ભારે તાપ અને ગરમીમાં તમારી આંખોની સંભાળ આવી રીતે રાખો…..
ઉનાળો શરૂ થતાની સાથે જ આપણી આંખોને ભારે તાપ અને ધૂળથી જોખમ રહે છે. એવા સમયે આંખનું ધ્યાન રાખવાનું ઘણું જરૂરી બની જાય છે. તમે જો થોડી સાવધાની રાખશો તો તમારી આંખોને સ્વસ્થ રાખી શકશો અને ઉનાળામાં થતી અનેક બીમારીઓથી બચી શકશો. અમે અહી ંતમને એ માટે કેટલાક ઉપાય જણાવીશું.
સંતુલિત આહાર લોઃ
આંખના સારા સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર ઘણો જરૂરી છે. લીલા શાકભાજી, ફળો, ખાટાં ફળો અને માછલી જેવી વસ્તુઓમાં વિટામીન એ, સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. તેનું રોજ સેવન કરો. આ પોષક તત્વો તમારી આંખને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થશે.
સનગ્લાસ પહેરોઃ
આંખને તાપ, તડકાથી બચાવવાનો અસરકારક ઉપાય એટલે કે સનગ્લાસ પહેરો. સનગ્લાસના લેન્સ એવા હોવા જોઇએ જે UVA અને UVB બંને કિરણોને અવરોધે.
ભરપૂર પાણી પીતા રહોઃ
ઉનાળામાં પાણી પીતા રહો, જેના કારણે આંખો સૂકી અને લાલ થઈ જાય છે. તેથી દિવસભર પાણી પીતા રહેવું જરૂરી છે. આનાથી શરીર હાઇડ્રેટ રહે છે અને આંખોને ભેજ પણ મળે છે.
ડિજિટલ સ્ક્રીન પરથી બ્રેક લોઃ
આજકાલ આપણે કલાકો સુધી કમ્પ્યુટર, મોબાઈલ અને ટીવી સ્ક્રીનને જોતા રહેતા હોઇએ છીએ. તેમાંથી નીકળતા વાદળી કિરણોથી આંખો થાકી જાય છે. તેથી દર 20 મિનિટે ઓછામાં ઓછી 20 સેકન્ડ માટે દૂરની કોઈ વસ્તુને જોવાનો નિયમ અપનાવો.
આંખોને વારંવાર સ્પર્શ કરવાનું ટાળોઃ
આંખમાં ઈન્ફેક્શનનો ખતરો ઊભો ના થાય તે માટે આંખોને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો
પૂરતી ઊંઘ લોઃ
આંખોને સ્વસ્થ રાખવા માટેપૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. તેથી રોજ રાત્રે ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લો.
જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો તો તેના લેન્સ સાફ રાખવાનું ધ્યાન રાખો. જો તમને આંખોમાં બળતરા, ખંજવાળ અથવા ધુંધળું દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરો.