પિતાને બાળક સોંપવું જોખમી: હાઈ કોર્ટ
મુંબઈ: ગુસ્સા પર કાબૂ ન રહેતો હોય તેમજ હાથ ઉપાડવાનો અને ગાળાગાળી કરવાનો સ્વભાવ હોય એવા પિતાને સગીર વયની બાળકીની સોંપણી કરવી જોખમી બાબત છે એમ બોમ્બે હાઈકોર્ટે બુધવારે જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ રેવતી મોહિત દરે અને ન્યાયમૂર્તિ ગૌરી ગોડસેની ખંડપીઠે…
મ્હાડા લોટરીનું સર્વર ડાઉન ઘરનો કબજો લેવા આવેલા વિજેતાઓ થયા હેરાન
મુંબઈ: મ્હાડાના મુંબઈ મંડળના ૪૦૮૨ મકાનોનો કબજો આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ, મંગળવારે મ્હાડા આવેલા વિજેતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોટરીના કોમ્પ્યુટર સિસ્ટમનું સર્વર બપોરે ૧૨ વાગ્યાથી ડાઉન થઈ ગયું હતું. સર્વરને પુન:સ્થાપિત કરવામાં લગભગ સાડા…
માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ઝડપી ચૂકવાશે: રાઘવજી પટેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં તાજેતરમાં થયેલા માવઠાના કારણે પાકને નુકસાન થયું છે તેનો સર્વે કૃષિ વિભાગ દ્વારા ચાલી રહ્યો છે તે પૂર્ણ થયા બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે, તેમ રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું…
મુંદરાના ચકચારી સોપારી તોડકાંડના ચારફરાર પોલીસકર્મીને વોન્ટેડ જાહેર કરાયા
ભુજ: રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા મુંદરાના સોપારી તોડકાંડમાં આયાતકાર પેઢીના ગોડાઉન મેનેજરનું અપહરણ કરીને દુબઈથી દાણચોરી કરી ભારતમાં ઘુસાડાયેલી સોપારીનો જથ્થો જપ્ત કરી લેવાનો ડર બતાવી પોણા ચાર કરોડનો તોડ કરનારા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓ સહિત…
ઉત્તરસંડા આઇટીઆઈમાં નિવૃત્ત આચાર્યઅને ક્લાર્કે ₹ ૫.૭૩ કરોડની ઉચાપાત કરી
અમદાવાદ: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલી ઉત્તરસંડા આઈટીઆઇમાં તત્કાલીન આચાર્ય અને સિનિયર ક્લાર્ક દ્વારા સરકારે ફાળવેલી ૫.૭૩ કરોડની ગ્રાન્ટની ઉચાપાત કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ વડતાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ઉત્તરસંડાની સંસ્થામાં અનિયમિતતા બદલ પુરાવા રજૂ કરી બન્ને નિવૃત્ત કર્મચારી…
નલિયા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાનનો સર્વિસ રાઇફલ વડે લમણે ગોળી મારી આપઘાત
ભુજ: માત્ર વીસ દિવસના ટૂંકા સમયગાળા દરમ્યાન ભુજ તથા સીમાવર્તી ખાવડામાં દેશની સુરક્ષા એજન્સીઓમાં ફરજ બજાવતા ઓન ડ્યુટી જવાનોએ પોતપોતાના સર્વિસ હથિયારથી લમણે ગોળી ધરબી આપઘાત કર્યો હતો એ ચિંતાજનક બનાવો હજુ તાજા જ છે તેવામાં અબડાસા તાલુકાના મુખ્ય મથક…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
ઝાલાવાડી સઈ-સુતારમૂળી નિવાસી હાલ સાયન ભારતીબેન અમૃતલાલ ચાનપુરા (ઉં. વ. ૮૦) તા. ૫-૧૨-૨૩ મંગળવારે અક્ષરનિવાસી થયેલ છે. તે સ્વ. અમૃતલાલ ગોરધનદાસ ચાનપુરાના પત્ની. ઈલા વિજય વાઘેલા, નીતા રાજેશ સોલંકી, નયના મહેશ શાહ, દિવ્યા, ચેતન, હરિયા, રાજેશના માતૃશ્રી. રીનાના સાસુ. સ્વ.…