આમચી મુંબઈ

આકરો એપ્રિલ મુંબઈગરાઓ ગરમીથી ત્રાહિમામ્

થાણે ૪૨.૬ ડિગ્રી, નવી મુંબઈ ૪૧ ડિગ્રી, માથેરાન ૩૯ ડિગ્રી

ખરા બપોરે ખાલીખમ: સામાન્ય રીતે રવિવારે મુંબઈના મરીન ડ્રાઇવ પર યુવાઓ, પ્રેમી પંખીડાઓ અને બાળકો અને જીવનસાથી સાથે ફરવા આવનારા દંપતિઓનો મેળાવડો જામેલો હોય છે. જોકે, સૂર્યદેવ કોપાયમાન થયા હોય તેવી આગઝરતી ગરમી મુંબઈમાં વરસી રહી હોવાથી મરીન ડ્રાઇવ પર આ રવિવારે પંખી પણ ફરકતું દેખાતું નહોતું. બીજી બાજુ જે લોકોએ ઘરની બહાર નીકળવાની ફરજ પડી તે પણ તાપથી બચવા છત્રી લઇને કે પછી માથા અને મોંઢા ઢાંકીને ફરતા દેખાયા હતા. (અમય ખરાડે)

મુંબઈ: હવામાન ખાતા દ્વારા રવિવાર અને સોમવાર એમ બે દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે અને રવિવારે મુંબઈ, નવી મુંબઈ અને થાણે સહિત અનેક વિસ્તારોમાં તાપમાનનો આંકડો ૪૧ ડિગ્રી સેલ્સિયશને પાર નીકળી ગયો હતો. આ સિવાય મુંબઈની નજીક આવેલા હિલ સ્ટેશનો પર પણ પારો ઊંચો નોંધાયો હતો. રવિવારે થાણેમાં બપોરનું મહત્તમ તાપમાન ૪૨.૬ ડિગ્રી નોંધાયું હતું જ્યારે સવારનું લઘુતમ તાપમાન ૨૯.૮ ડિગ્રી રહ્યું હતું. મુંબઈના મીરા રોડ ખાતે બપોરના સમયે તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું અને નવી મુંબઈમાં તાપમાને ૪૧ ડિગ્રી સેલ્સિયસનો આંકડો પાર કરી દીધો હતો. જ્યારે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ તાપમાન ૩૬થી
૩૭ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જોવા
આકરો એપ્રિલ
મળ્યું હતું. આ દરમિયાન હિલ સ્ટેશન માથેરાનમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહાબળેશ્ર્વરમાં પારો ૩૪.૧ ડિગ્રીએ રહ્યો હતો. આ સિવાય મુંબઈમાં સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૮.૧ ડિગ્રી અને કોલોબામાં ૩૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

મહારાષ્ટ્ર જ નહીં પણ દેશભરમાં તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને નાગરિકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ગરમીને કારણે નાગરિકો હેરાનપરેશાન થઈ રહ્યા છે ત્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ નાગરિકોને આ હીટવેવથી પોતાની જાતને કઈ રીતે બચાવી શકાય એ માટેની વિવિધ એડવાઈઝરી બહાર પાડીને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.

હવામાન ખાતા દ્વારા મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લામાં રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી હતી. આ દરિમયાન તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસથી ૪૦-૪૧ ડિગ્રી સુધી જશે, એવી ચેતવણી પણ હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.

જોવા મળી રહ્યો છે અને નાગરિકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ગરમીને કારણે નાગરિકો હેરાનપરેશાન થઈ રહ્યા છે ત્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ નાગરિકોને આ હીટવેવથી પોતાની જાતને કઈ રીતે બચાવી શકાય એ માટેની વિવિધ એડવાઈઝરી બહાર પાડીને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.

હવામાન ખાતા દ્વારા મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લામાં રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી હતી. આ દરિમયાન તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસથી ૪૦-૪૧ ડિગ્રી સુધી જશે, એવી ચેતવણી પણ હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.

મુંબઈ ત્રણ દાયકાથી ત્રસ્ત છે અર્બન હીટથી, કારણ માત્ર કોંક્રીટીકરણ
મુંબઈ: રાજ્ય સહિત મુંબઈ અને થાણેમાં હવામાન ખાતા દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે પણ શું આ હીટવેવ બે જ દિવસ પૂરતી મર્યાદિત નથી. અર્બન હીટની સમસ્યા મુંબઈને છેલ્લા કેટલાય દાયકાઓથી સતાવી રહી છે.

છેલ્લાં ત્રણ દાયકાથી શહેરના તાપમાનમાં થયેલો વધારો અને કોંક્રીટીકરણમાં થયેલા વધારાને કારણે પહેલાં કરતાં લાંબા સમય સુધી ગરમી અટકી પડે છે અને એટલે ગરમી પડવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે એવી માહિતી હવામાન ખાતાના અધિકારી દ્વારા આપવામાં આવી છે. આ સિવાય પર્યાવરણ તજજ્ઞ દ્વારા આ પાછળનું સૌથી મોટું કારણ એટલે શહેરમાં ઘટી રહેલી હરિયાળી અને બિલ્ડિંગના બાંધકામ દરમિયાન નિયમોમાં કરવામાં આવતી બાંધછોડ પણ સતત વધી રહેલી ગરમીનું મુખ્ય કારણ છે.

પ્રાદેશિક હવામાન ખાતાના વરિષ્ઠ અધિકારીએ મુંબઈમાં સતત કેમ હીટવેવ અને ગરમી વધતી જઈ રહી છે એવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે કોંક્રીટીકરણ એ સતત વધી રહેલા તાપમાનનું મુખ્ય કારણ છે. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ગગનચૂંબી ઈમારતો ઊભી થઈ રહી છે, જેને કારણે પણ હીટવેવ અનુભવાય છે. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો મુંબઈમાં બપોરનું તાપમાન એક વાગ્યે ૪૭ ડિગ્રી સેલ્સિયન સુધી પહોંચે છે તો ગરમીને કારણે કોંક્રીટીકરણને કારણે અને સંરચનામાં લાંબા સમય સુધી ટકી રહી છે અને તે તમને એક કલાક માટે નહીં પણ લાંબા સમય સુધી અનુભવાય છે.

પર્યાવરણવાદીએ જણાવ્યું હતું બિલ્ડિંગના ક્ધસ્ટ્રક્શન વખતે ખુલ્લી જગ્યા છોડવાનું ફરજિયાત છે પણ હકીકતમાં આ નિયમનું પાલન ખૂબ જ ઓછું કરવામાં આવે છે. આ સાથે સાથે જ મુંબઈમાં વિવિધ વિકાસ કામો માટે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે. વાસ્તવિકતામાં નિયમ તો એવો છે કે જેટલા વૃક્ષો કાપવામાં આવે છે એટલા જ વૃક્ષો પાછા લગાવવા પણ પડે છે, પરંતુ આ નિયમનું પાલન પણ નથી કરવામાં આવતું. રસ્તાની બને બાજુ ૧૦થી ૨૦ મીટરના અંતરે વૃક્ષો હોવા જોઈએ પણ મુંબઈમાં કોંક્રીટીકરણ કરીને જે વૃક્ષો બચ્યા છે એનું પણ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.

ઘટી રહ્યું છે ભૂગર્ભનું જળસ્તર
જમીનની નીચે રહેલું પાણી પણ જમીનને ઠંડી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ આજકાલ અંડરગ્રાઉન્ડ ક્ધસ્ટ્રક્શન થઈ રહ્યા છે અને એને કારણે ભૂગર્ભમાં રહેલાં જળસ્તરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ભૂગર્ભમાં જળ જ નહીં હોય તો કુદરતી રીતે જમીન જ કઈ રીતે ઠંડી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button