મરણ નોંધ

જૈન મરણ

સુડતાળીસ જ્ઞાતિ સમાજ જૈન
ઉનાવા, હાલ વિલેપાર્લે રમણલાલ વાડીલાલ છગનલાલ શાહ (ઉં. વ. ૮૧) શુક્રવાર તા. ૮-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ઈન્દુમતીબેનના પતિ. સ્વ. યોગેશ (રાજુભાઈ)ના પિતા. સંગીતાબેન, હેમંતકુમાર (મણુંદ)ના સસરા. મુનિશ્રી વિમલસાગર અને સાધ્વીજી સ્નેહનીધીજી મ.સા. ના સંસારીનાના. સ્વ. સવિતાબેન અંબાલાલ શાહ(મણુંદ) સ્વ. સેવંતિલાલ, સ્વ. નટવરલાલ, હસમુખલાલના ભાઈ. પિયરપક્ષે મણુંદ નિવાસી પૂનમચંદ બબલદાસ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી. એ-૪૦૧ રાજતારા સોસાયટી, આઝાદ રોડ (વીર મકરંદ ઘાનેકાર માર્ગ), વિલેપાર્લે (ઈસ્ટ).
દિગંબર મુમુક્ષુ જૈન
આટકોટ, હાલ મુંબઈ સ્વ. કિરીટભાઈ બલુભાઇ શાહના ધર્મપત્ની કનકબેન (ઉં. વ. ૮૩) તે ૧૧/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે પારસ સોનાલિ, દાનિકાના માતુશ્રી. દર્શના, આશિષ મનીષના સાસુ. રૂહાન, રિમાયાના દાદી. શિવાની સમર્થ, શિવેનના નાની. પિયરપક્ષે સ્વ. ધીરજલાલ મનસુખલાલ બોરડીયાના સુપુત્રી. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૪/૧૨/૨૩ ના ૧૦.૩૦ થી ૧૨. જલારામ હોલ, જે. વી. પી. ડી. સ્કીમ, વિલેપાર્લા વેસ્ટ.
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
શેડુભાર, હાલ મુલુંડ મહેશભાઈ પ્રેમચંદ લાલચંદ કોરડીયા અને જાગૃતિબેનના સુપુત્ર રૂષીન, (ઉં. વ. ૩૨) તા. ૧૨-૧૨-૨૦૨૩, મંગળવારના અરિહંત શરણ પામેલ છે. તે મીતના મોટાભાઈ. સ્વ. પ્રમોદભાઈ, ફતેચંદભાઈ, દિનેશભાઈ, કીર્તીભાઈ, બળવંતભાઈ, સ્વ. કાન્તાબેન પૂનમચંદ દોશી, સ્વ.વસંતબેન બિપીનચંદ્ર વડાલીયાના ભત્રીજા. મોસાળપક્ષે પંકજભાઈ ખાન્તીલાલ રમણીકલાલ શાહ વલ્લભીપુરના ભાણેજ. સાદડી તા. ૧૪-૧૨-૨૦૨૩, ગુરુવારના ૨ થી ૫. પદ્માવતી બેન્કવેટ હોલ, પાંચમે માળે, શિવસેના ઑફીસની ઉપર, એમ.જી. રોડ, મુલુંડ વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લાખાપુરના અ.સૌ. પ્રેમીલા હરખચંદ શેઠીયા (ઉં. વ. ૫૮) તા. ૧૦-૧૨-૨૩ ના રોજ અવસાન પામેલ છે. કેસરબેન માવજીના પુત્રવધૂ. હરખચંદના પત્ની. વૈભવના માતુશ્રી. સાકરબેન નાગજીના પુત્રી. શાંતિલાલ, મહેન્દ્ર, કિશોર, ભરત, મનોજ, રસિલા, રંજન, ઉષાના બેન. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા. સં. સ. કરસન લધુ નિસર હોલ, દાદર (ઈ). ટા. : સાંજે ૪ થી ૫.૩૦. નિ.: હરખચંદ શેઠીયા, એ-૩૦૬, મોદી પાર્ક, ઈરાની વાડી, રોડ નંબર ૩, કાંદિવલી (પ.).
નાની ખાખરના કુસુમ પ્રવિણચંદ્ર મારૂ (ઉં. વ. ૬૭) તા. ૧૧-૧૨ના અવસાન પામેલ છે. સુંદરબાઇ શામજી મોનજીના પુત્રવધૂ. સ્વ. પ્રવિણચંદ્રના પત્ની. જીગર, નીરલના માતુશ્રી. નવાવાસના ચંચલબેન પ્રેમજી રવજી વિસરીયાના પુત્રી. ધીરજ, ચંદ્રકાંત, નીતિનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. નિ. : કુસુમ મારૂ, ૨૩/સી, દીપલક્ષ્મી એપાર્ટ., મીઠાગર રોડ, મુલુંડ (પૂ).
વડાલા હાલે લાખાપુરના પ્રભાવતી મોહનલાલ ગાલા (ઉં. વ. ૮૧) તા. ૧૧-૧૨ના અવસાન પામેલ છે. કુંવરબાઇ વેલજીના પુત્રવધૂ. મોહનલાલના પત્ની. ડો. દીલીપ, દીના, સંજય, ધનલક્ષ્મીના માતુશ્રી. વાંકીના સુંદરબેન ગોસર દેવશીના પુત્રી. લાખાપુરના કસ્તુરબેન કુંવરજી, વાંકીના ખેતશી ગોસર, સં.પ. મુદીતાબાઇ મ.સ.ના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સંજય ગાલા, ૨૭/૫૯, દિવ્ય દર્શન, જગડુશાનગર, ઘાટકોપર (વે.).
ઝાલાવાડી સ્થા. જૈન
લખતર (હાલ સાંતાક્રુઝ) દિનેશભાઈ જીવણલાલ શાહના ધર્મપત્ની ચંદ્રાબેન (ઉં. વ. ૮૩) તે સુનીલ, જિગીષા, સુનીતા તથા સુશીલ, સ્વ. પુનીતાના મમ્મી. ગં. સ્વ. પુષ્પાબેનના ભાભી. મનીષભાઈ, રાનીના મામી. કલાબેન કિશોરભાઈ શાહના બેન સોમવાર, ૧૧-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૫-૧૨-૨૩ના ૫ થી ૭. ઠે: સંન્યાસ આશ્રમ હોલ, વિલેપાર્લે (પ.).
પાલનપુરી જૈન
નીના દિનેશ પરીખ (ઉં. વ. ૮૬) ૧૦-૧૨-૨૩ના અવસાન પામ્યા છે. સ્વ. દિનેશ બાગમલ પરીખના પત્ની. મોના, શીતલ અને વિદ્યુતની માતા. શૈલેષ, ક્ષિતિજા અને તન્વીના સાસુ. સ્વ. અરવિંદભાઈ, સ્વ. અતુલભાઈ, સ્વ. કુસુમબેન, સ્વ. નિરંજનભાઈ, અનુબેન અને ગીરાબેનના ભાભી. સ્વ. પ્રભાબેન રમણલાલબાહી શાહના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે: ૧૯૬, ૨જો માળ, બ્રાહ્મણ સભા બિલ્ડીંગ નં. ૨, રાજારામ મોહનરોય રોડ, ચંદ્રપ્રભુ જૈન મંદિરની બાજુમાં, પ્રાર્થનાસમાજ, ચર્નીરોડ, મુંબઈ-૪.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરાપુર હાલ ઘાટકોપર સ્વ. ચત્રભુજભાઇ છગનલાલ દેસાઇ તથા સ્વ. વિજયાબેનના પુત્રવધુ અ. સૌ. કીરણ (કુમુદ) (ઉ. વ.૬૨) તે મુકેશભાઇના ધર્મપત્ની. હર્ષના માતુશ્રી. અ. સૌ. ફોરમના સાસુ. તથા સ્વ. ધીરજલાલ કેશવલાલ મહેતા તથા ગં. સ્વ. સુશીલાબેન (યુએસએ)ના સુપુત્રી તા. ૧૧-૧૨-૨૩, સોમવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગઢ (પાલનપુર) જૈન
રમીલાબેન (ઉં. વ. ૮૧) હાલ મુંબઇ તે વસંતભાઇ કકલભાઇ શાહના ધર્મપત્ની. આશિત, પ્રીતી, સમીર તથા અમીતના માતુશ્રી. સૌ. સીમા શૈલેષકુમાર પેથાણી, સૌ. રીશ્વા, સૌ. પીંકીના સાસુ. સૌ. નયના વિજયભાઇ શાહના જેઠાણી. સ્વ. જાસુદબેન, નીરૂબેન, કૈલાસબેન, કિશોરીબેનના ભાભી. પીયર પક્ષે સ્વ. મફતબેન અંબાલાલ દાણીના સુપુત્રી સોમવાર, તા. ૧૧-૧૨-૨૩ના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગોડવાડ ઓસવાલ જૈન
ડાયલાના (રાજ), હાલ થાણે કાંતિલાલ શેષમલજી સુંદેશા મુત્તાની પુત્રવધૂ હિના (ઉં.વ. ૩૨) તેમનો અરિહંતશરણ ૧૧/૧૨/૨૩ સોમવારે થયેલ છે. તે પુખરાજ, મોહનલાલ, શાંતિલાલ, બાલચંદ, કાંતિલાલના પુત્રવધૂ. પિંકેશના પત્ની. મહેન્દ્ર, કિરણના ભાભી. યુવાનના મમ્મી. શોકસભા ૧૩/૧૨/૨૩ બુધવાર, સ્થળ: શ્રી જૈન મુનિસુવ્રત સ્વામી મંદિર, જૈન મંદિર હૉલ, ૩જો માળો, તેંભી નાકા, થાણે (પ.) ૨-૪. પિયરપક્ષ: ખુડાલા નિવાસી હાલ ભાયંદર શા. શાંતીલાલજી, સ્વ. ચંપાલાલજી, સ્વ. કેશરીમલજી, હસ્તીમલજી, બસ્તીમલજી, નરેશ, ભતીજ- રાજેન્દ્ર, કમલેશ, ચંદ્રકાંત, રાકેશ, રોશન, નરેશ, દીપેશ, ભાવિન પરમાર બન્ને પક્ષની શોકસભા સાથે
રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…