Petrol Diesel Price Today: લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) ના પ્રથમ તબક્કા હેઠળ આજે એટલે કે 19મી એપ્રિલે મતદાન થઈ રહ્યું છે. આ પહેલા સરકારી તેલ કંપનીઓએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા દરો (Petrol Diesel Today Price) અપડેટ કર્યા છે. જે મુજબ આજે રાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પણ સસ્તું થયું છે. જ્યારે ઘણા રાજ્યો એવા છે જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.
આટલા રાજ્યોમાં પેટ્રોલ થયું સસ્તું
જો રાજ્ય સ્તરની વાત કરીએ તો આજે યુપીમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે. અહીં પેટ્રોલની કિંમત 10 પૈસા ઘટીને રૂ. 94.37 પ્રતિ લિટર અને ડીઝલ 12 પૈસા ઘટીને રૂ. 87.41 પ્રતિ લિટર થઈ ગઈ છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ, ઝારખંડ, કેરળ, મધ્યપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, રાજસ્થાનમાં પણ પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે.
ક્યાં કેટલી કિંમત?
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા અને ડીઝલની કિંમત 92.54 રૂપિયા પ્રતિ લીટર છે.
જ્યારે, બિહાર, આસામ, ગોવા, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, પુડુચેરી, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે.