મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ બોરીવલી સ્વ.જયંતીલાલ ન્યાલચંદ શાહના ધર્મપત્ની તથા સ્વ.જયાબેન મોહનલાલ પારેખના દીકરી વસંતબેન શાહ (ઉં. વ. ૮૬) ૨૬-૪-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.બીપીનભાઈ, સ્વ.અલકાબેન, બિંદુબેન તથા નિમેશભાઈના માતુશ્રી. શિલ્પાબેન, સંગીતાબેન, જીતેન્દ્રભાઈ, નિતેશભાઇના સાસુ. કૃપાલી પારસ ભિમાણી, સિદ્ધાર્થ, જય અને દીપના દાદી. પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૮-૪-૨૦૨૪ના ૪:૦૦ થી ૫:૩૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટો ઉપાશ્રય), પારેખ લેન કોર્નર, એસ વી રોડ, કાંદીવલી (વેસ્ટ).
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ ભુજ ના હાલે મુલુંડ નિવાસી માતુશ્રી રતનબેન હરિલાલ પરસોત્તમ શાહના સૂપુત્ર સુરેશભાઈ શાહ, (ઉં. વ. ૮૧) શુક્રવાર તા.૨૬.૪.૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મૃદુલાબેનના પતિ. અમિત અને જ્યોતિના પિતાશ્રી. જેસિકા અને જીગરના સસરાજી. સ્વ. શરદભાઈ અને હસમુખભાઈના ભાઈ. સ્વ. મણીબેન કલ્યાણજી ભાઈના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર તા.૨૮.૪.૨૦૨૪. ના રોજ સવારે ૧૦. થી ૧૨ કલાક દરમિયાન શેઠ શ્રી ધનજી દેવસી રાષ્ટ્રીય શાળા, ઘાટકોપર ઇસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નવાવાસ હાલે દહિંસરના વિમળાબેન રમેશ ગાલા (ઉં. વ. ૬૯) તા. ૨૬-૪-૨૪ના અવસાન પામેલ છે. રમેશ ભવાનજી ગાલાના ધર્મપત્ની. માતુશ્રી જવેરબેન ભવાનજી નથુના પુત્રવધૂ. પૂરવ, કેતકીના મમ્મી. ગેલડા માતુશ્રી જેતબાઇ ધનજી દેવજી લાપસીયાના પુત્રી. નવીન, જગદીશના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રમેશ ગાલા, સી/૧૭૦૫, આરએનએ રોયલ પાર્ક, એમ.જી. રોડ, હિંદુસ્તાન નાકા, કાંદીવલી (વે.), મું. ૬૭.
તલવાણાના અનિલા કુંવરજી દેઢીયા (ઉં. વ. ૬૬) તા. ૨૬-૪-૨૪ના અવસાન પામેલ છે. ઉમરબાઇ હંસરાજના પૌત્રી. વેલબાઇ કુંવરજીની સુપુત્રી. લક્ષ્મીચંદ, કસ્તુર, પ્રેમીલાના બેન. બિદડાના દેવકાબેન ઉમરશી ફુરીયાના દોહિત્રી. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. એડ્રેસ : લક્ષ્મીચંદ કે. શાહ, ૮૬, મગનબાગ, સનમીલ રોડ, લોઅર પરેલ (વેસ્ટ).
સણોસરાના મિતેશ દિનેશ નાગડા (ઉં. વ. ૪૧) તા.૨૬/૪/૨૪ના અવસાન પામેલ છે. કુસુમ દિનેશના પુત્ર. પલ્લવીના પતિ. ભાવિની, કૃપાલીના ભાઇ. શકુંતલા ઉમાજી ખડેના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના ૩ થી ૪.૩૦, શ્રી મુનીસુવ્રત જૈન મંદીર, પાંચમે માળે, ટેંબીનાકા, ઠાણા (વે). નિવાસ: દીનેશ દામજી, ૧લે માળે, ગણેશ કૃપા બિલ્ડીંગ, ટેંબીનાકા ઠાણા (વે).
ડોણના પ્રાણલાલ મેઘજી છેડા (ઉં. વ. ૭૭)તા.૨૩-૪-૨૪ના મુંબઈમાં અવસાન પામેલ છે. માતુશ્રી મણીબાઈ મેઘજી (પોપટભાઈ) કાનજીના સુપુત્ર. ધીરજબેનના પતિ. પ્રીતિના પિતાશ્રી. સ્વ.જયંતિ, મહેન્દ્ર, કોડાય દમયંતી અમૃતલાલ, ડોણ ભગવતી જયંતિલાલ, ફરાદ્રી રમીલા મનસુખલાલના ભાઈ. માતુશ્રી રતનબેન નાગજી ગાંગજીના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.૪ થી ૫.૩૦. નિવાસ : પ્રાણલાલ મેઘજી છેડા. ગોવિંદ કુંજ, બીજે માળે, બ્લોક નં.૪, નેહરૂ રોડ, મુલુંડ (વે).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા નિવાસી હાલ મુંબઈ પૂજ્ય માતુશ્રી સાંકળીબેન ગુલાબચંદ હંસરાજ શાહના સુપુત્ર સ્વર્ગસ્થશ્રી ખાંતિલાલ શાહના ધર્મપત્ની રસીલાબેન (ઉં. વ. ૮૬) મંગળવાર, ૨૩-૪-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. હિતેશ તથા ભાવેશ, અ.સૌ. સ્મિતા, અ.સૌ. બીનાના માતુશ્રી. અ.સૌ. જીતીક્ષા, અ.સૌ. વર્ષાબેન, જયેશકુમાર દિયોરા, જલ્પેશકુમાર સંઘવીના સાસુ. દર્શીલ, ક્રીયલ, હીનલ, ક્રીશા, હસ્તી, વિરમના દાદી. સ્વ. ભીખુભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ. સૌભાગ્યબેન ચીમનલાલ દોશી, સ્વ. વિમળાબેન પૂનમચંદ શાહના ભાભી. પિયર પક્ષે ટાણા નિવાસી હાલ મુલુંડ સ્વ. મોહનલાલ વાલજીભાઈ શાહના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે. સાઈશ્રધા સોસાયટી બિલ્ડિંગ ૮, રૂમ નં. ૪૦૪ વિથલ નગર, મુલુંડ (વેસ્ટ)
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમદાવાદ નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. નવીનચંદ્ર રમણલાલ શાહના ધર્મપત્ની ઉષા (ઉં. વ. ૮૩) નીલ, શ્રેયાંસના માતુશ્રી. બિનીતા, પૂનમના સાસુ. જૈનિકા, રોનક ગાંધી, સ્વેયાના દાદી. શ્ર્વસુર પક્ષે સ્વ. રમણલાલ બહેચરદાસ. પિયર પક્ષે સ્વ. ભોગીલાલ નકરાભાઇ શાહ. તા. ૨૬-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૪-૨૪ના ૫થી ૭. ઠે. ખાર એજયુકેશન સોસાયટી, એસ. વી. રોડ, ખાર પોલીસ સ્ટેશનની બાજુમાં, ખાર (વેસ્ટ).
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
વીસામણ (પાવઠી) નિવાસી હાલ મુંબઇ સ્વ. હસમુખલાલ મુલજીભાઇ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. પ્રેમીલાબેન (ઉં. વ. ૮૧) તા. ૨૪-૪-૨૪ના અરિહંતશરણ થયેલ છે. તે હિતેશ, તેજસ, હીના, દીપ્તી, દીપાવલીનાં માતુશ્રી. નીતા, બીના, હસમુખભાઇ, અજયભાઇ, મયૂરભાઇના સાસુ. પ્રવીણભાઇ, સરલાબેન અનંતરાય વોરાના ભાભી. નીરાલી, પ્રેક્ષા, હર્ષવીના દાદી. પિયર પક્ષે સુરેન્દ્રનગર નિવાસી સ્વ. જીતેન્દ્રભાઇ, સ્વ. અરવિંદભાઇ, સુરેશભાઇ તથા પ. પૂ. વીનીત રસાશ્રીજી મ. સા. ના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, પ્રાર્થના રાખેલ નથી.
વાગડ વિ. ઓ. જૈન
ગામ શિવલખાના સ્વ. ચાંપુબેન સાંગણ સામત ગડાના પુત્રવધૂ અને સ્વ. કાંઇયા સાંગણ ગડાના ધર્મપત્ની પરમાબેન (ઉં. વ. ૮૬) તા. ૨૫-૪-૨૪ના ગુરુવારના અવસાન પામેલ છે. લાલજી, વિસનજી, દેવશી, જયંતીલાલ, પાર્વતી, શાંતિ, મંજુલા, પ્રેમિલાના માતુશ્રી. આધોઇના સ્વ. વેજીબેન દેશર હજા ચરલાની દીકરી. ગુણાનુવાદ સભા તા. ૨૮-૪-૨૪ના રવિવાર, ૯.૩૦. ઠે. ધન-તેજ અજરામર સ્થાકવાસી જૈન સંઘ, ડી. એન. નગર, ધન-તેજ ઉપશ્રાય, અંધેરી (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button