Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • નેશનલ

    ગંગા આરતી:

    કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે સ્વામી ચિદાનંદ સરસ્વતીજી, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી તેમ જ અન્યો સાથે શનિવારે ઋષિકેશમાં ગંગા આરતીમાં ભાગ લીધો હતો. (એજન્સી)

  • યુરોપિયન યુનિયને વિશ્ર્વના સૌપ્રથમવ્યાપક એઆઇ રૂલ્સના કરાર કર્યા

    લંડન: યુરોપિયન યુનિયને લાંબા સમય સુધી મંત્રણા કર્યા બાદ વ્યાપક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) રૂલ્સ અંગે કરાર કર્યા હતા અને તેને લીધે ‘ચેટ-જીપીટી’ જેવી એઆઇ સેવાની અત્યાધુનિક ટૅક્નૉલૉજી પર કાયદેસર રીતે નજર રાખવાનો માર્ગ મોકળો થયો હતો. દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહેલી…

  • આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી-૨૦

    ડરબન: બંને દેશ વચ્ચેની ત્રણ ટી-૨૦ મૅચની શ્રેણી આજથી એટલે કે રવિવારથી શરૂ થવાની હોવા વચ્ચે ભારતની યુવા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની અનુભવી ખેલાડીઓથી ભરેલી ટીમ વચ્ચે આજે પ્રથમ ટી-૨૦ મૅચ રમાશે. આઈપીએલ ન રમી શકેલો ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા,…

  • મેક્સિકોમાં સશસ્ત્ર અથડામણમાં ૧૧નાં મોત

    મેક્સિકો સિટી : મધ્ય મેક્સિકોના ટેક્સકાલ્ટિટ્લાનમાં ક્રિમિનલ ગૅંન્ગ અને ખેડૂત ગ્રામવાસીઓ વચ્ચે થયેલી અથડામણમાં ૧૧ જણનાં મૃત્યુ થયા હતા. સોશિયલ મીડિયા પર મુકાયેલા અથડામણના નાટ્યાત્મક વીડિયોમાં કાઉબોય હેટ પહેરનાર ગ્રામવાસીઓ દાતરડા અને શિકાર કરવાની રાઈફલ હાથમાં રાખીને ટોળકીના ગુંડાઓનો પીછો…

  • ચૂંટણી પહેલાં લોકોના દિલ જીતવા જરૂરી: મોદી

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે દેશમાંની આગામી ચૂંટણીની પહેલાં જનતાના દિલ જીતવા જરૂરી છે. દેશના ત્રણ રાજ્યમાં ભાજપનો થયેલો ભવ્ય વિજય ‘મોદીની ગેરન્ટી’ને આભારી છે. વિપક્ષો મતદારોને ખોટા વચન આપીને કંઇ મેળવી નહિ શકે. તેમણે…

  • મનરેગા યોજનાના સાડાસાત લાખ બનાવટી કાર્ડ રદ કરાયાં: યુપીમાં સૌથી વધુ

    નવી દિલ્હી : મહાત્મા ગાંધી રૂરલ એમપ્લોટમેન્ટ ગેરન્ટી સ્કીમ (મનરેગા) હેઠળ દેવામાં આવેલા ૭.૪૩ લાખ બનાવટી જોબ કાર્ડ ૨૦૨૨-૨૩માં રદ કરાયાં છે. સૌથી વધારે બનાવટી જોબ કાર્ડ ઉત્તર પ્રદેશમાંથી રદ કરાયાં છે જેની સંખ્યા ૨.૯૬ લાખની છે. ગ્રામીણ વિકાસના રાજ્યકક્ષાનાં…

  • પાક.માં પાંચ વોન્ટેડ આતંકવાદીઓ ઠાર

    પેશાવર: ઉત્તર-પશ્ર્ચિમ પાકિસ્તાનમાં એક ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ વોન્ટેડ આતંકવાદીઓ ઠાર મરાયા હોવાનું પાકિસ્તાની સેનાએ શનિવારે જણાવ્યું હતું. આ ઘટના શુક્રવારે દક્ષિણ વઝીરિસ્તાનની સરહદે આવેલા ટાંક જિલ્લામાં બની હતી. જ્યાં સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરીની બાતમીના આધારે ઓપરેશન…

  • મોરબી દુર્ઘટના: પીડિત પરિવારને આજીવન પેન્શનની હાઈ કોર્ટની તરફેણ

    અમદાવાદ: મોરબીનો ઝુલતો પુલ તૂટી પડવાના ભોગ બનેલા લોકોના પરિજનોને એક વખતનું વળતર પર્યાપ્ત નથી તેવું અવલોકન કરતાં ગુજરાત હાઈ કોર્ટે દુર્ભાગ્યપૂર્ણ પુલના સંચાલન અને જાળવણી માટે જવાબદાર કંપની ઓરેવા ગ્રૂપને જેમણે તેમના પુત્રો, નોકરી કે પતિ ગુમાવ્યા છે તેવાં…

  • સિરપકાંડના તાર મુંબઇ પછી હવે ગોવા સુધી લંબાયા: કેમિકલ ગોવાથી ગુજરાત પહોંચતું હતું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ખેડા જિલ્લાના સિરપકાંડમાં પોલીસે મુંબઈથી પકડેલા આરોપી તોફીક પોતે આ કેમિકલ ગોવાથી લાવતો હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. જેથી હવે સિરપકાંડના છેડા ગોવામાં અડતા પોલીસે તે તરફ પોતાની ટીમને દોડાવી હતી. પોલીસ તપાસમાં યોગેશ સિંધી ૧૫ હજાર…

  • રાજ્યના આઇપીએસ અધિકારીઓને પાંચ વર્ષ માટે સીબીઆઇમાં મુકાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત કેડરના વધુ બે આઈપીએસ અધિકારીઓને સીબીઆઈમાં પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર મુકવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો હતો. જેમાં ૨૦૧૫ની બેચના મહેસાણાના એસપી અચલ ત્યાગી અને ૨૦૧૬ની બેચના આણંદ એસપી પ્રવીણકુમારનો સમાવેશ થાય છે. આ અગાઉ ગુજરાતમાંથી…

Back to top button