સ્પેશિયલ ફિચર્સ

અધધધ પૈસા હોવા છતાં આ પાંચ વસ્તુઓ નથી ખરીદી શક્યા Mukesh And Nita Ambani…

Ambani Familyની ગણતરી દુનિયાના સૌથી અમીર પરિવારોમાં કરવામાં આવે છે. Ambani Family પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને મોંઘી મોંઘી વસ્તુઓના કલેક્શન માટે ખૂબ જ ચર્ચામાં રહે છે. આટલી બધી અમીરી છતાં હજી પણ કેટલીક એવી વસ્તુઓ છે કે જે Ambani Familyની પહોંચની બહાર છે. આઈ નો હવે તમને થશે કે આખરે એવી તે કઈ વસ્તુઓ છે કે જે ખરીદવાનું Ambani’s માટે પણ પોસિબલ નથી…

Ambani Family પાસે ના હોય એવી વસ્તુઓની વાત કરીએ તો આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે હિસ્ટ્રી સુપ્રીમ યોટનું. રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો આ હિસ્ટ્રી સુપ્રીમ યોટની કિંમત આશરે 37,500 કરોડ રૂપિયા જેટલી છે અને તેની ગણતરી દુનિયાની સૌથી મોંઘી યોટમાં કરવામાં આવે છે.

આ સિવાય Ambani Family પાસે 4200 કરોડની કિંમતનો દુનિયાનો સૌથી મોંઘો આઈલેન્ડ Lani અને 4225 કરોડ રૂપિયાની કિંમતનો Villa Leapoldaનો સમાવેશ પણ થાય છે. આગળ વધીએ અને વાત કરીએ Salvator Mundiની. આ દુનિયાની સૌથી મોંઘી પેઈન્ટિંગ છે અને એની કિંમત આશરે 3756 કરોડ રૂપિયા છે. આ પેઈન્ટિંગ પણ Ambani Family પાસે નથી.

સમય બળવાન છે અને સમય જ દરેક દર્દની દવા છે. આપણે આવો આ કિંમતી સમય દેખાડતી The Graff Hallucination નામની ઘડિયાળ પણ અંબાણી પરિવાર નથી ખરીદી શક્યો. આ ઘડિયાની કિંમત અંદાજે 459 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ખેર, આ બધી તો થઈ એવી વસ્તુઓની વાત કે જે અંબાણી પરિવાર પાસે નથી. હવે વાત કરીએ અંબાણી પરિવાર પાસે કઈ કઈ વસ્તુઓ છે એની તો અંબાણી પરિવાર પાસે પ્રાઈવેટ જેટ, નેકલેસ અને યોટ છે. 2007માં Mukesh Ambaniએ પત્ની Nita Ambani માટે રૂ.250 કરોડની કિંમતનું પ્રાઈવેટ જેટ ખરીદ્યું હતું. આના બીજા જ વર્ષે એટલે કે 2008માં Anil Ambani પત્ની Tina Ambani માટે 400 કરોડની કિંમતની એક યોટ ખરીદી હતી.

આ સિવાય Nita Ambaniએ રૂ.451 કરોડની કિંમતનો Mouawad L’Incomparabale નેકલેસ ખરીદ્યો હતો અને આ નેકલેસ નીતા અંબાણીએ તેમની મોટી પુત્રવધુ Shloka Ambaniને ગિફ્ટ કરી દીધો હતો. હાલમાં જ Mukesh Ambaniએ Nita Ambanivs 10 કરોડ રૂપિયાની રોલ્સ રોયઝ કલિનન બ્લેક બેઝ ગિફ્ટમાં આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button