જે હીરો મમ્મીનો ક્રશ હતો, તેનાં દીકરા સાથે દીકરી કરી રહી છે લંડનમાં પાર્ટી
કહેવાય છે કે દુનિયા ગોળ છે. ક્યારેક કંઈક ખોવાયેલું હાથમાં ન આવેલું ફરી મળી જાય તેમ બને. ફિલ્મી દુનિયાને પણ આ લાગુ પડે છે. બોલીવૂડની એક ખૂબ જ મારફાડ અને મોટી અભિનેત્રીને એવા જ એક સુપરસ્ટાર પર ક્રશ હતો. જોકે લવસ્ટોરી ક્યાંય આગળ વધી નહીં ત્યારે હવે આ હીરોઈનની દીકરી અને હીરોનો દીકરો સાથે પાર્ટી કરતા જોાવ મળ્યા છે અને તેના વાયરલ ફોટાઓએ ગપશપનું બજાર ગરમ કરી નાખ્યું છે.
વાત છે બાઝીગર સ્ટાર કાજોલ (Kajol) અને ખેલાડી કુમાર અક્ષય કુમાર (Akshay Kumar)ની. કપિલ શર્મા શૉમાં ફિલ્મનિર્માતા Karan Joharએ કહ્યું હતું કે કાજલને અક્ષય કુમાર પર ક્રશ હતો. એક ફિલ્મના પ્રિમિયર વખતે તે અક્ષય કુમારને શોધ્યા કરતી હતી અને હું પણ તેની પાછળ પાછળ ફરતો હતો. તેની આ વાતની યાદ આવતા એક ઈન્ટરવ્યુમાં કાજોલ કઈ રીતે સતત અક્ષયને જોયા કરતી હતી તે વીડિયો પણ વાયરલ થયો છે. જોકે ત્યારબાદ આ વાત આગળ કેમ ન વધી તે ખબર નથી, પણ હવે તો કાજોલ અજય દેવગન અને અક્ષય ટ્વિન્કલ ખન્ના સાથે ઠરીઠામ થઈ ગયા છે.
ત્યારે હવે કાજોલની દીકરી ન્યાસા (Nyasa Devgan) અને અક્ષયના દીકરા અરવે (Arav Kumar) લંડન ખાતે પાર્ટી કરી હોવાના ફોટા વાયરલ થયા છે. આ ફોટા ઈન્ટરનેટ સેન્સેશન ઔરીએ વાયરલ કર્યા છે. ન્યાસા ગ્રે ટોપમાં સિમ્પલ લાગી રહી છે ત્યારે અરવ અક્ષયની જેમ હેન્ડસમ લાગી રહ્યો છે. હવે આ સ્ટારકિડ્સની પાર્ટી માત્ર પાર્ટી છે કે કેમ તે ખબર નથી, પણ તેમના ફોટાએ તેમના પેરેન્ટ્સની વાતો વાયરલ કરી નાખી છે.