નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

આદિત્ય એલ -1 ની પૃથ્વીની ચોથી પરિક્રમા પૂર્ણ: સૂર્યની દિશામાં એક ડગલું વધુ આગળ…

શ્રીહરિકોટા: ભારતના પહેલાં સૌર મીશન અંતર્ગત અવકાશમાં મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 એ તેનો ચોથા ફેઝ અર્થ બાઉન્ડ મેન્યુઅર સફળતાથી પૂર્ણ કર્યો છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે. અર્થ બાઉન્ડ મેન્યુઅર એટલે પૃથ્વીની આસપાસ ફરતી વખતે તેની ગુરુત્વાકર્ષણ શક્તી દ્વારા અંતરિક્ષમાં પ્રવાસ કરવાની ગતી નિર્માણ કરવી.

સૂર્યનો અભ્યાસ કરવા માટે અવકાશમાં મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 ભારતની પહેલી ઝૂંબેશ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લૅગ્રેંજ બિંદુ છે. લૅગ્રેંજ પોઇન્ટ એ એવી જગ્યા છે જ્યાંથી સૂર્ય ગ્રહણ કોઇ પણ અડચણ વીના જોઇ શકાય છે. આદિત્ય એલ-1 અવકાશયાન લૅગ્રેંજ પોઇન્ટ 1 પર મોકલવામાં આવી રહ્યું છે. લૅગ્રેંજ પોઇન્ટ 1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતર છે. જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચે 15 કરોડ કિલોમીટરનું અંતર છે.


ISRO એ ટ્વીટ કરી લખ્યું કે, ફોર્થ અર્થ બાઉન્ડ મેન્યુઅર (EBN#4) સફળ થયું છે. શ્રીહરીકોટામાં આવેસ સતીષ ધવન સ્પેસ સેન્ટર અને પોર્ટ બ્લેઅરમાં આવેલ ગ્રાઉન્ડ સ્ટેશનના માધ્યમથી આ ઉપગ્રહની માહિતી મેળવવામાં આવી.
આદિત્ય એલ-1 અવકાશ યાનનું પહેલું, બીજુ અને ત્રીજું અર્થ બાઉન્ડ મેન્યુઅર 3, 5 અને 10 સપ્ટેમ્બરે સફળતાથી પૂર્ણ થયું છે. ISRO નું અવકાશ યાન 16 દિવસ પૃથ્વીની આસપાસ ફરશે. પાંચમો અર્થ બાઉન્ડ મેન્યુઅર સફળતા પૂર્વક પૂર્ણ થયા બાદ આદિત્ય એલ-1 તેના 110 દિવસના પ્રવાસ માટે લૅગ્રેંજ પોઇન્ટ તરફ રવાના થશે.


અવકાશ યાનના માધ્યમથી સૂર્યની હીલચાલ પર ધ્યાન ધ્યાન આપવામાં મદદ થશે. એમ ISRO દ્વારા કહેલામાં આવ્યું છે. આદિત્ય એલ-1ની સાથે અનેક ઉપકરણો મોકલવામાં આવ્યા છે. અને તેના દ્વારા સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે. સોલર ફ્લેઅર્સ, કોરોનલ માસ એન્જેક્શન જેવી વાતો પર ધ્યાન રાખવું બહુ જરુરી છે એમ પણ ISRO એ કહ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત