આજનું રાશિફળ (03-06-24): કર્ક, સિંહ અને ધન રાશિના લોકો માટે Monday લાવશે Good Luck…


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદથી ભરપૂર રહેશે. પરંતુ કોઈ કાર્યમાં દેખાડેલી ઢીલને કારણે આજે એ કામ પૂરું કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. જીવનસાથી આજે કોઈ બિઝનેસ શરૂ કરી શકે છે અને એને માટે તમારે થોડા પૈસા ઉધાર લેવા પડશે. તમારા સ્વભાવને કારણે તમારા પરિવારના સભ્યો પણ તમારાથી નારાજ રહેશે. આજે ખાવા-પીવા પર ખાસ ધ્યાન આપો. વધારે પડતો તળેલો ખોરાક ખાવાને કારણે આજે તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને તમારે ડોક્ટર પાસે દવું પડી શકે,

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે અને આજે કોઈ ખાસ કામ કરવાનું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નોકરી શોધી રહ્યા છો તો તમારી એ શોધ પણ આજે પૂરી થઈ રહી છે. સરકારી બાબતોમાં આજે ઢીલ રાખશો તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. લાંબા સમયથી કોઈ જગ્યાએ પૈસા અટવાયેલા હતા તો તે આજે પાછા મળી શકે છે. આજે તમારી કેટલીક જૂની ભૂલો સામે આવી શકે છે અને એને કારણે તમે થોડા ચિંતિત રહેશો.

આ રાશિના લોકો માટે આજનો દિવસ નવા લોકો સાથે હળી-મળીને રહેવાનો રહેશે. આજે તમારા કેટલાક રહસ્યો પરિવારના સભ્યો સામે ખુલા પડી શકે છે. જીવનસાથી માટે આજે નવા કપડાં, મોબાઈલ, દાગિના ખરીદી શકો છો, જેને કારણે તમારી વચ્ચે ચાલી રહેલો અણબનાવ પણ દૂર થઈ રહ્યો છે. કેટલાક ફેરફારોને કારણે તમને તમારા કાર્યો પૂર્ણ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. વિદેશથી વેપાર કરતા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે. આજે તમને કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરાય સારો રહેવાનો નથી. વેપારમાં જો લાંબા સમયથી કોઈ સમસ્યા આવી રહી હતી તો તેનો ઉકેલ આવી રહ્યો છે. આજે તમારે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદથી દૂર રહેવાની જરૂર છે. સંતાનને નવી નોકરી મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. તમને તમારા પિતા વિશે કંઇક ખરાબ લાગશે, તેમ છતાં તમે તેમને કંઇ નહીં કહેશો. તમે પરિવારના સભ્યો સાથે સામાજિક પ્રસંગમાં હાજરી આપી શકો છો.

સિંહ રાશિના બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારે કોઈ પણ મહત્ત્વની માહિતી લોકો સાથે શેર કરતાં પહેલાં વિચારવું પજશે. આજે તમારા કેટલાક કામ બગડવાની પૂરેપૂરી શક્યકા છે, પણ તમે તમારી ચતુરાઈ અને કુશળતાને કારણે એને પૂરા કરી શકશો. તમારે કોઈને વધારે પૈસા ઉછીના ન આપવા જોઈએ, નહીં તો તમને તે પરત મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમે કોઈ સરકારી યોજનાને લઈને ચિંતિત છો તો આજે તમને એનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે.

આજનો દિવસ તમારા માટે નવી મિલકત ખરીદવા માટે સારો રહેશે અને તમે તમારા કેટલાક જૂના મિત્રોને મળશો, જે સારું રહેશે. પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારા ઘરે મહેમાનના આગમનથી તમે ખુશ થશો, પરંતુ તમે તમારા ઘરના નવીનીકરણના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. તમે તમારા બાળકની કંપનીને લઈને થોડા ચિંતિત રહેશો. જો તમે કેટલાક દેવાને લઈને ચિંતિત હતા, તો તે પણ ઉકેલાઈ શકે છે. તમારી કેટલીક જૂની ભૂલો તમારા પરિવારના સભ્યોની સામે પ્રકાશમાં આવી શકે છે, જેના કારણે તમારે ઠપકો આપવો પડી શકે છે.

તુલા રાશિના નોકરી શોધી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે અને તેમને કોઈ સારી નોકરી મળી શકે એમ છે. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે, જેને કારણે ઘરના તમામ સભ્યો એમાં વ્યસ્ત રહેશે. આજે તમે કોઈને ઉછીના પૈસા આપ્યા હશે તો તે પાછા મળી શકે છે. બિઝનેસમાં આજે જીવનસાથીની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. પાર્ટનરશિપમાં કામ કરવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. આજે તમારે આવકની સાથે સાથે તમારા ખર્ચ પર પણ ધ્યાન આપવું પડશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેશે, કારણ કે આજે તમને કોઈ પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. આજે તમારે કોઈ જગ્યાએ અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. આજે તમારા વિરોધીઓ તમારા પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે. તમારે કોઈ પણ એવું કામ કરવાનું આજે ટાળવું પડશે, જેથી તમારે પરિવારના લોકો સામે ઝૂકવું પડેશ ઘરે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ જો અભ્યાસમાં કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તો આજે એમને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરવી પડશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતો માટે સારો રહેવાનો છે. આજે તમે કોઈ નવી પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારે એના દસ્તાવેજો બરાબર તપાસી લેવા જોઈએ. વેપારમાં કોઈ મોટું રોકાણ કરવાની યોજના બનાવશો. રાજકારણ સાથે સંકળાયેલા લોકોના કામમાં આજે કેટલાક અવરોધો આવી રહ્યા છે અને એ દૂર કરવા માટે તમારે પ્રયાસો કરવા પડશે. કોઈપણ કાનૂની બાબત તમારા માટે માથાનો દુખાવો બની શકે છે, જેમાં તમારે સાવચેત રહેવું પડશે. આજે કોઈ પાસેથી વાહન માંગીને ચલાવવાનું ટાળો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. આજે તમારી આવકમાં વૃદ્ધિ થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. માતા સ્વાસ્થ્યને લઈને આજે તમારે સાવધ રહેવું પડશે, નહીં તો તેમની તબિયત વધારે બગડશે. સંતાનના ભણતરને લઈને આજે તમારે સાવધાની રાખવી પડશે. વેપારમાં કોઈ સમસ્યા આવી રહી હતી તો આજે તમને એને કારણે પરેશાની ઉઠાવવી પડી શકે છે. આજે તમે તમારા નજીકના લોકોનું દિલ જિતવામાં સફળ રહેશો. પરિવારમાં આજે કોઈ પણ મતભેદ ના થવા દો.

કુંભ રાશિના જાતકોએ આજે બિનજરૂરી દલીલમાં પડવાથી બચવું પડશે. આજે તમારા સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર જોવા મળી શકે છે. લાંબા સમયથી કોઈ કામ પેન્ડિંગ હતું તો એ પણ પૂરું થઈ રહ્યું છે. આજે તમારે તમારી લાગણી કોઈ સહકર્મી સામે વ્યક્ત કરવાની તક મળશે. આજે કોઈને પૂછીને વાહન ચલાવશો તો અકસ્માત થવાનું જોખમ રહેલું છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું આજે તમારે ટાળવું પડશે. કોઈને વચન આપ્યું હશે તો તેને પૂરું કરવામાં આજે તમને મુશ્કેલી પડશે, પરંતુ તમે એ વચન ચોક્કસ પૂરું કરશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ કાયદાકીય બાબતમાં વિજય અપાવનારો રહેશે. આજે તમારે વાહન અને જમીનને લાગતી કોઈ પણ ગુપ્ત માહિતી જાહેર ન કરવી જોઈએ. પરિવારના લોકોને આજે તમારી કોઈ વાત ખરાબ લાગી શકે છે. તમારે આજે કેટલાક ઝઘડાખોર લોકોથી દૂર રહેવાની જરૂર છે, નહીં તો નકામો વાદ-વિવાદ થઈ શકે છે. આજે તમારે પારિવારિક બાબતો માટે કોઈ પણ અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ.