આમચી મુંબઈ

Lok Sabha Election 2024: ત્રીજા તબક્કામાં પવાર પરિવારની થશે અગ્નિપરીક્ષા…

મુંબઈઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા પર સૌની નજર છે, કારણ કે મહારાષ્ટ્રમાં શિવસેના વિરુદ્ધ શિવસેનાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે શરદ પવારના પરિવારની પરીક્ષા થશે. બારામતીની સીટ પર શરદ પવારના દીકરી સુપ્રિયા સુળેની સામે અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડી રહ્યા છે. બંનેની વચ્ચેની ટક્કરમાં અજિત પવારના ભવિષ્યનો પણ નિર્ણય લેવામાં આવશે.

દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની અગિયાર બેઠક પર મતદાન કરવામાં આવશે, જ્યારે 258 ઉમેદવારનું ભાવિ મતદારો નક્કી કરશે. આ જ તબક્કા દરમિયાન પશ્ચિમ મહારાષ્ટ્રમાં સાત, કોંકણ અને મરાઠવાડામાં બબ્બે બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે.


ખાસ કરીને બારામતીની સીટ પર સૌની નજર છે, કારણ કે અહીં અજિત પવારના પત્ની સુનેત્રા પવારની સામે સુપ્રિયા સુળે છે. બારામતી શરદ પવારનો ગઢ માનવામાં આવી રહ્યો છે, જ્યારે સુપ્રિયા સુળે સીટિંગ સાંસદ પણ છે, પરંતુ ભાજપે આ વખતે અન્ય કોઈ ઉમેદવારને ઉતારવાને બદલે એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારના પત્નીને લડાઈમાં ઉતાર્યા છે. સુનેત્રા પવાર માટે આ સીટ પર જીતવાનું મુશ્કેલ છે, પરંતુ સુપ્રિયા સુળેને ઊભા રાખીને શરદ પવારનું ટેન્શન વધાર્યું છે.


ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વ હેઠળ એનડીએ અને કોંગ્રેસની આગેવાની હેઠળના I.N.D.I.A. ગઠબંધનની વચ્ચે જોરદાર ટક્કર રહેશે, પરંતુ વાસ્તવિક પરીક્ષા તો શરદ પવારની છે. એક બાજુ સુપ્રિયા સુળેના શિરે પિતા શરદ પવારના વારસાને બચાવવાનો પડકાર રહેશે, જ્યારે બીજી બાજુ અજિત પવારના ભવિષ્યનો નિર્ણય પણ ત્રીજા તબક્કામાં લેવાશે.


લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્રમાં બારામતી, હાતકણંગલે, કોલ્હાપુર, લાતુર, ઉસ્માનાબાદ, રાયગઢ, રત્નાગિરી સિંધુદુર્ગ, સાંગલી, સતારા, માઢા અને સોલાપુરની સીટ પર સાતમી મેના વોટિંગ હાથ ધરવામાં આવશે. એનડીએની છાવણીમાંથી અગિયાર બેઠકમાંથી છ સીટ પર ભાજપના ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ભાજપના સહયોગી અજિત પવારની નેતૃત્વવાળી એનસીપીના ત્રણ ઉમેદવાર અને બે સીટ પર એકનાથ શિંદે જૂથના ઉમેદવાર મેદાનમાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button