મેષ રાશિમાં અસ્ત થઈને પણ શુક્ર બનાવશે આ રાશિઓને માલામાલ…

ધન, વૈભવ યશ, સુખ-સમૃદ્ધિના દાતા શુક્રએ 24મી એપ્રિલના મેષ રાશિમાં ગોચર કર્યુ હતું અને હવે આવતીકાલે એટલે કે 28મી એપ્રિલના સવારે 7.27 વાગ્યે મેષ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. મેષ રાશિમાં શુક્રના અસ્ત થવાની શુભા-શુભ અસર 12-12 રાશિ પર અસર જોવા મળશે. શુક્રના અસ્ત થવાની સાથે જ કેટલી રાશિઓ માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થઈ રહ્યું છે અને શુભ ફળની પ્રાપ્તિ થઈ રહી છે, આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને શુક્ર અસ્ત થતાં થતાં પણ લાભ કરાવી રહ્યા છે…

આ રાશિના જાતકોને કરિયરને લઈને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. પૈસા બચાવવાના નવા નવા રસ્તાઓ ખુલશે. પારિવારિક જીવન સુખમય બનશે. બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ થશે. જીવનમાં રોમેન્સ વધશે. બિઝનેસનો વિસ્તાર થશે. કરિયરમાં પણ પ્રગતિ થઈ રહી છે.

કન્યાઃ
આવતીકાલે મેષ રાશિમાં અસ્ત થઈ રહેલાં શુક્ર કન્યા રાશિના જાતકોને ખૂબ જ શુભ ફળ આપી રહ્યો છે. ધન-આગમનના નવા સ્રોત બની રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. વૈવાહિક જીવનમાં પણ સુખ-શાંતિ જળવાઈ રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. અપરણિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.

મકરઃ
મકર રાશિના જાતકો માટે શુક્રનું અસ્ત થવું ધનલાભ કરાવી રહ્યું છે. વેપારમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. જૂના રોકાણથી સારું વળતર મળી રહ્યું છે. સુખ-સુવિધાથી ભરપૂર જીવન જીવશો. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ આવશે. સંબંધોમાં પણ સમજ અને તાલમેલ વધુ સારો બની રહ્યો છે.