બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટનો આદેશ રદ કર્યો
નવી દિલ્હી: ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા કોમી રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેનાં પરિવારના સાત સભ્યની હત્યાને લગતા કેસના 11 દોષીને રાહત આપતા ગુજરાત હાઈ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે એમ કહીને રદ કર્યો હતો કે એ આદેશ…
ગુજરાત યુનિ.ની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની 9મી અને 10મી તારીખે શરૂ થનારી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓને ફરીથી શેડ્યૂલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ નિર્ણય વાઈબ્રન્ટ ગુજરાત સમિટને આધીન કરવામાં આવ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાતને કારણે ટ્રાફિક વિક્ષેપ ન થાય તે માટે અને…
તામિલનાડુમાં વરસાદને પગલે જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર
ચેન્નઇ: તમિલનાડુના ઉત્તરીય પ્રદેશ સહિતના ભાગોમાં રાતોરાત ભારે વરસાદ પડવાથી સત્તાવાળાઓએ વિવિધ જિલ્લાઓમાં શાળાઓ માટે સોમવારે રજા જાહેર કરી હતી.ચેન્નઇ અને પડોશી ચેંગલપટ્ટ અને કાંચીપુરમ ઉપરાંત વિલ્લુપુરમ, કલ્લાકુરિચી, કુડ્ડુલોર, નાગાપટ્ટિનમ અને તિરુવરુરમાં સારો વરસાદ પડ્યો હતો. ચેંગલપટ્ટ, રાનીપેટ, વેલ્લોર અને…
જમ્મુ કાશ્મીરના આંતરરાષ્ટ્રીય સરહદ પર રાત્રિ કર્ફ્યૂનો આદેશ
ઘૂસણખોરી રોકવા લેવાયો નિર્ણય જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ સૈનિકો દ્વારા આ વિસ્તારમાં વધુ સારું નિયંત્રણ સુનિશ્ચિત કરવા અને સરહદ રેખાની નજીક કોઈપણ નાપાક પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા માટે…
રાજસ્થાનમાં ભાજપને ઝટકો: પ્રધાનનો કરણપુરમાં પરાજય
જયપુર : રાજસ્થાનમાં ભાજપની સરકાર સત્તારૂઢ થઈ તેના થોડા દિવસો બાદ ભાજપને કરણપુર વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. ભાજપના ઉમેદવાર અને રાજ્યના પ્રધાન સુરેન્દ્ર પાલ સિંહની સોમવારે તેમના કૉંગ્રેસના હરીફ ઉમેદવાર રૂપિન્દર સિંહ કુન્નર સામે 11,283 મતથી નામોશીભરી…
- સ્પોર્ટસ
એશા અને વરુણ ઑલિમ્પિક્સ માટે થયા ક્વૉલિફાય
એશા અને વરુણ ઑલિમ્પિક્સ માટે થયા ક્વૉલિફાય (ડાબેથી) ભારતીય શૂટર્સ રિધમ સંઘવાન, એશા સિંહ અને સુરભી રાવ. તેઓ જકાર્તામાં વિમેન્સ 10 મીટર ઍર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી. જકાર્તા: એશા સિંહ અને વરુણ તોમરે સોમવારે ભારતને આ વર્ષની પૅરિસ…
૩૧મી જાન્યુઆરી ડેડલાઈન કોસ્ટલ રોડનો પહેલો તબક્કો ટૉલ ફ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બાદ હવે મુંબઈનો મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા ૩૧ જાન્યુઆરી સુધીમાં કોસ્ટલ રોડનો પહેલા તબક્કાનો રસ્તો ખુલ્લો મૂકવામાં આવવાનો છે. કોસ્ટલ રોડની દક્ષિણ તરફની બાજુ મરીન ડ્રાઈવથી વરલી સી ફેસ સુધીનો રસ્તો ટોલ ફ્રી રહેશે.…
બે મહિના જાત્રાએ જવું મુશ્કેલ મથુરા જંકશન ખાતે બ્લોકને કારણે ઉત્તર ભારત જતી ટ્રેનો રદ
મુંબઈ: આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ટ્રેન મારફત ટ્રાવેલ કરવાનું વિચારતા હો તો પશ્ચિમ રેલવેના મહત્ત્વના સમાચાર વાંચી લેજો, કારણ કે આગ્રા ડિવિઝનના મથુરા જંકશન ખાતે નોન-ઇન્ટરલોકિંગ કામકાજને કારણે ઉત્તર ભારતની અમુક ટ્રેનોને રદ રહેશે. ઈન્ટરલોકિંગ કામગીરી કારણે મુંબઈથી ઊપડતી લાંબા…
એટીએસે ગેસ્ટ હાઉસમાંથી છ શકમંદને પકડ્યા
લૂંટ માટે એકઠા થયાનો દાવો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) બોરીવલીના ગેસ્ટ હાઉસમાં શસ્ત્રો સાથે સંતાયેલા છ શકમંદોને પકડી પાડી ત્રણ પિસ્તોલ અને ૨૯ કારતૂસ જપ્ત કરી હતી. નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓએ…
પેડર રોડના વ્યાવસાયિકના ૯૦ લાખની ઉચાપતના કેસમાં યુવકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના પેડર રોડ ખાતે રહેતા વ્યાવસાયિકનું સિમ કાર્ડ અને ઈ-મેઈલ આઈડી હૅક કરી ૯૦ લાખ રૂપિયાની કથિત ઉચાપત કરવા પ્રકરણે મધ્ય પ્રદેશથી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આટલી રકમની ઉચાપત કર્યા પછી પણ લાલચુ આરોપીએ ફરી…