આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સુરત કોંગ્રેસનાં ‘લાપતા’ઉમેદવાર નિલેષ કુંભાણીની પત્નીએ કહ્યું; ‘ફોર્મ રદ્દ થવું તે ભાજપનું કારસ્તાન’

લોકસભા બેઠક સુરતના કોંગ્રેસનાં ઉમેદવાર નિલેષ કુંભાણી અત્યારે ભૂગર્ભમાં ઉતારી ગયા છે. નિલેષ કુંભાણી વિરુદ્ધ સુરત શહેરમાં પોસ્ટર્સ લાગ્યા છે અને કરોડો રૂપિયાના વાપરીને તેમણે બેસાડી દીધાં હોવાના આરોપ પણ થઈ રહ્યા છે ત્યારે કુંભાણીના પત્ની નીતા હવે સામે આવ્યા છે.ઉલ્લેખનીય છે કે કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થયું ત્યારથી તેઓ તો લાપતા છે જ પણ ત્રણ દિવસથી ઘર પણ બંધ હતું.

આજે નીતા બહેન સામે આવીને કહે છે કે,’તેના પતિ ગાયબ નથી,તેઓ પોતાના વકીલ સાથે આ મામલાને નિપટાવવા અને લડી લેવાની રણનીતિમાં રોકાયેલા છે. તેણીએ ઉમેર્યું કે નિલેષનું ફોર્મ ભાજપે એક કાવતરાથી રદ્દ કરાવ્યુ છે. જેમાં કોંગ્રેસનાં જ કેટલાક નેતાઓ શામેલ છે જેઓ નિલેષને ટિકિટ મળવાથી નારાજ હતા. બીજી તરફ જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારગીએ સુરતમાં બિનહરીફ ચૂંટણીને લઈને ગુજરાત ચૂંટણી પંચના સીઇઓ પી. ભારતીને અહેવાલ આપી દીધો છે. આ રિપોર્ટ કેન્દ્રિય ચૂંટણી પંચને પહોચશે.

આપણ વાંચો: સુરત માં ભાજપ બન્યું બિનહરીફ ? જાણો કઈ રીતે કોંગ્રેસે ગુમાવી બેઠક

ભાજપ પર વાકબાણ,કોંગ્રેસ નેતાઓ પર સવાલ

આખા ઘટનાક્રમ વચ્ચે નીતા કુંભાણીએ એવું ના કહ્યું કે નિલેષ ક્યારે મીડિયા સમક્ષ આવશે.પણ તેમણે એ જરૂર કહ્યું કે, તેમણે પૈસા લીધા હોવાની વાત કરીને બદનામ કરવામાં આવી રહ્યા છે.નિતાએ સ્પસ્ટ કર્યું કે તેણે આવું કોઈ કામ કર્યું નથી.અને ભાજપમાં પણ ક્યારેય નહીં જોડાય. વધુમાં ઉમેર્યું કે, જે ભાજપ ફોર્મ રદ્દ કરાવી શકે શું એ બીજાઓને ભોળવી ના શકે ? કુંભાણીના પત્નીએ કહ્યું કે, પાર્ટીની અંદરના જ લોકો નિલેષનું નામ કેવી રીતે ખરાબ થાય તેનું ષડયંત્ર રચી રહ્યા છે.

કુંભાણીના પત્નીએ કહ્યું કે, આજે જે લોકો ઘરે આવીને પોસ્ટર્સ લગાવી રાજનીતિ કરી રહ્યા છે,તેઓ ગઇકાલ સુધી કયાઁ હતા ? તેઓ ચૂંટણી પ્રચારમાં કેમ ના દેખાયા ? કુંભાણીની પત્નીએ કહ્યું કે, નિલેષ ભાજપના સંપર્કમાં હોત તો પહેલા જ ફોર્મ પાછું ખેંચી લેત,શા માટે ફોર્મ રદ્દ થવા સુધી રાહ જુએ?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button