મરણ નોંધ

હિન્દુ મરણ

શ્રીમાળી બ્રાહ્મણ
મહુવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. હિંમતલાલ પરશોતમદાસ ત્રિવેદી તથા સ્વ. સરલાબેન હિંમતલાલ ત્રિવેદીના પુત્ર ધનંજય (ડેઝી) (ઉં. વ. ૬૧) તા. ૨૮-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હરીશભાઇ તથા કેતનના ભાઇ. તથા સ્વ. માલવીકાબેનના દિયર. અને સૌ. રશ્મીના જેઠ. રક્ષાના પતિ. અને પ્રિયા, નિરાલીના પિતાશ્રી. કેદારના સસરા. શરદભાઇ જયંતિલાલ ઓઝાના વેવાઇ. ચિરાગ, કૃતેષ, નિયતી, રચનાના કાકા. હર્ષવીણા (લીલા) અરુણકુમાર ત્રિવેદીના ભાઇ. સાસરા પક્ષે સ્વ. પ્રાણલાલ નારાયણજી દવેના જમાઇ. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨-૫-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ હોલ, જોષી લેન, ઘાટકોપર (ઇસ્ટ).
હિન્દુ
રાજુલા નિવાસી હાલ મુલુંડ સ્વ. રાજેશ ભટ્ટ (ઉં. વ. ૬૭) તા. ૨૯-૪-૨૪ના કૈલાસવાસી થયેલ છે. તે શોભનાબેનના પતિ. હંસાબેન કાંતિલાલના પુત્ર. ભાગીરથીબેન રેવાશંકર જોશીના જમાઇ. સ્વ. જયશ્રી રાજેન્દ્ર મહેતા, દક્ષા દિનેશ દેસાઇ, પરેશના ભાઇ. વૈભવ તથા અમીષા નિલેશ પરમારના પિતાશ્રી. વિભા વૈભવ ભટ્ટના સસરા. પ્રાર્થનાસભા તા. ૧-૫-૨૪ના બુધવારના ઓનલાઇન ૫થી ૫.૪૫. ઉત્તર ક્રિયા તીર્થ સ્થાને રાખેલ છે. નિવાસસ્થાન: એ-૧૦૧, વિજયાલક્ષ્મી સીએચએસ, એસીસી રોડ, એમએસઇબી ઓફિસ પાસે, મુલુંડ (વેસ્ટ).
જંબુસર વિશા લાડ વણિક
જગદીશભાઇ ભગવતીલાલ શાહ (ઉં.વ. ૮૫) હાલ મુંબઇ તા. ૨૯-૪-૨૪ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ચંદાબહેનના પતિ. કેયુર અને ઉર્વિના પિતાશ્રી. પ્રીતિ, મિલીનના સસરા. ડો. ધનંજયના ભાઇ. કડોદ નિવાસી સ્વ. રૂક્ષમણીબહેન નગીનદાસના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧-૫-૨૪ બુધવારના ૫થી ૭. ઠે. લોઢા પાર્ક, બેન્કવેટ નંબર ૨, લોઅર પરેલ (પશ્ર્ચિમ).
હાલાઇ લોહાણા
મૂળ ગામ સલાયા જામ ખંભાળીયા હાલ મુંબઇ કાંદિવલી શ્રી સતીષભાઇ જમનાદાસ દત્તાણી (ઉં. વ. ૭૬) જે નિરંજનાબેન દત્તણીના પતિ. સ્વ. રમીલાબેન જમનાદાસ (મંગુભાઇ) દત્તાણીનાં પુત્ર. તે સ્વ. ધર્મદાસ પ્રેમજી ગઢિયાના જમાઇ. તે શ્રીમતી પ્રીતીબેન વસાણી, બ્રિજેશભાઇ તથા બરખા અમિત દાવડાના પિતાશ્રી. તે જશ, મીત અને પલકના દાદા. સ્વ. અનિલભાઇ, ભરતભાઇ, સ્વ. સરોજબેન જયંતિલાલ પાઉ, દક્ષાબેન રશ્મિનભાઇ પટેલ, જયોતિબેન સુકેતુભાઇ નાણાવટી તથા જયશ્રીબેન યોગેશભાઇ કકકાનાં ભાઇ. મનીષભાઇ, બીજલભાઇ, ચિરાગભાઇ, જયભાઇ, બાસુરીબેન, મૃગાંક મહેતાના કાકા. તા. ૩૦-૪-૨૪ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩-૫-૨૪ના શુક્રવારે સાંજે ૫થી ૭. ઠે. રઘુલીલા મોલ, ચોથે માળે, લોટસ બેન્ક વેટ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. વીરબાઇ પલણ ગામ ડુમરાવાળાનાં પુત્ર સ્વ. પુરસોતમ જેઠાભાઇ રાચ્છ ગામ નલિયાવાળાના જમાઇ. સ્વ. લક્ષ્મીદાસ જેરામ પલણ (ઉં. વ.૯૦) તા. ૨૭-૪-૨૪ના અક્ષરધામ પામ્યા છે. પત્ની: સ્વ. હેમલતાબેન લક્ષ્મીદાસ પલણ, ભાઇ: ત્રિકમજીભાઇ, શંભુભાઇ, બહેન: સ્વ. લક્ષ્મીબેન નારાણજી અનમ, ગં. સ્વ. મણીબેન રામજી દાવડા, પુત્રવધૂ-પુત્ર: મયુરી ભરત પલણ, દીકરી-જમાઇ: રીટા રમેશ માણેક. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માંગરોળ નિવાસી હાલ લંડન સ્વ. શાંતીલાલ કાલીદાસ શાહના ધર્મપત્ની ઉષાબેન (ઉં. વ. ૮૮) તે સ્વ. જશવંતભાઇ, સ્વ. કુસુમબેન ચીમનલાલ શાહ, મનીષભાઇ, શૈલેષભાઇ તથા ભૈરવીબેનના માતુશ્રી. સ્વ. રશ્મીબેન, ખ્યાતીબેન તથા મુકેશકુમાર ચંદ્રકાન્ત શાહના સાસુ. પોરબંદર નિવાસી સ્વ. ધનકોરબેન તથા સ્વ. નગીનદાસ માવજી શાહના દીકરી. આશિષ, મેહુલ, પૂર્વી પ્રશાંત ભગત, નકુલ તથા દિશા મુનીન્દ્ર પંડયાના દાદી. રમેશ તથા જયના નાની ગુરુવાર તા. ૨૫-૪-૨૪ના લંડન ખાતે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
તળાજાવાળા હાલ વિલેપાર્લે અ. સૌ. શૌભના જયંતભાઇ ભાલરીયા (ઉં. વ. ૬૩) તા. ૨૮-૪-૨૪ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મધુકાન્ત ધરમદાસ ભાલરીયા અને સ્વ. કલાવતીના પુત્રવધૂ. તે અ. સૌ. વિરાલીના માતુશ્રી. તે રોહનના સાસુ. તે ઉગલવાણવાળા સ્વ. ચુનીભાઇ અમૃતલાલ મહેતાના દીકરી. તે સ્વ. પ્રવીણભાઇ, કીરીટભાઇ, જીતુભાઇ, પરેશભાઇ તથા અશ્ર્વિનભાઇના બહેન. તે અ. સૌ. નયનાબેન રાજેન્દ્રકુમાર મહેતા તથા સ્વ. પારુલના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨-૫-૨૪ના ૫થી૭. ઠે. વિશ્ર્વ કર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે (વેસ્ટ).
હાલાઇ લોહાણા
ઘેડ માધવપુર હાલ મુંબઇ દીપકભાઇ રંગપરીયા (ઉં. વ.૬૫) તા. ૨૯-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. લીલાવંતીબેન કાકુભાઇના દીકરા. ઇંદુબેન કાંતિલાલ નથવાણી (જૂનાગઢ)ના જમાઇ. નીતાબેનના પતિ. અરવિંદભાઇ અને કલ્પનાબેનના ભાઇ. સની અને હીરાલીના પપ્પા. કાજલ અને હર્ષ બાટવીયાના સસરા. પ્રાર્થનાસભા, ગુરુવાર તા. ૨-૫-૨૪ના ૪થી ૬. ઠે. શ્રી ભાટીયા ભાગીરથી, નાની મુંબા દેવી, શંકર મંદિર ૮૮, દાદીશેઠ અગિયારીલેન, ભુલેશ્ર્વર, મુંબઇ-૨. પિયર અને સાસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે, લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
હળિયાદવાળા હાલ વિરાર સ્વ.હરકિશનદાસ જીવનલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ.ઉષાબેન (ઉં. વ. ૭૯) તે ૨૯/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે હર્ષા, વિપુલ, બિપીન તથા હિનાના માતુશ્રી. પ્રેમલ, સોનલ, રોશની તથા અજયના સાસુ. સ્વ.લલીતાબેન અરવિંદકુમાર પારેખ, સ્વ. તારાબેન રણછોડદાસ મહેતાના ભાભી. પિયરપક્ષે ખડકાળાવાળા સ્વ.તારાબેન રતિલાલ પોપટલાલ મહેતાના દીકરી. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગં. સ્વ. શાંતાબેન ભગવાનભાઇ ડોડીયા નાગેશ્રીવાળા હાલ મુંબઈ (ઉં. વ. ૯૪) તા. ૨૬/૪/૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ.જયશ્રીબેન હસમુખરાય હરસોરા મહુવા અને રેણુકાબેન હેમંતકુમાર ચૌહાણ શિહોરના માતુશ્રી. સ્વ.શશીકાંતભાઈ કેશવજી ડોડીયાના ભાભી. સ્વ. જીવરાજભાઈ વાઘજીભાઈ પરમાર જામકાવાળાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સાદડી રાખેલ નથી.
સુરતી દશા મેવાડા વણિક
ગં. સ્વ.અનસૂયાબેન ચોક્સી (ઉં. વ. ૯૦) તે ૨૮/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. વસંતલાલ મોહનલાલના ધર્મપત્ની. સ્વ.રમેશભાઈ, આશાબેન દુષ્યંતભાઈ મહેતાના ભાભી. સુરેશ, અંજના, બીના તથા રિટાના માતુશ્રી. પારૂલબેન, રમેશભાઈ, અલ્કેશભાઈ, સ્વ. ચંદ્રેશભાઇના સાસુ. સોનાલિ નૈનેશ પારેખ, રૂપાલી ઝરણ દોશીના દાદી. હર્ષુલ, ઉર્વી, કરિશ્મા, બિનલ, રિશી, રાજના નાની. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દેસાઈ સઈ સુથાર સમાજ
ગામ ઘોઘા (ભાવનગર) હાલ વસઈ સ્વ.અશોકભાઇ શાંતિલાલ ગોહિલ (ઉં. વ. ૬૩) તા.૨૭-૪-૨૪ના શનિવારે રામચરણ પામ્યા છે. તે દુર્ગાબેનના સુપુત્ર. કિશોરભાઈ વસંનબેન, હંસાબેનના ભાઈ. મનીષાબેનના પતિ. ઘનશ્યામના પિતા. સ્વ.પ્રતાપભાઈ નાથાલાલ વાઘેલાના જમાઈ. ઉમેશભાઈના બનેવી. તેમની પ્રાર્થનાસભા ૨-૦૫-૨૪ના ગુરુવારે ૪ થી ૬. દેસાઈ દરજીવાડી, ગણેશ મંદિરની સામે અશોકનગર કાંદિવલી (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
કાંદિવલી નિવાસી સ્વ.ગુલાબબેન ગીરધરલાલ બાટવીયાના દીકરી કલાબેન (ઉં. વ.૮૫) તે ૨૯/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. રમાબેન જગમોહન કોટક, મીનાક્ષી નલીનભાઇ જટણીયા, સ્વ.દિનેશ, સ્વ.નરેન્દ્ર, જયંત, પ્રકાશ તથા મુકેશના બહેન. પ્રવીણા દિનેશ, દક્ષા પ્રકાશ, આરતી મુકેશ, આશા જયંતના નણંદ. નેહલ,વિશાલ, હેમંત, શિવાની, તન્વી, વિરેશ, દીપેશના ફઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
(બાળદિયા) મૂળગામ જામખંભાળીયા, હાલ ઘાટકોપર ગોરધનદાસ ઠક્કર (ઉં. વ. ૮૯) તે સ્વ. ધરમશી જાદવજી ઠક્કર (બાળદિયા)ના પુત્ર. તે પુષ્પાબેનના પતિ. તે ભરત, ડૉ. નયન, અમરનાં પિતાશ્રી. રીનાબેન, પર્ણાબેન, માધુરીબેનનાં સસરા. તે સ્વ. રસિકભાઈ, સ્વ. હરીદાસભાઈ, સ્વ.કાંતાબેન જમનાદાસ , જયાબેન હરકીશનદાસ, સ્વ. સવિતાબેન જીતેન્દ્રના ભાઈ. સ્વ.ભાણજીભાઈ તથા સ્વ.શાંતાબેન પૌરાણાના જમાઈ. સોમવાર તા. ૨૯/૦૪/૨૪નાં શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૦૨/૦૫/૨૪ના ૪ થી ૬. અગ્રસેન હોલ, ૩જો માળ, સ્વામી નારાયણ મંદિરની ઉપર, લવંડર બાગની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button