પુણેમાં પેટ્રોલ@50 Rs, જાણો શું છે આખી સ્કીમ…
પુણેઃ દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. મતદાનના બે તબક્કા પૂરા થયા છે અને આ બંને તબક્કામાં વિદર્ભના મતદારો સૌથી વધુ નિરુત્સાહ જોવા મળ્યા હતા. આ વખતે વિદર્ભમાં 2019 કરતાં પણ ઓછું મતદાન થયું હતું. આ ઓછા થયેલાં મતદાનનો ફટકો કોને પડશે એ તો ચોથી જૂનના ખબર પડશે. આઈ નો આઈ નો હવે તમને થઈ રહ્યું છે કે હેડિંગમાં તો પુણેમાં 50 રૂપિયામાં પેટ્રોલ આપવાની વાત કરી છે અને અહીંયા તો ચૂંટણી અને આંકડાઓની વાત થઈ રહી છે. થોડી ધીરજ રાખો તમને આખી વાત જણાવવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ શું છે આખી સ્કીમ…
વાત જાણ એમ છે કે વિદર્ભમાં જોવામાં મળેલી મતદાનની ટકાવારી જેવું જ પુણેમાં ના થાય અને પુણેમાં મતદાનની ટકાવારી વધે એ માટે વિવિધ સ્કીમ શરૂ કરવામાં આવી છે અને એમાંથી જ એક સ્કીમ આ પણ છે. પુણેમાં જો તમે મતદાન કરસો તો તમને 50 રૂપિયાનું પેટ્રોલ ફ્રી આપવામાં આવશે. વોટ કર પુણેકર નામના અભિયાન અંતર્ગત મતદાન કરીને આવનાર મતદાતાને એક લિટર ઓઈલ ખરીદનારને 50 રૂપિયાનું પેટ્રોલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પુણે પેટ્રોલ ડિલર્સ એસોસિએશન દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: નવા પેટ્રોલ-ડીઝલના ભાવ થયા અપડેટ, જાણો ક્યાં સસ્તું થયું ક્યાં મોંઘું?
પુણેના આ એસોસિએશને વિવિધ સંસ્થાઓ સાથે મળીને આ ઉપક્રમ હાથ ધર્યો છે અને આ અનુસાર મતદાન કરીને આવનાર મતદાતાઓ આવીને ઈન્ક દેખાડતા એક લિટર ઓઈલ ખરીદશે તો તેને 50 રૂપિયાનું પેટ્રોલ ફ્રીમાં આપવામાં આવશે.
પુણેમાં 13મી મેના મતદાન થવાનું છે અને ત્યારથી 20મી મે સુધી આ ઉપક્રમ ચાલુ જ રહેશે, એવી માહિતી પેટ્રોલે ડિલર્સ એસોસિએશનના અધ્યક્ષ દ્વારા આપવામાં આવી છે. વુધમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ સિવાય અમે લોકો ઘરે ઘરે જઈને લોકોને મતદાન કરવા માટે જાગરૂક કરવાના છીએ અને સિનિયર સિટીઝનોને વોટિંગ બૂથ સુધી લાવવામાં પણ મદદ કરવાના છીએ. મતદાનના દિવસે ફરજ બજાવી રહેલાં પોલીસોને 20,000 પાણીની બોટલનું વેચાણ પણ કરવામાં આવશે.