નવાઝ શરીફ ભ્રષ્ટાચાર કેસમાં નિર્દોષ જાહેર
ઇસ્લામાબાદ: અહીંની વડી અદાલતે અલ-અઝીઝીઆ સ્ટીલ મિલ ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને મંગળવારે નિર્દોષ જાહેર કર્યા હતા. અદાલતના આ ચુકાદાને લીધે પાકિસ્તાનમાંની આગામી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝનું નેતૃત્વ…
ચૂંટણી કમિશનરનો સુપ્રીમ કોર્ટના જજ જેવો દરજ્જો ચાલુ રખાશે
નવી દિલ્હી: સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોનો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની બરાબરી કરતો દરજ્જો ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. વિપક્ષના નેતાઓ અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોના વિરોધને પગલે કેન્દ્ર સરકારે સંબંધિત નિર્ણય લીધો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર અને…
એઆઈના નૈતિક વપરાશ માટે માળખું ઘડી કાઢો: મોદી
નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ઉપકરણ આતંકવાદીઓના હાથમાં જઈ રહ્યું હોવાને કારણે ઊભા થયેલા વૈશ્ર્વિક જોખમ અને ભયને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એઆઈના નૈતિક વપરાશનું માળખું ઘડી કાઢવાની મંગળવારે હાકલ કરી હતી. ગ્લોબલ પાર્ટનરશિપ ઑન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ…
સુક્ખુ પ્રધાનમંડળનું વિસ્તરણ કરાયું
શિમલા : હિમાચલ પ્રદેશમાં રાજેશ ધર્માણી અને યાદવિંદર ગોમાને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવીને એક વર્ષ જૂની સુખવિન્દર સુક્ખુ પ્રધાનમંડળનું મગળવારે વિસ્તરણ કરાયું હતું. ૧૧ મહિના બાદ જેની પ્રતિક્ષા હતી એ વિસ્તરણ હવે કરાયું છે. રાજ્યપાલ શિવપ્રતાપ શુકલાએ રાજભવનમાં યોજાયેલા સમારોહમાં…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કચ્છી ભાટિયાગં. સ્વ. વીણા (દમુબેન) વિજય ઉદેશી (ઉં. વ. ૮૦) તે સ્વ. વિજય નારાયણદાસ ઉદેશીના પત્ની. અલ્કેશના માતુશ્રી. અ. સૌ. અનિતાના સાસુ. વિકી ને પુનમના દાદી. તક્ષ્વીના પરદાદી. સ્વ. પુષ્પા પ્રાગજી સંપટના પુત્રી ૧૨-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૪-૧૨-૨૩ના ૫…
જૈન મરણ
સુડતાળીસ જ્ઞાતિ સમાજ જૈનઉનાવા, હાલ વિલેપાર્લે રમણલાલ વાડીલાલ છગનલાલ શાહ (ઉં. વ. ૮૧) શુક્રવાર તા. ૮-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ઈન્દુમતીબેનના પતિ. સ્વ. યોગેશ (રાજુભાઈ)ના પિતા. સંગીતાબેન, હેમંતકુમાર (મણુંદ)ના સસરા. મુનિશ્રી વિમલસાગર અને સાધ્વીજી સ્નેહનીધીજી મ.સા. ના સંસારીનાના. સ્વ. સવિતાબેન…
વિશ્ર્વભરમાં ગુજરાતનો ગરબો ઘૂમ્યો: વિદેશમાં વસતા ભારતીયો ઉત્સવના રંગમાં ડૂબ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ થયા બાદ, દેશ-વિદેશમાં ગુજરાતના ગરબાનો ઉત્સવ જોવા મળી રહ્યો છે. આપણા દેશના ગૌરવ સમાન આ વારસાને વિશ્ર્વસ્તરે નામના મળ્યા બાદ, તેની ખુશીમાં અલગ અલગ દેશોમાં ભારતીય દૂતાવાસે છેલ્લા અમુક દિવસો…
ગુજરાતના ચાર મોટા ડેમનું મજબૂતીકરણ થશે: વિશ્ર્વ બૅન્કની ₹ ૩૬૧ કરોડની લોન મંજૂર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતના ચાર મોટા ડેમ-ઉકાઈ, ધરોઈ, કડાણા અને પાનમનું કેન્દ્ર સરકારના જળસંપત્તિ મંત્રાલયની ડેમ ઇમ્પ્રૂવમેન્ટ એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ-‘ડ્રીપ’-૨.૦ હેઠળ રિપેરિંગ તથા મજબૂતીકરણ કરવામાં આવશે. આ માટે વિશ્વ બેન્કે રૂ.૩૬૧ કરોડની લોન મંજૂર કરી છે. ડેમ સેફ્ટી રિવ્યૂ પેનલના રિપોર્ટને…
- સ્પોર્ટસ
અંડર-૧૯ એશિયા કપ બરોડાના ફાસ્ટ બોલરે ભારતને સેમિફાઇનલમાં પહોંચાડ્યું: ઇરફાન પઠાણનો રેકોર્ડ ન તૂટ્યો
દુબઇ: દુબઇમાં રમાઇ રહેલા અંડર-૧૯ એશિયા કપમાં નેપાળ સામે ભારતનો ૧૦ વિકેટે વિજય થયો હતો. આ જીત સાથે ભારતે અંડર-૧૯ એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતની જીતનો હિરો બરોડા ક્રિકેટ ટીમ તરફથી રમનાર ફાસ્ટ બોલર રાજ લિંબાણીએ…