આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

રાજકોટમાં કોંગ્રેસનાં પંજાનો સાથ છોડી પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયરે કર્યા કેસરીયા !

રાજકોટ : લોકસભા ચૂંટણીનાં મતદાનને ચાર દિવસ જ બાકી છે ત્યારે ગુજરાતની રાજનીતિ તેના કંઇક અલગ જ રંગો બતાવી રહી છે. આજે સુરતના વોર્ડ નં: 3, 16, 17ના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. જયારે હવે રાજનીતિનાં વિવાદોના કેન્દ્રમાં રહેલી રાજકોટ બેઠક પર નોખા જ સમીકરણો અસ્તિત્વમાં આવ્યા છે. રાજકોટના પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયર આજરોજ કોંગ્રેસનાં પંજાનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.

રાજકોટમાં લોકસભા ચૂંટણીનાં સમયે ભાજપમાં ભરતીમેળો યથાવત છે. આજે રાજકોટના કોંગ્રેસનાં નેતા અને પૂર્વ મેયર અશોક ડાંગર અને પૂર્વ ડેપ્યુટી મેયર ભરત મકવાણા બન્ને આજરોજ કોંગ્રેસનાં પંજાનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ બન્નેની સાથે અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપના ઉપાધ્યક્ષ બરત બોઘરા અને રાજકોટના ઉમેદવાર રૂપાલાની હાજરીમાં બન્નેને ભાજપમાં આવકાર આપવામાં આવ્યો હતો.

આપણ વાંચો: રાજકોટ કલેકટરે રૂપાલા-ધાનાણી’ને કચકચાવીને ફટકારી શેની નોટિસ ?

પક્ષ બદલતા નેતાઓ જ્યારે બીજી પાર્ટીમાં જાય ત્યારે તેમની જૂની પાર્ટી પર પ્રહાર કરતાં હોય છે, અશોક ડાંગરે પણ ભાજપના મનભરીને વખાંણ કરીને કોંગ્રેસની ભરપેટ નિંદા કરતા કહ્યું કે, કૉંગ્રેસમાં જૂથવાદ છે એ નક્કી છે, કૉંગ્રેસ હવે દરરોજ તૂટવાની છે, રાજકોટ કૉંગ્રેસના કાંગરાને હું ધરમૂળથી ઉખેડી નાંખીશ. સિદ્ધાંત સાથે હું ક્યારેય બાંધછોડ નથી કરતો એટલે કોંગ્રેસ પાર્ટી છોડું છું. ટતો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અશોક ડાંગર પર આકરા પ્રહારો કર્યા હતા.

રાજકોટ બેઠક હાલના સમયમાં ભારે વિવાદોનું કેન્દ્ર રહી છે. પરસોતમ રૂપાલાનાં નિવેદનને લઈને પોતાનો ગઢ ગણાતી બેઠક પર ભાજપે ઘણું સહન કરવું પડ્યું હતું. તો આ બેઠક પર બંને પક્ષોએ આયાતી ઉમેદવારો ઉતાર્યા છે. તો ટક્કર ભરી લડતમાં આ ભરતી મેળો શું પરિણામ આપે છે તે જોવું રહ્યું .

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત