IPL 2024સ્પોર્ટસ

‘નૉટઆઉટ’ ધોનીને વર્લ્ડ કપમાં વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી મળવી જોઈએ? વાંચો, સેહવાગ-ઇરફાન શું કહે છે

નવી દિલ્હી: મહેન્દ્રસિંહ ધોની આઇપીએલની વર્તમાન સીઝનમાં હરહંમેશની જેમ કમાલનું વિકેટકીપિંગ કરવા ઉપરાંત બૅટિંગમાં પણ સારું પર્ફોર્મ કરી રહ્યો છે. અમુક મૅચોમાં છેલ્લી ઓવર્સમાં અને છેલ્લા કેટલાક બૉલમાં ચોક્કા-છગ્ગાની જે રીતે રમઝટ બોલાવી રહ્યો છે એ જોતાં કહી શકાય કે હરીફ ટીમોના બોલર્સનું ધોની સામે કંઈ જ નથી ચાલતું.

જુઓને, આ વખતે ધોની ભલે દર વખત કરતાં બહુ ઓછા બૉલ રમ્યો છે, પણ જે છ મૅચમાં તેણે બૅટિંગ કરી છે એ તમામ છ મૅચમાં તેને કોઈ આઉટ નથી કરી શક્યું.

બેન્ગલૂરુ અને ગુજરાત સામેની પહેલી બે મૅચમાં ધોનીની બૅટિંગ નહોતી આવી, પણ ત્યાર પછી 23મી એપ્રિલ (મંગળવાર) સુધીમાં જે છ મૅચમાં તેણે બૅટિંગ કરી એમાં તેના સ્કોર્સ આ મુજબ હતા: 37, 1, 1, 20, 28* અને 4*
માહીએ આ વખતે કુલ મળીને 35 બૉલમાં 91 રન બનાવ્યા છે અને અણનમ રહ્યો છે. છ ઇનિંગ્સમાં તેણે આઠ સિક્સર અને આઠ ફોર ફટકારી છે.

આપણ વાંચો:

આપણ વાંચો:દિનેશ કાર્તિક વિશે રોહિતે મજાકમાં કરેલી કઈ ભવિષ્યવાણી સાચી પડી શકે?

તેના કેટલાક ફૅન્સનું એવું કહેવું છે કે 2023માં પાંચમી વાર આઇપીએલનું ટાઇટલ જીત્યા પછી ઘૂંટણનું ઑપરેશન કરાવ્યા પછી તે સીધો આ વખતની આઇપીએલમાં રમ્યો છે એટલે ચાહકોને લાગી રહ્યું છે કે તે હજી ઇન્ટરનૅશનલમાં પણ થોડું રમી શકે એમ છે. ફૅન્સ બીજી રીતે કહે છે કે ધોની જો જૂનના ટી-20 વર્લ્ડ કપમાં રમે તો મજા પડી જાય.

વીરેન્દર સેહવાગ, ઇરફાન પઠાણ અને વરુણ આરૉન માને છે કે ધોનીને જૂનના ટી-20 વર્લ્ડ કપમાં વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી મળવી જોઈએ.
ઇરફાન કહે છે, ‘જો ધોની વિશ્ર્વકપમાં રમવા માગશે તો તેને કદાચ કોઈ મનાઈ નહીં કરે.’

સેહવાગનું કહેવું છે કે ‘આઇપીએલની આ સીઝનમાં માહી 250-પ્લસના સ્ટ્રાઇક-રેટથી રન બનાવે છે અને હજી કોઈ તેને આઉટ નથી કરી શક્યું. બીજું, વર્લ્ડ કપમાં તેનાથી સારો વિકેટકીપર બીજો કોણ હોઈ શકે!’

થોડા દિવસ પહેલાં રોહિત શર્માએ થોડું સિરિયસલી અને થોડું રમૂજમાં બહુ સારું નિવેદન આપ્યું હતું. ટી-20 વર્લ્ડ કપ માટે કયા વિકેટકીપરને મોકો મળશે? એવો સવાલ પૂછાતાં રોહિતે કહ્યું, ‘ધોનીને મનાવવો મુશ્કેલ બનશે. તે અમેરિકા આવશે, પરંતુ ક્રિકેટ રમવા નહીં, ગૉલ્ફ રમવા માટે.’ રોહિતનું આ નિવેદન ખૂબ વાઇરલ થયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button