નેશનલ

બિહારના શિક્ષણ પ્રધાને મનોજ તિવારીએ આપ્યો આવો જવાબ…

આજકાલ વિવાદાસ્પદ નિવેદનો આપીને ફેમસ થવાની સિઝન આવી હોય તેમ બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખર યાદવે રામચરિતમાનસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું અને અત્યારે આ ઘટનાને લઈને હોબાળો વધી રહ્યો છે. રામચરિતમાનસની તુલના તેમને પોટેશિયમ સાઈનાઈડ સાથે કરી હતી. ત્યારે ભાજપના સાંસદ મનોજ તિવારીએ તેનો જવાબ આપતા કહ્યું હતું કે તેઓ પોતે તેમની પાર્ટી માટે પોટેશિયમ સાઈનાઈડ બની ગયા છે.

મનોજ તિવારીએ કહ્યું હતું કે આ જેન્ટલમેન કોઈ પણ હોય, તે પોતે જ પોતાની પાર્ટીનો પોટેશિયમ સાયનાઈડ બની ગયો છે, આ કોઇ વ્યક્તિની લાગણી નથી પરંતુ I.N.D.I.A એલાયન્સે કરેલું આયોજન છે. એક પ્રધાન દક્ષિણમાંથી બોલે છે તો બીજો પ્રધાન બીજા વિસ્તારમાંથી બોલે છે. જે રીતે રાવણ સત્ય, સનાતન, પ્રભુ રામને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરતો હતો, તેમ આ એલાયન્સ સનાતન ધર્મને નુકસાન પહોંચાડવા માટે જ રચાયું છે.

આ તમામ વિવાદાસ્પદ નિવેદનો પૂર્વ આયોજિત છે જ્યારે સ્ટાલિને કહ્યું કે ગઠબંધન માત્ર સનાતન ધર્મને નષ્ટ કરવા માટે રચવામાં આવ્યું છે, ત્યારે ત્યાં હાજર લોકોએ આ વાતનો ફેલાવો કર્યો અને ત્યારે જ અમે પણ સમજી ગયા. ચંદ્રશેખરજી ભલે બિહારના હોય પરંતુ પોતાના કાર્યોથી તેઓ પોતાની જ પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. મને નથી ખબર કે આ લોકમાં આટલી બુદ્ધિ ક્યાંથી આવી કે પછી આ તમામ કાર્યો સોનિયાજીના જ છે. સોનિયા ગાંધી અને તેમના બાળકો સનાતનને સ્વીકારવા સક્ષમ નથી.

નોંધનીય છે કે ચંદ્રશેખર યાદવે રામચરિતમાનસની તુલના પોટેશિયમ સાયનાઈડ સાથે કરી હતી, તેમણે આ નિવેદન હિન્દી દિવસ પર એક કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડએ પણ આના પર વાંધો વ્યક્ત કર્યો છે.

જેડીયુના પ્રવક્તા અભિષેક ઝાએ શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરના નિવેદનને અયોગ્ય ગણાવતા તેમણે કહ્યું હતું કે જે લોકો રામચરિતમાનસમાં પોટેશિયમ સાયનાઇડ જુએ છે, તેમણે પોતાની વિચારધારાને પોતાના સુધી મર્યાદિત રાખવી જોઈએ તેમણે પાર્ટી અથવા I.N.D.I.A ગઠબંધન પર પોતાના વિચારો થોપવાનો પ્રયાસ ન કરવો જોઈએ. અમે તમામ ધર્મો અને તેમના ધાર્મિક ગ્રંથોનું સન્માન કરીએ છીએ કેટલાક લોકો મીડિયામાં રહેવા માટે અને ફેમસ થવા માટે આવા નિવેદનો આપે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button