આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

‘ચાર ટેકેદાર નથી ને એ પાર્ટીના નેતાને વડાપ્રધાન બનવું છે? આમ કોણે કહ્યું ?

ગુજરાતમાં સૂરત લોકસભા બેઠક પરથી બિનહરીફ જીતેલા ભારતીય જણતા પાર્ટીના સાંસદ મુકેશ દલાલએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પ્રશ્ન કરતાં કહ્યું કે, શું ભૂતકાળમાં અન્ય સાંસદોનું વગર ચૂંટણી લડે જીતી જવું એ પણ સંવિધાનની હત્યા સરખું હતું. દલાલે એક મુલાકાતમાં કહ્યું કે,આ ચૂંટણીમાં સૂરતમાં કમળ પહેલા જ ખીલી ગયું છે અને તેમણે પોતાની જીતનો શ્રેય વડાપ્રધાન મોદીના નેતૃત્વને આપ્યો છે.

મુકેશ દલાલે શું કહ્યું ?

દલાલે આને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન ( રાજ્ગ) ના 400 લોકસભા બેઠકના આંકડાને પાર કરવા વડાપ્રધાનના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં પહેલું પગલું ગણાવ્યું. તમામ હરીફ ઉમેદવારોના નામાંકન પરત ખેંચાયા બાદ સોમવારે દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા 12 વર્ષમાં લોકસભા ચૂંટણી બિનહરીફ જીતનારા તેઓ પહેલા ઉમેદવાર બની ગયા છે. દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવાના એક દિવસ પહેલા કોંગ્રેસનાં નિલેષ કુંભાણીની ઉમેદવારી રદ્દ કરવામાં આવી હતી કારણકે ચૂંટણી અધિકારીને પ્રથમ દૃષ્ટિએ ટેકેદારોના હસ્તાક્ષરમાં વિસંગતતાઓ જોવા મળી હતી.

મુકેશ દલાલનું કોંગ્રેસ પર નિશાન

મુકેશ દલાલને જ્યારે પૂછવામાં આવ્યું કે સૂરતના લોકોને મતદાન અને તેમના પ્રતિનિધિ ચૂંટવાના અધિકારથી અળગા કરવામાં આવ્યા ત્યારે, દલાલે દાવો કરતાં કહ્યું કે, આ સ્થિતિ માટે કોંગ્રેસ જ સંપૂર્ણ જવાબદાર છે.દલ્લાની જીત પછી રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, ‘લોકોને પોતાના નેતા ચૂંટવાનો અધિકાર ઝૂંટવવો એ બાબા સાહેબના સંવિધાનને ખતમ કરવાની દિશામાં વધુ એક પગલું છે.

આપણ વાંચો: ગુજરાતની તમામ લોકસભા બેઠકો ભાજપ 5 લાખ મતોથી જીતશે: મુકેશ દલાલ

રાહુલ ગાંધીને આપ્યો જવાબ

‘વર્તમાન લોકસભા ચૂંટણી માત્ર સરકાર બનાવવા માટે નહીં પરંતુ દેશને બચાવવા અને બંધારણની રક્ષા માટે છે’. તેના પર દલાલે કહ્યું કે’ હું રાહુલ ગાંધીને જણાવવા માંગુ છુ,મારી જાણ મુજબ કોંગ્રેસ અને અન્ય વિપશી દળોના 28 સાંસદ અત્યાર સુધી બિનહરીફ વિજેતા ઘોષિત કરાયા છે. જો મારૂ બિનહરીફ ચૂંટાવું બંધારણની હત્યા હોય તો શું તેઓનું બિનહરીફ ચૂંટાવું લોકતંત્રની હતા કે બંધારનની હત્યા નહોતી ?

ભાજપના સાંસદનો દાવો

સુરત નગરપાલિકાના નગરસેવક રહેલા મુકેશ દલાલએ દાવો કર્યો કે કોંગ્રેસએ બે જવાબદાર રીતે નામાંકન પત્ર દાખલ કરવાની અનુમતિ આપી અને ઉમેદવાર માટે ત્રણ વાસ્તવિક ટેકેદારોએ શોધી ના શકી. તેમણે કહ્યું કે, ‘ કોંગ્રેસ પાસે ચાર વફાદાર કાર્યકર્તાઓ નથી જે ટેકેદાર બની શકે અને તેની પાર્ટીના નેતા દેશના વડાપ્રધાન બનવા ઈચ્છે છે. અહીના લોકો મતદાનથી વંચિત રહ્યા એ દિશામાં જો વિચારો તો તેના માટે એક અમાત્ર જવાબદાર કોંગ્રેસ પાર્ટી જ છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…