નેશનલ

નકલી બેંક એકાઉન્ટ, 2000 ભૂતિયા ગ્રાહકો

મિઝોરમ પોલીસે કર્યો રૂ. 150 કરોડના કૌભાંડનો પર્દાફાશ

મિઝોરમમાં 150 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં પોલીસે દ્વારા ઓછામાં ઓછા 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી હતી આ કૌભાંડ ચાર વર્ષથી ચાલી રહ્યું હતું અને તેમાં પાંચ કાર ડીલરો સામેલ હતા. મળતી માહિતી મુજબ 2000 થી વધુ ‘ભૂત’ (અસ્તિત્વમાં નથી) ગ્રાહકોને વાહન લોન મંજૂર કરીને લગભગ રૂ. 150 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, માસ્ટરમાઇન્ડ જાકીર હુસૈન (મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (MMFSL)ના એરિયા મેનેજર) એ તેના સહયોગીઓ સાથે મળીને આશરે રૂ. 150 કરોડની છેતરપિંડી આચરી હતી અને 2000થી વધુ ભૂતિયા ગ્રાહકો માટે નકલી ફાઇલો બનાવીને વાહન લોન મંજૂર કરી હતી. 41 વર્ષીય જાકીર હુસૈન હાલમાં T-127, KV થંગમાવિયા બિલ્ડીંગ, તુઇખુઆહતલંગ, આઈઝોલમાં રહે છે. ધરપકડ કરવામાં આવેલા 11 લોકો પાસેથી પાસેથી 3 લેપટોપ, 10 મોબાઈલ ફોન, 549 ભૂતિયા ગ્રાહકોની ફાઈલો, 25 બનાવટી સીલ, 30+ સિમ કાર્ડ, 2 વ્યક્તિગત ડાયરી અને અન્ય વિવિધ ઓળખ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

MMFSLના સર્કલ હેડ અંકિત બાગ્રી દ્વારા 20 માર્ચ, 2024ના રોજ આઈઝોલ પોલીસ સ્ટેશનમાં મિઝોરમમાં તેમના એરિયા બિઝનેસ મેનેજર જાકીર હુસૈન, (41) દ્વારા આચરવામાં આવેલ નાણાકીય છેતરપિંડીનો આરોપ લગાવીને FIR દાખલ કરવામાં આવી હતી. હુસૈન પર વાહન લોનની વહેંચણીમાં છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો. કંપનીની ફરિયાદના આધારે 29 માર્ચે અહીંના ક્રાઈમ એન્ડ ઈકોનોમિક ઓફેન્સ પોલીસ સ્ટેશનમાં બીજો કેસ નોંધવામાં આવ્યો હતો.

આપણ વાંચો: બેંક એકાઉન્ટ ઘણા સમયથી બંધ પડ્યું છે? તો આ સમાચાર જાણી લો..

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે હુસૈન અને કેટલીક શાખાઓ કર્મચારીઓએ 2020 માં મિઝોરમ ગ્રામીણ બેંક (MRB) ની ખાટલા શાખામાં નકલી બેંક ખાતું ખોલાવ્યું હતું, જે “મહિન્દ્રા” નામને નજીકથી મળતું હતું. એકાઉન્ટ ખોલવા માટે નકલી સ્ટેમ્પ, સીલ અને દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા. ત્રણ વર્ષથી વધુ સમયથી આ બેંક એકાઉન્ટનો ઉપયોગ છેતરપિંડી કરાયેલા નાણાં રાખવા માટે કરવામાં આવતો હતો. કાર ડીલર્સ, રાફેલ નિસાન, એઆઈડીયુ મોટર્સ, નેશનલ બિઝનેસ એક્ઝિક્યુટિવ, સીકે ​​કાર્સ અને સ્ટાન્ડર્ડ મોટર્સ પાસેથી ચૂકવણી મેળવવા માટે એકાઉન્ટની સ્થાપના કરવામાં આવી હતી.

હુસૈન અને તેના સહયોગીઓ નકલી બેંક ખાતામાંથી પૈસા ઉપાડીને નકલી ખાતાઓ માટે નિયમિતપણે EMI ચૂકવણી કરતા હતા જેથી ભૂતિયા લોન ખાતાઓ NPA (નોન પરફોર્મિંગ એસેટ) ન બને અને કોઈપણ શંકાને ટાળી શકાય.

આ કેસ અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ લિમિટેડ એક ઓટો ફાઇનાન્સિંગ ફર્મ છે અને તેમની ઓફિસ આઇઝોલમાં છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે તેમની શાખામાં છેતરપિંડી થઇ હતી અને અમે તે મુજબ કેસ નોંધ્યો હતો. પરંતુ ટૂંક સમયમાં અમને ખબર પડી કે છેતરપિંડીની રકમ મોટી હતી, તેથી આ કેસ ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ વિંગને મોકલવામાં આવ્યો હતો.

29 માર્ચે, પોલીસે માસ્ટરમાઇન્ડ હુસૈનની ધરપકડ કરી હતી. તેના લેપટોપ અને ઘણા મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…