ટોપ ન્યૂઝનેશનલ

Weather Update : મે મહિનાની પ્રચંડ ગરમીથી ભઠ્ઠીની જેમ તપશે આ રાજ્યો…

નવી દિલ્હી : ઉતર પશ્ચિમ સહીત દેશના વિવિધ ભાગોમાં ગરમીનો કહેર યથાવત જોવા મળી રહી રહ્યો છે, તો આવનારા દિવસો હજુ વધારે ગરમ રહેવાના છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે મે મહિનામાં આકરી ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. ઉતર ભારતના મોટાભાગના વિસ્તારોમા મેમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ જઈ શકે તેમ છે અને બેથી ચાર દિવસ સુધી લુ પણ ફૂંકાઈ શકે છે.

IMDના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની સંભાવના છે. તેમાં ઉત્તર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. પૂર્વ મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ગરમીની લહેર બેથી ચાર દિવસ સુધી રહી શકે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી પાંચ દિવસ, જ્યારે મધ્ય ભારતમાં 3 થી 5 મે દરમિયાન આકરી ગરમી પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઘણા રાજ્યોમાં હળવા વરસાદની સ્થિતિ હોવા છતાં, 4 થી 6 મે દરમિયાન મહત્તમ તાપમાન 40 અને લઘુત્તમ 24 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે.

ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3 મેના રોજ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ત્રાટકશે જેના કારણે રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં 4 થી 6 મે વચ્ચે વરસાદ અને તોફાન થવાની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 3 થી 6 મે વચ્ચે વરસાદ, હિમવર્ષા, વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

IMD ચીફે કહ્યું કે મધ્યપ્રદેશ, વિદર્ભ, તેલંગાણા અને તમિલનાડુમાં મે મહિનામાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ઓડિશા, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ, દક્ષિણ પશ્ચિમ બંગાળ, ઉત્તરપૂર્વના ભાગો, આંધ્રપ્રદેશના રાયલસીમા અને કેરળના ઘણા ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની અપેક્ષા છે.

તમિલનાડુના ઉધગમમંડલમમાં (ઊટી) ગરમીથી કોઈ રાહત દેખાઈ રહી નથી. રાજ્યના આ હિલ સ્ટેશનમાં પણ તાપમાન વધી રહ્યું છે. ચેન્નાઈમાં પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC)ના અધિક મહાનિર્દેશક એસ. બાલાચંદ્રને જણાવ્યું હતું કે 29 એપ્રિલે ઊટીમાં નોંધાયેલું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 5.4 ડિગ્રી વધુ હતું. અગાઉ, ઉધગમમંડલમમાં 29 એપ્રિલ, 1986ના રોજ મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ હતું. ઉટી ઉપરાંત તમિલનાડુના પલક્કડ અને અન્ય વિસ્તારો પણ ગરમીમાં સળગી રહ્યાં છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker