નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ત્રીજા અને ચોથા ચરણના મતદાનમાં ‘ભાલા ભોંકાય’તેવો તાપ પડશે

દેશભરમાં પ્રખર ગરમી વચ્ચે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રીજા અને ચોથા ચરણના મતદાન વખતે ભીષણ ગરમીના સંકેતો મળી રહ્યા છે. આ બંને ચરણના મતદાનમાં લાગબહગ 191 બેઠકમાથી 186 જેટલી બેઠકો પર ‘દનૈયા’ તપશે.આકાશમાથી આકરી લૂ વરસવા અનુમાન કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય-પૂર્વ અને દક્ષિણના ક્ષેત્રોમાં તાપમાન વધુ ઊંચું રહેશે.ત્યારે 136 જેટલા સંસદીય ક્ષેત્રમાં તાપમાન 40 ડિગ્રીથિ વધુ રહેવાની સંભાવના વ્યકત કરાઇ છે. હાલ પણ દેશના મોટાભાગના વિસ્તારોમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે કેરળમાં બે વ્યક્તિઓના ગરમીના કારણે મોત થયા છે અને પ્રિ-સ્કૂલ્સ બંધ કરી દેવાના આદેશ પણ અપાયા છે.

આપણ વાંચો: મહારાષ્ટ્રના ત્રીજા તબક્કાના મતદાનમાં 208 ઉમેદવાર વચ્ચે જંગ

હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે પશ્ચિમ બંગાળ, બિહાર,આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં ભીષણ ગરમીનો પ્રકોપ વર્તાઇ શકે છે. આ વચ્ચે ચૂંટણી પ્રચાર અને મતદારોને મતદાન મથક સુધી કેવી રીતે પહોચાડવા તે સમસ્યા તમામ રાજકીય પક્ષોને થઈ પડી છે.

દેશમાં પહેલા બે ચરણના લોકસાસભા ચૂંટણીનાં મતદાનમાં 2019ની સરખામણીએ સરેરાશ વોટિંગ ઘટ્યું છે. હવેના પાંચ ચરણમાં મતદાન બાકી છે ત્યારે, વોટિંગ ઉપર પડનારી વિપરીત અસર સ્થાનિક પક્ષો અને રાષ્ટ્રીય પક્ષોને હંફાવી દેશે તેમાં શંકા નથી.

ગુજરાતમાં ત્રણ દિવસ યલો અલર્ટ

દેશના તાપમાન સાથે ગુજરાતનું તાપમાન પણ ઊંચું જઈ રહ્યું છે. હવામાન વિભાગે ફરીથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાનું અનુમાન કર્યું છે .દરમિયાન સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી સાથે પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button