ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (23-10-24): વૃષભ, સિંહ અને ધન રાશિના જાતકોને આજે મળશે તમામ કામમાં સફળતા, જાણો શું છે બાકીની રાશિના હાલ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લાવનારો રહેશે. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે. જો લાંબા સમયથી કોઈ તણાવનો સામનો કરી રહ્યા હતો તો આજે એમાંથી પણ રાહત મળશે. તમારે કેટલાક કામ વિશે કાળજીપૂર્વક વિચારવું પડશે. શેરબજાર સાથે જોડાયેલા લોકો સારું રોકાણ કરી શકે છે, પરંતુ તેનો લાભ તેમને પછીથી જ મળશે. તમારા પરિવારના સભ્ય સાથે તકરાર થવાની સંભાવના છે, તેથી તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના લાભની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. આવકમાં સ્રોત વધતાં તમારી ખુશીનો પાર નહીં રહે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકેલું કામ પૂરું થશે. તમારે કોઈની સાથે ખૂબ જ સમજી વિચારીને સંબંધ કેળવવો પડશે. અપરિણીત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. જો તમે નોકરીથી સંતુષ્ટ નથી, તો તમે બીજે ક્યાંક પ્રયાસ કરી શકો છો. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થવાથી મહેમાનોની અવરજવર વધશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવલ મધ્યમ ફળદાયી રહેશે. સંતાનના કરિયરને લઈને આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો અને એમાં તમારે સમજદારી દેખાડવી પડશે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં થોડા નબળા છે તેમણે આજે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તો જ પરિક્ષામાં સફળતા મળશે. આજે કોઈ નવા કામમાં તમારી રુચિ વધી શકે છે, પરંતુ તમારા પિતા તમને તે કરવાની ના પાડી શકે છે. આજે પરિવારના વડીલની વાત સાંભળશો તો તમારા માટે એ ફાયદાનો સોદો સાબિત થશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ હિંમત અને બહાદુરીમાં વૃદ્ધિ લાવનારો રહેશે. આજે કોઈ કાયદાકીય મામલામાં જિત મળશે તો તમારી ખુશીનો પાર નહીં રહે. સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થશે. આજે કોઈની પાસેથી પણ પૈસા ઉધાર લેતી વખતે ખૂબ જ કાળજી રાખો, કારણ કે એ પૈસા પાછા ચૂકવવામાં મુશ્કેલી પડશે. માતા સાથે કેટલાક મહત્વપૂર્ણ કાર્યો વિશે વાત કરી શકો છો. નવી નોકરી મળશે, પણ તમારે એમાં ઢીલ ના દેખાડવી જોઈએ.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. બિઝનેસમાં આજે આ રાશિના લોકોને ખૂબ જ સારો ફાયદો થશે. આજે તમારી કોઈ મોટી ડિલ ફાઈનલ થતી અટકી શકે છે, પરંતુ તેની તમારા આર્થિક વ્યવહાર પર ખાસ અસર નહીં જોવા મળે. આજે નવું પ્રોપર્ટી કે મકાન ખરીદશો. ભાઈ-બહેનના કામ પર તમારે સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આજે તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના જોવા મળશે.

કન્યા રાશિના પ્રેમ જીવન જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમે ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો. તમારે કોઈપણ કામમાં ઉતાવળ કરવાનું ટાળો, નહીં તો ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે. આજે તમે તમારા પિતા સાથે તમારી પારિવારિક સમસ્યાઓ વિશે વાત કરી શકો છો. જો તમારા પૈસા સંબંધિત કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂર્ણ થવાની સંભાવના છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો પોતાના કામથી લોકોને આશ્ચર્યચકિત કરશે.

આજનો દિવસ તમારા માટે માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. તમારે તમારા પેન્ડિંગ કાર્યોને પ્રાથમિકતા આપવી પડશે, તો જ તે પૂર્ણ થઈ શકશે. કામના સ્થળે પણ આજે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. તમારા કેટલાક દુશ્મનો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે. તમારી કોઈપણ ઈચ્છા પૂરી થઈ શકે છે, જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર નથી. તમને લાંબા સમય પછી તમારા કોઈ મિત્રને મળવાનો મોકો મળશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળતી જણાશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે કોઈ પણ વાદ-વિવાદથી દૂર રહેશો તો એ તમારા માટે જ સારું રહેશે. જીવનસાથીની સલાહ આજે તમારા માટે ફાયદાકારક રહેશે. તમારે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. તમારા સંતાનના લગ્ન સંબંધિત કોઈ નિર્ણય ઉતાવળમાં ન લો. કોઈ નવા કામમાં તમારી રુચિ વધી શકે છે. આજે પૈસા સંબંધિત કોઈ પણ લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી પડશે, નહીં તો તમારા માટે મોટી મુશ્કેલી ઊભી થશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે. લાંબા અંતરની યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશો અને તમારા માટે એ ફાયદાકારક રહેશે. પૈસા સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આજે તે દૂર થઈ રહી છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકો આજે દરેક કામમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે. જે તમારી છબીને વધુ નિખારશે. અમુક કામ સમયસર પૂરા ન થવાને કારણે તમે નિરાશ રહેશો. જો તમારી કોઈ મનપસંદ વસ્તુ ખોવાઈ ગઈ હોય, તો તમે તેને પાછી મેળવી શકો છો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. આજે તમારે તમારા કામની યોજના બનાવીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. ભાઈ-બહેન તરફથી સંપૂર્ણ સાથ-સહકાર મળશે. આજે કોઈને કોઈ વચન આપશો તો તમારે એ ચોક્કસ પૂરું કરવું પડશે. તમારી ખુશી નવા કામમાં તમારી રુચિ જાગી શકે છે. તમને તમારા બાળક સામે તમારી લાગણી વ્યક્ત કરવાની તક મળશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપવું પડશે, નહીં તો તેઓ મુશ્કેલીમાં ફસાઈ શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ સંબંધિત બાબતોમાં સારો રહેશે. આજે તમે કોઈ સરકારી યોજના વિશે માહિતી મેળવીને એમાં સારી એવી રકમનું રોકાણ કરશો. શેરબજાર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથીને નોકરીમાં પ્રમોશન મળશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. પારિવારિક વિવાદો પણ ઘણી હદે દૂર થઈ જશે અને બધા સભ્યો એકજૂટ દેખાશે. સંતાનને કોઈ જવાબદારી આપશો તો તે તેને પૂરી કરશે. તમારે કોઈપણ કાયદાકીય મામલામાં થોડી સાવધાની રાખીને આગળ વધવું પડશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વધારે સાવધાની આગળ વધવાનો રહેશે. આજે તમારે કાળજીપૂર્વક આગળ વધવાની જરૂર છે. તમારી સામે કેટલીક સમસ્યાઓ ઊભી થશે. આજે કોઈ પણ મોટું જોખમ ઉઠાવવાનું ટાળો, નહીં તો મોટું નુકસાન થવાની શક્યતા છે. પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહેલાં લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. ઘરે કોઈ પાર્ટી વગેરેનું આયોજન થશે. આજે તમારા કોઈ મિત્રની વાત ખરાબ લાગશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button