81 વર્ષેય 9 To 5 કામ કરે છે આ Bollywood’s Actor, પોસ્ટ કરી ફેન્સ સાથે શેર કરી પીડા…
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યાને કે આખરે કોણ છે એ એક્ટર કે જેણે 81 વર્ષેય 9 To 5ની હાર્ડ ડ્યૂટી કરવી પડે છે તો તમારા સવાલનો જવાબ છે આ એક્ટરનું નામ છે Amitabh Bachchan. વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહેલાં સદીના મહાનાયક Amitabh Bachchan આ ઉંમરે પણ એક-બે નહીં પૂરા આઠ આઠ કલાક શૂટિંગ કરે છે. બિગ બી હાલમાં 9 To 5 શૂટ કરી રહ્યા છે અને એ પણ કોઈ પણ પ્રકારના લંચબ્રેક વિના. ચોંકી ગયા ને? આ વાતનો ખુલાસો ખુદ Amitabh Bachchanએ જ હાલમાં કર્યો હતો.
વાત જાણે એમ છે કે Amitabh Bachchan ફરી એક વખત લોકપ્રિય ક્વિઝ શો Kaun Banega Crorepati-16 લઈને ટચૂકડાં પડદે પાછા ફરી રહ્યા છે. આ જ શોના શૂટમાં તેઓ વ્યસ્ત રહે છે. બિગ બીએ પોતાની પીડા શેર કરી હતી. આવો જોઈએ બિગ બીએ શું કહ્યું છે પોતાની પોસ્ટમાં…
પોતાની પોસ્ટમાં બિગ બીએ લખ્યું છે કે તેમનું શેડ્યુલ સવારે 9 વાગ્યે શરુ થાય છે અને તે કોઈ પણ પ્રકારના બ્રેક વિના કામ કરે છે. લંચ પણ તેઓ કારમાં જ કરી લે છે. બિગ બીએ કૌન બનેગા કરોડપતિના સેટને લઈને પોતાના બ્લોટ પર સેટના ફોટો શેર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે ખેલ હોને જા રહા હૈ નએ સિઝન કા, સ્નેહ પ્યાર બના રહે પરિવાર કે… આ સાથે જ એક્ટરે એ પણ જણાવ્યું હતું તેમનું શેડ્યુલ કેટલું બિઝી છે.
અમિતાભ બચ્ચનની બ્લોગ જોવા મેં અહીં ક્લિક કરો
બિગ બીએ પોતાના બ્લોગ પર લખ્યું છે નોન સ્ટોપ શેડ્યુલ 9 વાગ્યાથી શરૂ થાય છે અને બ્રેક વિના સાંજે પાંચ વાગ્યા સુધી ચાલે છે. લંચ કારમાં થાય છે જેમાં હેલ્ધી ફૂડ અને ડ્રિંકનો સમાવેશ થાય છે. આ સાથે જ બિગ બીએ આઈપીએલની મેચ વિશે વાત કરતાં એ દિવસોને પણ યાદ કર્યા હતા કે જ્યારે પોતાના કોલેજના દિવસોમાં કોમેન્ટ્રી સાંભળવા માટે પાનવાળા પાસે ઊભા રહી જતા હતા. પણ હવે સમય બદલાયો છે અને હવે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે, પણ સ્ટેડિયમની મજા અલગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બીએ 2000થી કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે અને માત્ર ત્રીજી સિઝન જ શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. ત્યાર બાદ ફરી એક વખત બિગ બીએ શોના હોસ્ટ તરીકે કમબેક કર્યું અને છેલ્લાં 23 વર્ષમાં બિગ બીએ કેબીસીની 14 સિઝન હોસ્ટ કરી ચૂક્યા છે અને હવે તેઓ 16મી સિઝન હોસ્ટ કરવા માટે એકદમ સજ્જ છે.