મનોરંજન

આ અભિનેત્રીએ રિક્રિએટ કર્યો ‘રામ તેરી ગંગા મેલી’નો હોટ હોટ સીન….

જૂની પેઢીના દર્શકોને યાદ હશે જ કે બોલિવૂડની ફિલ્મ સત્યમ શિવમ સુંદરમ’માં ઝીનત અમાને અને ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં અભિનેત્રી મંદાકિનીએ ધોધ નીચે નહાવાનો સીન આપીને દેશભરના દર્શકોમાં હલચલ મચાવી દીધી હતી અને મંદાકિની તો રાતોરાત સ્ટાર બની ગઇ હતી. યોગાનુયોગે આ બંને ફિલ્મો રાજકપુરની હતી અને તેમણે કળાત્મક રીતે આ સીન શૂટ કર્યા હતા.આવો હોટ સીન ફરી ક્યારેય કોઇ ફિલ્મમાં જોવા મળ્યો નથી અને ના તો કોઇ અભિનેત્રી એવો જાદુ સર્જી શકી નહોતી.

તમે વિચારતા હશો કે આજે આ સીનને શા માટે યાદ કરવામાં આવી રહ્યો છે, તો એનું કારણ જણાવીએ. લગભગ 46 વર્ષ બાદ આવો સીન રિક્રિએટ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રશ્મિકા ધોધની નીચે પાણી સાથે રમતી જોવા મળી રહી છે. રશ્મિકાએ આ વીડિયો ‘વર્લ્ડ અર્થ ડે’ના ઉપલક્ષમાં પોસ્ટ કર્યો હતો, જેમાં તે ઝરણાના ઉંચાઇએથી પડી રહેલા પાણીમાં એન્જોય કરી રહી હતી. રશ્મિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે. લોકો એના પર જાતજાતની કમેન્ટ્સ આપી રહ્યા છે. કોઇ જણાવે છે કે વાહ, પાણીમાં અર્થ ડે તો વળી કેટલાક નેટિઝન્સે લખ્યું હતું કે ‘પુષ્પા-2’ની રિલીઝ પહેલા મેડમ મોજ માણી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા મંદન્ના અને અલ્લુ અર્જુનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પુષ્પા 2’ બહુ જલ્દી રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં શ્રીવલ્લીના પાત્રથી દર્શકોના દિલ જીતનાર રશ્મિકા ‘પુષ્પા-2’માં એક અલગ જ અવતારમાં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આમાં અલ્લુનો લુક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button