જૈન મરણ
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
વીસામણ (પડધરી) નિવાસી હાલ મુંબઇ સ્વ. હસમુખભાઇ મુળજીભાઇ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. પ્રેમીલાબેન (ઉં. વ. 81) તા. 24-4-24ના અરિહંતશરણ થયેલ છે. તે હિતેશ, તેજસ, હીના, દિપ્તી, દિપાલીનાં માતુશ્રી. નીતા, બીના, હસમુખભાઇ, અજયભાઇ, મયુરભાઇના સાસુ. પ્રવીણભાઇ તથા સરલાબેન અનંતરાય વોરાનાં ભાભી. નિરાલી, પ્રેક્ષા, હર્ષવીના દાદી. પિયર પક્ષે સુરેન્દ્રનગર નિવાસી સ્વ. જિતેન્દ્રભાઇ, સ્વ. અરવિંદભાઇ, સુરેશભાઇ તથા પ. પૂ. વિનીત રસાશ્રીજી મ. સા. ના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થના રાખેલ નથી.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ કાંદિવલી સ્વ. હંસાબેન ઇન્દુલાલ શાહના સુપુત્ર વિજયભાઇ (ઉં. વ. 66) તે કપિલાબેનના પતિ. તે જીમી-ઇશિતાના પિતા. તે સ્વ.સવિતાબેન વાડીલાલ શાહના જમાઇ. તે રણજીત તથા અંકુશના સસરા. તે કેતનભાઇ, ભાવનાબેન શૈલેષકુમાર ગાંધીના ભાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.
ઝાલાવાડી શ્વે. મુ. પુ દશા શ્રીમાળી જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ બોરીવલી સ્વ. વિમળાબેન શાંતિલાલ શાહના પુત્ર કિજલભાઈ (ઉં. વ. 54) તે 27/4/24ના અરિહંતશરણ પામેલ છે. તે સોનલબેનના પતિ. દેવાંશ, જય તથા જાનવીના પિતા. સંદીપભાઈ, છાયાબેન અજીતભાઈ, આશાબેન કલાપીભાઈ, જયશ્રીબેન જયેશભાઇ, શૈલાબેન મિનેષભાઈના નાનાભાઈ. ગં. સ્વ. ભારતીબેન અનિલભાઈ સંઘવીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગં. સ્વ. આશાબેન (અનસુયાબેન) રૂપાણી તે સ્વ.શશીકાંતભાઈ કપુરચંદ રૂપાણીના પત્ની. તે સંજય અને મનીષના માતુશ્રી. તે અલ્પાના સાસુ. તે ઋત્વી અને વૃતાંતના દાદી. તે સ્વ. જમનાદાસ જસરાજ દોશીના પુત્રી. તે સ્વ. વિજયાબેન બળવંતરાય દડિયા તથા ગં.સ્વ. વર્ષાબેન જ્યંતિલાલ સંઘાણીના ભાભી તા: 25/4/24ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે .
પાટણ નિવાસી જૈન
પાટણ વખતજીની શેરી (હાલ મુંબઈ) શ્રીમતી દક્ષાબેન શૈલેષભાઈ શાહના ધર્મપત્ની (ઉં. વ. 71) તા.28 એપ્રિલ 2024 ના અરિહંતશરણ પામ્યા છે. વિનય, દીપા, ચાર્મીના માતૃશ્રી. ખુશ્બુ, રાજેશકુમાર,ચિંતનભાઈના સાસુ. સ્વર્ગીય રમણલાલ જેસંગલાલ પટણી, સુભદ્રાબેનના પુત્રી. નીતિનભાઈ, જતીનભાઈ, સ્વ.મધુબેન, ભારતીબેન, સરોજબેન, સ્વ.જયશ્રીબેનના બેન. ભૂમિ, પરી, પીહુ, શુભ, રિશબના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, રહેઠાણ વિનાયક સોસાયટી 701 ગજાનંદ કોલોની ગોરેગાંવ વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા.જૈન
શેખપીપળીયા નિવાસી, હાલ બોરીવલી, સ્વ.મગનલાલ હરજીવનદાસ દામાણીના ધર્મપત્ની, ગં.સ્વ.જ્યોત્સનાબેન(જયાબેન) (ઉં. વ. 85) રવિવારે તા. 28-4-24ના અરિહંતશરણ પામ્યા છે. તે નિલીમા હર્ષદ દામાણી, મીના જયેશ દામાણીના સાસુ. હિના દિપકકુમાર ઝાટકીયાના માતુશ્રી. તે સ્વ. શાંતાબેન કપુરચંદ બાખડાના સુપુત્રી. તે સ્વ.હરગોવિંદદાસ, સ્વ.લાભુબેન, સ્વ.લીલમબેન, સ્વ.અનસૂયાબેન અને ગં.સ્વ.મનોરમાબેનના ભાભી. તે સ્વ. પ્રભાબેન, સ્વ.તલતાબેન, સ્વ.કપીલાબેન, પૂષ્પાબેન, તે ફોરમ, પ્રાચી, રીશીલ, પંક્તિ, નેહા અને ઈશાના દાદી-નાની. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધાંગધ્રા નિવાસી હાલ સાયન, સ્વ. મનસુખલાલ ચત્રભુજ કામદારના ધર્મપત્ની ગં. સ્વ. જ્યોતીબેન (ઉં. વ. 88), તે પરાગ તથા અ.સૌ. પ્રિતી દિપક શાહના માતુશ્રી. તે અ.સૌ. કેતકી, દિપક ચંદ્રકાન્ત શાહના સાસુમા. સ્વ. વિનયચંદ્ર, સ્વ.હસમુખભાઈ, સ્વ.વસંતભાઈ, સ્વ.રજનીભાઈ, અનીલભાઈ, અશ્વીનભાઈ, સ્વ.કંચનબેન પ્રતાપરાય, ગં.સ્વ.દયાબેન કાંતીલાલના ભાભી. પિયરપક્ષે મુળી નિવાસી સ્વ.વાડીલાલ ત્રીકમલાલ શાહના સુપુત્રી. તે કરણ અને આંગીના નાનીમા તા. 28-4-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તા. 30-4-24ના 4.00 થી 6.00. સ્થળ- ક્રિસ્ટલ બેન્કવેટ, માનવ સેવા સંઘ, ગાંધી માર્કેટની સામે, સાયન-વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના અ.સૌ. લક્ષ્મીબેન (સાકરબેન) હરીલાલ વેલજી દેઢીયા (ઉં. વ. 69) તા. 26-4-24ના રોજ અવસાન પામેલ છે. માતુશ્રી વેલબાઇ વેલજી તેજશીના પુત્રવધૂ. હરીલાલના ધર્મપત્ની. સરલા, રાજેશ, વિજય, ડેની, મહેશના માતુશ્રી. વડાલાના રાયશી રવજી, પત્રીના લખમશી નાગશીના સુપુત્રી. ભવાનજી લખમશી, ભવાનજી, મોરારજી, હીરજી, લાલજી, માવજી, પુરબાઇ, લધીબાઇ, ભાણબાઇ, મુલબાઇ, નિર્મળાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. હરીલાલ વેલજી દેઢીયા, કિશાન કુટીર, નિસર ફરીયો, ગામ : વડાલા, તા. મુંદ્રા (કચ્છ).
કોટડા (રોહા) ના ચંદુલાલ (ચંદ્રકાંત) કુંવરજી ટોકરશી વિસરીયા (ઉં. વ. 60) 27-4-24ના અવસાન પામેલ છે. પાનબાઇ (બુધ્ધીબાઇ)ના પુત્ર. ભાવનાના પતિ. મયુરી, જયના પિતાશ્રી. જયેશ, લીલાવંતી, પીતીના ભાઇ. વેલબાઇ તેજશીના જમાઇ. ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. એડે્રસ : ચંદુલાલ વિસરીયા, 403/બી, સાઇનાથ પાર્ક, ચંદ્રગંગા સ્પંદન હોસ્પીટલની બાજુમાં, મુલુંડ (ઇ.).
મેરાઉના નિર્મલા મુલચંદ દેઢીયા (ઉં. વ. 67) તા. 27-4-24ના અવસાન પામેલ છે. માતુશ્રી મણીબેન ટોકરશી વેલજીના પુત્રવધૂ. મુલચંદના પત્ની. કલ્પેશ, પ્રીતીના માતુશ્રી. મેરાઉ ઉમરબાઇ દેવજી મણશી ભેદાના પુત્રી. સુરેશ, હરેશ, ના. તુંબડી રસીલા રાયશી, બાડા મીના અશોકના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કલ્પેશ દેઢીયા, 302, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (પૂ.).
મોટી ખાખર હાલે સાંગલીના ચંદ્રકાંત ચુનીલાલ ભેદા (ઉં. વ. 76) તા. 27-4-24ના અવસાન પામેલ છે. માતુશ્રી નાનબાઇ ચુનીલાલ ભવાનજીના સુપુત્ર. સ્વ. જયાબેનના પતિ. સ્વ. મનીષા, હર્ષદ, મીનલના પિતા. સ્વ. મનસુખ, રેખાબેનના ભાઇ. બિદડાના સાકરબેન હરશી નરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડે્રસ : હર્ષદ ભેદા, જયાચંદ્ર, હોટેલ પૈ પ્રકાશની પાછળ, વિશ્રામબાગ, સાંગલી, મહારાષ્ટ્ર.