હિન્દુ મરણ
ભાવનાબેન વાઘાણી (ઠકકર) (ઉં. વ. ૬૭) તે સ્વ. ઉદયભાઇ બિન્દુલાલ વાઘાણી (ઠકકર)ના ધર્મપત્ની હાલ કાંદિવલી મુંબઇ તા. ૨૬-૪-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે શસાંકના માતુશ્રી. દિપ્તીબેનના સાસુમા. ધ્વીતી, ધ્વીશાના દાદીમા. સ્વ.ચંપકલાલ ત્રિભુવનદાસ અઢિયાના સુપુત્રી. પંકજભાઇ, ઘનશ્યામભાઇ, સ્વ. નરેશભાઇ, નયનભાઇના બહેન. તે પૂનમબેન અરવિંદભાઇ વડેરાના ભાભી. પ્રાર્થનાસભા બન્ને પક્ષની તા. ૨૯-૪-૨૪ના સોમવાર ૫થી ૭. ઠે. કાંદિવલી લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર
બંધ છે.
સિંબર સમવાય ઔદિચ્ય અગયારશી બ્રાહ્મણ
દિવ નિવાસી હાલ:કલ્યાણ, સ્વ.જટાશંકર રેવાશંકર ભટ્ટ ના મોટા દીકરા વિજયભાઈ (ઉં.વ.૬૩) તે પ્રવિણાબેનના પતિ, શ્ર્વેતાબેન પરેશકુમાર મકવાણા, વૃત્તિ બેન જીતેશકુમાર વિઠ્ઠલાણીના પિતાશ્રી, સ્વ.રાજેશભાઈ, કલ્પનાબેન, નલીનીબેનના ભાઈ તથા મહુવાવાળા સ્વ.દેવશંકર ભાણજીભાઈ જોષીના જમાઈ તા. ૨૬/૪/૨૪ ને શુક્રવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૯/૪/૨૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ જલારામ હોલ, લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, કલ્યાણ( વેસ્ટ).
લોહાણા
મૂળ ગામ મહુવા, હાલ કલ્યાણ નિવાસી સ્વ. ઇન્દિરાબહેન અને સ્વ. ત્રંબકભાઈ વિઠ્ઠલદાસ કારિયાના પુત્ર જીતેશભાઈ ( ઉં.વ.૫૯ ) તે સ્વ. દ્વારકાદાસ ( કાકુભાઈ ), સ્વ. ગોરધનભાઈ, સ્વ. અનિલભાઈ, પ્રમીલાબહેન અરવિંદભાઈ ચંદારાણાના ભત્રીજા. મોનિકાબહેનના પતિ. દક્ષેશભાઈના પિતાશ્રી. જયેશભાઈ, મયુરીબહેન ચેતનભાઇ માખેચાના નાનાભાઈ, સ્વ જગદીશભાઈ ( નાનુભાઈ ) કરસનદાસ તન્ના – થાણાના જમાઈ, શુક્રવાર, તા. ૨૬/૦૪/૨૦૨૪ ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૯/૦૪/૨૦૨૪ ના સાંજે ૪ થી ૬, માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, સહજાનંદ ચોક, કલ્યાણ – પશ્ર્ચિમ.
કપોળ
ધારીવાળા હાલ કાંદિવલી પ્રાણલાલ ચિતલીયા (ઉં.વ.૮૮) તા. ૨૬/૪/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. નર્મદાબેન છગનલાલ ચિતલીયાના પુત્ર, સ્વ. શારદાબેન ના પતિ, બીના, રાકેશ, યોગિતા (માનસી)ના પિતાશ્રી, યોગેશકુમાર, પારૂલ તથા હેમલકુમારના સસરા, સ્વ. લીલીબેન, સ્વ. તાપીબેન, સ્વ. મગનલાલ, સ્વ. પુષ્પાબેનના ભાઈ, સાસરાપક્ષે સમઢીયાળાવાળા સ્વ. હરિલાલ ધનજીભાઈ મહેતાના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણ
કનકભાઈ મૂળશંકર ત્રિવેદી (ઉં.વ.૭૭) તે વરસડા વતની હાલ કાંદિવલી ૨૭/૪/૨૪ ના શનિવારના અવસાન પામેલ છે. તે કાશ્મીરાબેનના પતિ. ચિરાગ, પ્રીતમ તથા સચિનના પિતા. અ.સૌ. સોની, અ.સૌ પીનલ તથા અ.સૌ. રોશીદાના સસરા. સ્વ. રમેશભાઈ, જનાર્દનભાઈ, હરેશભાઇ, બિપીનભાઈ, સ્વ. ભારતીબેન, સ્વ. રંજનબેન તથા શ્રીમતી નયનાબેનના ભાઈ. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૨૯/૪/૨૪ સોમવાર રોજ સાંજે ૪ થી ૬.
હાલાઈ લોહાણા
ગં.સ્વ. અનસુયાબેન મનસુખલાલ ગણાત્રા (ઉં. વ. ૮૩) ૨૬-૪-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. દ્વારકાદાસ પ્રેમજી ગણાત્રા, સ્વ. ધીરજલાલ પ્રેમજી ગણાત્રા, સ્વ. પ્રભુદાસ પ્રેમજી ગણાત્રાના નાનાભાઈના પત્ની અને સ્વ. દુર્લભજી હંસરાજ વિઠલાણીના પુત્રી. પ્રાર્થનાસભા ૨૯-૪-૨૪ના સોમવાર સાંજે ૫થી ૬, પંચનાથ મહાદેવ મંદિર, એસ.વી. રોડ, મલાડ વેસ્ટ.
પાટણ વિશા દિશાવાળ
હાલ કાંદિવલી નીલાબેન શાહ (ઉં. વ. ૭૬) તે નવનીતલાલ શાહના પત્ની. તે હીનાબેન, અર્ચના, કાર્તિકા, વૈશાલી, પરાગના માતુશ્રી. તે નિલેશકુમાર, રીકેશકુમાર, કૌસ્તુભકુમાર તથા હેતલના સાસુ. તે સૂર્યાબેન, રસિકલાલની દીકરી. તે હર્ષાબેન, દક્ષાબેન, નરેન્દ્રભાઇની બેન. તે જીવાંશના દાદી. પૂર્વા, આધ્યા, નવ્યા, આહાના, અરિજંય તથા જેનીલના નાની. તા. ૨૭-૪-૨૪ના શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. બેસણું: તા. ૨૯-૪-૨૪ના સોમવારના ૪થી ૬. ઠે. ૪૦૨, કાંદિવલી ત્રિવેણી કો-ઓ. હાઉસિંગ સોસાયટી, રામ ગલી, બ્યુટી શોપની સામે, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
મુળ ગામ નાગલપર મુંદ્રા (અંજાર) નિવાસી હાલ મુંબઇ સ્વ. તુલસીદાસ કાનજી કારીઆ (ઠકકર)ના પુત્ર સ્વ. મુકેશ (અનિલ) કારીઆ (ઉં.વ.૬૩) સ્વ. મહેન્દ્રભાઇ, કિશોરભાઇ અને મનોહરભાઇ (બાલા)ના ભાઇ. ગં. સ્વ. શોભનાબેનના પતિ. સૌ. ભાવનાબેન ભાવેશ, ચગસોતા, નયના અમિત સુમારિયાનાં પિતાશ્રી. ભાવેશ, શામજી ચગસોતા હાલ પેણ તથા અમિત ગુલાબચંદ સુમારિયાનાં સસરા. તા. ૨૬-૪-૨૪ના મુલુંડ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના અને લૌકિક વ્યવહાર બંધ છે.