આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહારાષ્ટ્રની ભાખરી ખાઇને ગુજરાતની ચાકરી કેમ?: શરદ પવાર જૂથના સાંસદે ગુજરાતનો મુદ્દો ઉઠાવ્યો

ગુજરાતીઓ હજી પણ રાજકારણીઓ માટે સોફ્ટ ટાર્ગેટ

યશ રાવલ

મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનો પ્રચાર વધુ અને વધુ ઉગ્ર બનતો જાય છે અને શરદ પવાર જૂથની એનસીપીના બીડના ઉમેદવાર દ્વારા વહુએ સાસરે જ રહેવું જોઇએ તેવું મહિલાઓનું અપમાન કરતું નિવેદન કરવામાં આવ્યું ત્યાર બાદ તેમના વધુ એક ઉમેદવાર દ્વારા પ્રાંતવાદનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જાણીતા મરાઠી અભિનેતા તેમ જ શિરુર લોકસભા બેઠકના શરદ પવાર જૂથના ઉમેદવાર અમોલ કોલ્હેએ પોતાના પ્રચાર દરમિયાન ગુજરાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર નિશાન સાધતા કહ્યું હતું કે તમે મહારાષ્ટ્રની ભાખરી ખાઇને ગુજરાતની ચાકરી શા માટે કરો છો? ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ કેેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતી હોવાના કારણે અવાર નવાર ગુજરાતીઓ અને ગુજરાતને રાજકીય આક્ષેપ બાજીમાં સંડોવીને નકારાત્મક પ્રચાર કરતો આવતો હોવાનું જોવા મળ્યું છે.


આ પણ વાંચો:
વહુએ સાસરિયે જ રહેવું જોઇએ: શરદ પવાર જૂથના ઉમેદવારનો બફાટ

બધો જ વિકાસ ફક્ત ગુજરાતમાં થતો હોવાનું અને ગુજરાતને વધુ નાણા ભંડોળ પૂરું પાડવામાં આવતા હોવાના આક્ષેપો છેલ્લાં દસ વર્ષમાં અનેક વખત કરવામાં આવ્યા છે અને હવે ચૂંટણી આવી છે ત્યારે પણ ગુજરાત પરિબળનો ઉપયોગ થઇ રાજકીય આક્ષેપબાજી માટે થઇ રહ્યો છે.

આ પહેલા લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે પણ વડા પ્રધાન મોદી અને અમિત શાહની ટીકા કરતા વખતે દેશ માટે ગુજરાતીઓ શહીદ નથી થતા અને કૌભાંડો ફક્ત ગુજરાતીઓ જ કરતા હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. નીરવ મોદી, મેહુલ ચોકસી જેવા ભાગેડુંઓનો સંબંધ આખા ગુજરાતી સમાજ સાથે જોડીને ગુજરાતી સમાજની પ્રતિમાને ખરડાવવામાં આવી હોવાનો આ કિસ્સો હતો.


આ પણ વાંચો:
…તો શરદ પવાર પણ મહાયુતિમાં સામેલ થયા હોત: અજિત પવાર જૂથના નેતાનો દાવો

એટલે કે વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન બંને ગુજરાતી હોવાના કારણે ગુજરાત અને ગુજરાતીઓ રાજકારણીઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button