ઈસ પ્યાર કો ક્યા નામ દૂં? યુવતી બોયફ્રેન્ડને સમય આપી શકતી ન હોવાથી શોધી આપી નવી ગર્લફ્રેન્ડ

શું કોઈ યુવતી તેના બોયફ્રેન્ડને ખુશ રાખવા માટે એક નવી ગર્લફ્રેન્ડ શોધી આપે? વિશ્વાસ ન થાય એવી વાત છે પણ આવુ ખરેખર બન્યું છે. આ યુવતી અમેરિકામાં રહે છે, જે પોતાના બોયફ્રેન્ડને પ્રેમ ખૂબ પ્રેમ કરે છે, પણ નોકરીના કારણે તેને સમય આપી શકતી નથી. એટલે તેણે તેના બોયફ્રેન્ડ માટે એક નવી ગર્લફ્રેન્ડ શોધી આપી છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર યુવતીએ સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે. યુવતીએ જણાવ્યું છે કે તે ત્રણ ત્રણ નોકરી કરતી હતી. આ જ કારણે તે બોયફ્રેન્ડને સમય આપી શકતી નહોતી અને તેને શારીરિક સુખ પણ આપી શકતી નહોતી. એ પોતાના બોયફ્રેન્ડને એટલો પ્રેમ કરતી હતી કે તેણે બોયફ્રેન્ડને શારીરિક સુખ આપવા માટે એક છોકરીની વ્યવસ્થા કરી આપી, જેથી તેનો બોયફ્રેન્ડ તેને છોડીને બીજે ક્યાંય જાય નહીં.
યુવતીએ જણાવ્યું હતું કે નોકરી કરીને ઘરે પાછી આવતી ત્યારે બોયફ્રેન્ડને રોમાન્સ માટે સમય આપી શકતી નહોતી. આ ઉપરાંત કામના બોજના કારણે એટલી થાકી જતી કે રોમાન્સની ઈચ્છા પણ મરી જતી. એટલે બોયફ્રેન્ડની જરૂરિયાતને પુરી કરવા માટે અન્ય એક ગર્લફ્રેન્ડ શોધી આપી. હવે અમે ત્રણેય સાથે રહીએ છીએ અને ખૂબ ખુશ છીએ. અમેરિકામાં રહેતી આ યુવતીનું નામ ચનેલ છે.