નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં પોલીસની કાર્યવાહી, તેલંગણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીને દિલ્હી બોલાવ્યા

આ એડિટેડ વીડિયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી કથિત રીતે એસસી-એસટી અને ઓબીસી અનામત ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે

નવી દિલ્હી: દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો શેર કરવા બદલ એફઆઈઆર નોંધી છે. હવે દિલ્હી પોલીસે આ મામલે તેલંગણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીને નોટિસ પાઠવી છે. સોમવારે (29 એપ્રિલ) પોલીસે અમિત શાહના નકલી વીડિયોને સર્ક્યુલેટ કરવાના મામલામાં રેડ્ડીને નોટિસ પાઠવી હતી અને તેમને 1 મેના રોજ પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું હતું.

દિલ્હી પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં તેલંગણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીને તેમનો ફોન પણ સાથે લાવવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર રેડ્ડીના ફોનની પણ તપાસ કરવામાં આવશે. વાસ્તવમાં રેવંત રેડ્ડીએ પોતાના એક્સ એકાઉન્ટમાં અમિત શાહનો ફેક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયો તેલંગણા કોંગ્રેસના સત્તાવાર એકાઉન્ટ સહિત પાર્ટીના ઘણા નેતાઓએ શેર કર્યો છે.

અમિત શાહે એડિટેડ વીડિયોમાં શું કહ્યું?

આ એડિટેડ વીડિયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી કથિત રીતે એસસી-એસટી અને ઓબીસી માટે આરક્ષણ નાબૂદ કરવાની વાત કરતા જોવા મળે છે. પીટીઆઈના ફેક્ટ ચેકમાં સામે આવ્યું હતું કે અમિત શાહે કર્ણાટકમાં મુસ્લિમોને આપવામાં આવેલ આરક્ષણ ખતમ કરવાની વાત કરી હતી.

આપણ વાંચો: Lok Sabha Election 2024: તમારા પીએમ પદના ઉમેદવાર કોણ છે?’ INDI ગઠબંધનને અમિત શાહનો પડકાર

અમિત માલવિયાએ કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી હતી

રવિવારે (28 એપ્રિલ) દિલ્હી પોલીસે અમિત શાહના એડિટેડ વીડિયોને ફેલાવવાના મામલે એફઆઈઆર નોંધ્યો હતો. ભાજપ અને ગૃહ મંત્રાલયની ફરિયાદ પર આ મામલે એફઆઈઆર નોંધવામાં આવ્યો છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરનારા તમામ લોકો સામે કાયદાકીય કાર્યવાહી માટે આખા દેશે તૈયાર રહેવું જોઈએ.

કોની વિરૂદ્ધ એફઆઈઆર નોંધાઈ?

પોલીસે નોંધેલી એફઆઈઆરમાં અમિત શાહનો નકલી વીડિયો ફેલાવનારા તમામ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં આઈપીસીની કલમ 153/153અ/465/469/171જી અને આઈટી એક્ટની કલમ 66ઈ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…