ભાભીજી ઘર પે હૈની આ ભાભીજીની ઈન્સ્ટા પૉસ્ટે ફેન્સને ચિંતામાં મૂકી દીધા
ટીવી પર ખૂબ જ નામના મેળવી ચૂકેલી સિરિયલ ભાભીજી ઘર પે હૈ જ્યારે શરૂ થઈ ત્યારે શિલ્પા શિંદે અને સૌમ્યા ટંડનનો ચાર્મ એટલો હતો કે સિરિયલ ઑન એર થયાની સાથે જ પોપ્યુલર થઈ હતી. જોકે ત્યારબાદ શિલ્પા અને પ્રોડ્યુસરને વિવાદો થતા વાત વણસી ને શિલ્પાએ શૉ છોડી દીધો અને છેલ્લે 2020માં સૌમ્યાએ પણ શૉ છોડી દીધો. આ સૌમ્યા ટંડને ઈન્સ્ટા પર એક પૉસ્ટ મૂકી તેનાં તમામ ફેન્સને ચિંતામાં મૂકી દીધા છે.
‘પૉસ્ટ પ્રમાણે સૌમ્યા ટંડન હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાંથી તેની કેટલીક તસવીરો શેર કરતી વખતે તેણે હેરાન કરનારું કેપ્શન પણ લખ્યું છે. આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. સૌમ્યાને શું થયું છે અને તે શા માટે હૉસ્પિટલમાં છે તે વિશે કોઈ માહિતી નથી.
અભિનેત્રીએ પોતે જ તેના સોશિયલ મીડિયા પર તેના ચાહકોને આ માહિતી આપી હતી. આ સાથે તેણે પોસ્ટ શેર કરતી વખતે હેલ્થ અપડેટ પણ આપ્યું છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાની કેટલીક હેરાન કરનારી તસવીરો શેર કરી છે. પોસ્ટ પછી, તેના ઘણા ચાહકો અને શુભેચ્છકોએ કોમેન્ટ બોક્સમાં તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું.
અભિનેત્રીએ શેર કરેલી પૉસ્ટમાં તેના એક હાથમાં ડ્રિપ સાથે જોઈ શકાય છે. બીજી તસવીરમાં હોસ્પિટલનો રૂમ દેખાઈ રહ્યો છે. છેલ્લી તસવીરમાં સૌમ્યાએ આઈપેડની તસવીર શેર કરી હતી, જેમાં વેબ સીરિઝનું એક દ્રશ્ય દેખાઈ રહ્યું છે. તસવીર શેર કરતી વખતે સૌમ્યાએ લખ્યું કે, તસવીરો હંમેશા સુંદર હોતી નથી અને જીવન હંમેશા ખુશનુમા હોતું નથી. હું સ્વસ્થ થઈ રહી છું અને જલદીથી ફીટ થઈ જઈશ. તમારી શુભકામનાઓ બદલ આભાર.
સૌમ્યા ઘણા સમયથી પડદા પર જોવા મળી નથી ત્યારે અભિનેત્રી શા માટે હૉસ્પિટલમાં છે અને કઈ બીમારી માટે સારવાર લઈ રહી છે તે અંગે કોઈ અહેવાલો ન હોવાથી ફેન્સ ચિંતામાં છે અને તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.