રાહુલ ગાંધીનો હુંકાર ‘સત્તામાં આવીશું તો 50 ટકા અનામત મર્યાદા હટાવીશું, આ કોઈ સામાન્ય ચૂંટણી નથી…’
કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની જાહેરસભાઓમાં ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરી રહ્યા છે. સોમવારે છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના સાકરી ગામમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી 50 ટકા અનામતની મર્યાદા હટાવી દેશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે વર્તમાનમાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણી કોઈ સામાન્ય ઘટના નથી, તે બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે. આ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ અને આરએસએસ બંધારણને નષ્ટ કરવા માંગે છે અને તેને બદલવા માંગે છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ કહે છે કે તેઓ વંચિત સમુદાયો માટે નોકરીઓ અને શિક્ષણમાં આનામત ખતમ કરશે.
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આટલું બોલીને અટક્યા નહોંતા, તેમણે વધુમાં કહ્યું કે આ લોકસભાની ચૂંટણી લોકશાહી, બંધારણ, અનામત અને ગરીબોના અધિકારોને બચાવવા માટે છે. તેમણે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં લોકોને સમજાયું કે લોકશાહી, બંધારણ, અનામત અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો પર હુમલો થઈ રહ્યો છે.
मैं BJP नेताओं को चैलेंज करता हूं, वे कह दें कि..
— Congress (@INCIndia) April 29, 2024
– PSUs का निजीकरण नहीं किया जाएगा
– ठेकेदारी प्रथा बंद की जाएगी
– किसानों का कर्ज माफ किया जाएगा
BJP के लोग ऐसा नहीं कह सकते, क्योंकि इनकी विचारधारा गांधी, नेहरू और अंबेडकर जी की नहीं है।
इनकी विचारधारा चंद उद्योगपतियों को देश… pic.twitter.com/plSQqsSxBx
આ દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપના નેતાઓ કહે છે કે તેઓ બંધારણને ખતમ કરી દેશે. આરક્ષણ ખતમ કરશે. આ બંધારણથી અનામત સિસ્ટમ આવી, મતદાનનો અધિકાર આવ્યો, જાહેર ક્ષેત્ર આવ્યું. તમારા તમામ અધિકારો બંધારણની ભેટ છે. જો તે જતું રહેશે તો આદિવાસી ભાઈઓની જળ, જંગલ, જમીન અને જીવન જીવવાની રીત પણ જતી રહેશે.