IPL 2024સ્પોર્ટસ

સચિન સાથે 14 વર્ષ સુધી બૅટિંગ કરવાનું મને ગૌરવ મળેલું: વીરુ

તેન્ડુલકર પર 51મી વરસગાંઠ બદલ યુવરાજ, ગંભીર, જય શાહ સહિત અનેકના અભિનંદન અને શુભેચ્છા

મુંબઈ: સચિન તેન્ડુલકરની બુધવારે 51મી વરસગાંઠ નિમિત્તે તેને અસંખ્ય ક્રિકેટર્સ, અનેક ચાહકો અને બીસીસીઆઇ સહિતની સંસ્થાઓ તરફથી અંગત રીતે તેમ જ સોશિયલ મીડિયામાં અભિનંદન અને શુભેચ્છાના સંદેશ મળ્યા હતા. તેના ભૂતપૂર્વ સાથી-ઓપનર વીરેન્દર સેહવાગે એક્સ (ટ્વિટર) પર ભાવનાત્મક સંદેશામાં લખ્યું, ‘મારા સહિત અનેકને આશા આપનાર, ‘વી કૅન ડુ ઇટ’ શીખવનાર તેમ જ સમગ્ર યુવા વર્ગ માટેના પરફેક્ટ રોલ-મૉડેલને 51મા બર્થ-ડેના પ્રસંગે ખૂબ-ખૂબ શુભેચ્છા. સચિન પાજી, જેમની સાથે 14 વર્ષ સુધી બૅટિંગ કરવાનું મને ગૌરવ મળ્યું હતું. ઈશ્ર્વર આપ કો અચ્છી સેહત ઔર ખુશાલી હંમેશાં દે.’

https://twitter.com/virendersehwag/status/1783109339362001154

યુવરાજ સિંહે સંદેશમાં લખ્યું, ‘હૅપી બર્થ-ડે ટુ પાજી! મેદાન પર બોલર્સની બોલિંગમાં ફટકાબાજી કરવાની હોય કે જીવનમાં ધ્યેયો સિદ્ધ કરવાના હોય, હું તમારી પાસેથી જ શીખ્યો છું. જન્મદિન નિમિત્તે આશા રાખું છું કે તમને પુષ્કળ પ્રેમ મળતો રહે, તમારું આરોગ્ય જળવાઈ રહે અને તમે હરહંમેશ આનંદમાં રહો.’

https://twitter.com/i/status/1782987699701297328

ગૌતમ ગંભીર તેમ જ સુરેશ રૈનાએ પણ શુભેચ્છા પાઠવી હતી. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે લખ્યું, ‘ક્રિકેટના લેજન્ડ સચિનને 51મી વરસગાંઠ નિમિત્તે ખૂબ શુભેચ્છા. તે બૅટથી દમદાર પર્ફોર્મ કરીને તેમ જ મેદાન પર તથા મેદાન બહારના પ્રભાવશાળી વ્યક્તિત્વથી વિશ્ર્વભરમાં કરોડો માટે પ્રેરણારૂપ બન્યો છે. માસ્ટર બ્લાસ્ટરને હૃદયપૂર્વકની શુભેચ્છા.’
વિરાટ કોહલી તાજેતરમાં સચિનનો જ એક રેકૉર્ડ તોડીને સ્ટેડિયમમાં બેઠેલા સચિન સામે ઝૂકીને (ભગવાનને નમન કરવામાં આવે એ રીતે) તેનું સન્માન કર્યું હતું. એ ઘટનાનો વીડિયો મીડિયામાં વાઇરલ થયો છે.

https://twitter.com/JayShah/status/1782978646732361944

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button