રાશિફળસ્પેશિયલ ફિચર્સ

સિંહ જેવા શક્તિશાળી અને સમડી જેવા દૂરંદેશી હોય છે આ રાશિના જાતકો, જોઈ લો શું છે તમારી રાશિની ખાસિયત…

હિન્દુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્રનું અનેરું મહત્વ જણાવવામાં તેમ જ સમજાવવામાં આવ્યું છે. આ જ્યોતિષશાસ્ત્રની મદદથી જ આપણે આપણા વર્તમાન, ભવિષ્ય કે ભૂતકાળ વિશેની જાણકારી હાંસિલ કરી શકીએ છીએ. આવા આ જ્યોતિષશાસ્ત્રમાં જ કઈ રાશિના જાતકોનો સ્વભાવ કેવો છે? કઈ રાશિમાં કયા ગુણ હોય છે? જેવી મહત્ત્વની માહિતી પણ આપવામાં આવેલી હોય છે. આજે અમે અહીં તમને એવી જ કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની અંદર વરુથી લઈને સિંહ જેવા શક્તિશાળી પ્રાણીઓના ગુણ હોય છે.

ઘુવડ: જ્યોતિષશાસ્ત્રમાં ઘુવડને ધન રાશિના જાતકો સાથે જોડવામાં આવે છે અને એ પાછળના કારણની વાત કરીએ તો ઘુવડને જ્ઞાન, અંતર્જ્ઞાન અને સંશોધનનું પ્રતિક માનવામાં આવે છે. આ રાશિના લોકોમા પણ ઘુવડની જેમ જ શોધખોળ પ્રકૃતિ જોવા મળે છે અને આ રાશિના જાતકો પણ ઘુવડની જેમ જ કોઈ પણ ઘટનાની પાછળની સચ્ચાઈને ખૂબજ સારી રીતે પિછાણી જાય છે.

વરુ: આગળ વધીએ અને વાત કરીએ વરુ વિશે તો જ્યોતિષશાસ્ત્રમાં મેષ રાશિના જાતકોને કાયમ વરુ સાથે જોડીને જોવામાં આવે છે. વરુ એ વફાદારી, સાહસ અને નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને મેષ રાશિના જાતકો પણ વરુની જેમ જ ઝૂંડમાં ચાલવામાં તેમ જ આખા ઝૂંડનું સંચાલન કરવામાં સક્ષમ હોય છે. આ રાશિના જાતકો હંમેશા જ યોગ્ય દિશામાં આગળ વધતા રહે છે, જે તમને વરુ જેવા ચપળ બનાવે છે.

સમડી: સમડી એ પૌરાણીક જીવોમાંથી એક છે અને તે શક્તિશાળી હોવાની સાથે સાથે જ આધ્યાત્મિક પણ ગણાય છે. વૃશ્ચિક રાશિના જાતકોને આ સમડી સાથે સાંકળવામાં આવે છે. સમડીને શક્તિનું પ્રતિક ગણવામાં આવે છે, કારણ કે તે ખુબ દૂરનું વિચારે છે. વૃશ્ચિક રાશિવાળા લોકો સમડીની જેમ જ ઊંચી દ્રષ્ટિ રાખીને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં વિશ્વાસ રાખે છે.

સિંહ: જ્યોતિષશાસ્ત્રમાં સિંહને એ સિંહ રાશિના જાતકો માટે શક્તિનું પ્રતિકમાનવામાં આવે છે. આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ, શક્તિ અને નેતૃત્વની ક્ષમતા ખૂબ જ અસરકારક હોય છે. સિંહની જેમ જ સિંહરાશિવાળા લોકો પોતાની આંતરિક શક્તિથી પડકારોનો બહાદુરીપૂર્વક સામનો કરવાનું પસંદ કરે છે.

ડોલ્ફિન: મીન રાશિના જાતકોને ડોલ્ફિન સાથે કનેકટ કરીને જોવામાં આવે છે. આ રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે તેઓ ડોલ્ફિનની જેમ જ આંતરિક જ્ઞાન, કરુણા અને ભાવનાત્મકતાનું પ્રતિક ગણવામાં આવે છે. ડોલ્ફિનની જેમ મીન રાશિના લોકો પણ સુંદર અને મિલનસાર હોય છે. અઘરામાં અઘરી અને મુશ્કેલમાં મુશ્કેલ પરીસ્થિતિનો સામનો પણ આ રાશિના જાતકો ખુબ જ ધીરજ અને બહાદુરીથી કરે છે.

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?