નેશનલ

Waiting Ticketની મચમચ છોડો, બધાને મળશે Confirm Ticket…

કેન્દ્રિય પ્રધાને આપ્યા સંકેત, કહ્યું આ નરેન્દ્ર મોદીની ગેરેન્ટી છે…

નવી દિલ્હીઃ અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે બહારગામ જનારાઓ અને પોતાના વતન જનારા પ્રવાસીઓની સંખ્યા મોટી હોય છે. આવી પરિસ્થિતિમાં કન્ફર્મ ટિકિટ મળવી જરા મુશ્કેલ જ છે. પરંતુ હવે કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવેલા સંકેત પ્રમાણે હવે ટૂંક સમયમાં જ વેઈટિંગ લિસ્ટની ઝંઝટમાંથી પ્રવાસીઓને મુક્તિ મળવા જઈ રહી છે. અશ્વિની વૈષ્ણવે પ્રવાસીઓને રાહત આપતી માહિતી આપી છે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી પાંચ વર્ષમાં રેલવેથી પ્રવાસ કરનારા તમામ પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ મળશે અને આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગેરેન્ટી છે. છેલ્લાં 10 વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેમાં ઘણા મહત્ત્વના ફેરફારો કર્યા છે. આગામી પાંચ વર્ષમાં પીએમ મોદીની ગેરેન્ટી છે કે રેલવેની ક્ષમતા એટલી બધી વધારવામાં આવશે કે આશરે દરેક પ્રવાસીઓને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે, એવા દાવો પણ અશ્વિની વૈષ્ણવે કર્યો છે.

આગામી દસ વર્ષમાં કઈ રીતે રેલવેની કાયાપલટ કરવામાં આવશે એનું ઉદાહરણ આપતા કેન્દ્રિય પ્રધાને જણાવ્યું હતું કે રેલવેના ટ્રેકનું કામ કરાવી પ્રક્રિયામાં 2004થી લઈને 2014 દરમિયાન આશરે 17,000 કિમીના ટ્રેક બનાવવામાં આવ્યા છે અને 2014થી 2024 સુધીના બીજા દસ વર્ષમાં 31,000 કિલોમીટર સુધીના નવા રેલવે ટ્રેક બનાવવામાં આવ્યા છે.

આપણ વાંચો: બુલેટ ટ્રેનનું ભાડું કેટલું હશે, કામ ક્યાં સુધી પહોંચ્યું? રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવી આ વિગત

આ ઉપરાંત 2004થી 2014 સુધીના 10 વર્ષના સમયગાળામાં આશરે 5000 કિલોમી રેલવે ટ્રેકનું વિદ્યુતિકરણનું કામ પૂરું થયું છે. અને 2014થી 2024 સુધીના દાયકામાં 44,000 કિમીના રેલવે ટ્રેકનું વિદ્યુતિકરણનું કામ પૂરું કરવામાં આવ્યું છે.
અશ્વિની વૈષ્ણવે આપેલી માહિતી અનુસાર 2004થી 2014 સુધી માત્ર 32,000 કોચ તૈયાર કરવામાં આવ્યા હતા, જ્યારે 2014થી 2024 સુધી આ પ્રમાણ વધીને 54,000 કોચ જેટલું થયું હતું.

આગામી પાંચ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાના વિકાસ માટે રેલવેને વધુ મજબૂત બનાવવામાં આવશે. જેથી પ્રવાસીઓનો પ્રવાસ વધુ ઝડપી અને આરામદાયક બનશે એવી માહિતી પણ વૈષ્ણવ દ્વારા વધુમાં આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button