‘મમતા બેનરજીમાં હિંમત હોય તો…. ‘ અમિત શાહે ફેંક્યો પડકાર
કોલકાતાઃ પ. બંગાળમાં યોજાયેલી એક સભામાં ચૂંટણી પ્રચાર કરતા અમિત શાહે કહ્યું હતું કે જો પશ્ચિમ બંગાળના લોકો રાજ્યમાં ઘૂસણખોરી રોકવા માંગતા હોય તો તેમણે નરેન્દ્ર મોદીને ફરીથી ભારતના વડાપ્રધાન બનાવવા પડશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ કે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી નાગરિકતા સુધારા કાયદા (CAA)માં દખલ કરી શકે નહીં, પશ્ચિમ બંગાળમાં રેલીમાં બોલતા શાહે ભવિષ્યવાણી પણ કરી કે TMC શાસિત રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી કેટલી બેઠકો જીતશે.
“હું મમતા દીદીને પૂછવા આવ્યો છું કે, જો બાંગ્લાદેશથી આવેલા હિન્દુ અને બૌદ્ધ શરણાર્થીઓને ભારતમાં નાગરિકતા મળે તો તેમને શું સમસ્યા છે?’ , એવો સવાલ પણ તેમણે કર્યો હતો.
આપણ વાંચો: અમિત શાહે કલમ 370 પર રાહુલ ગાંધી અને મહેબૂબા મુફ્તી પર નિશાન સાધ્યું, કહ્યું- ‘કોઈની હિંમત નથી…
2019માં ભાજપે પશ્ચિમ બંગાળમાં 42માંથી 18 બેઠકો જીતી હતી. અમિત શાહે પશ્ચિમ બંગાળ માટે ભાજપનું મિશન જણાવતા કહ્યું હતું કે ભાજપે પશ્ચિમ બંગાળમાંથી 35 લોકસભા બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. અમિત શાહે કહ્યું કે જો પશ્ચિમ બંગાળના લોકો રાજ્યમાં ઘૂસણખોરી રોકવા માંગતા હોય તો તેમણે નરેન્દ્ર મોદીને ફરીથી ભારતના વડાપ્રધાન બનાવવા પડશે. “જો તમે બંગાળને હિંસાથી મુક્ત કરવા માંગો છો, રાજ્યમાં ઘૂસણખોરી બંધ કરવા માંગો છો, શરણાર્થીઓને નાગરિકતા આપવા માંગો છો, અમારી માતાઓ અને બહેનોનું અપમાન કરવાનું બંધ કરવા માંગો છો, જેમ કે સંદેશખાલીમાં થયું હતું, તો એક જ રસ્તો છે – નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવો,” એમ અમિત શાહે કહ્યું હતું.
અમિત શાહે દાવો કર્યો હતો કે મોદીએ પશ્ચિમ બંગાળમાં 7 લાખ કરોડ રૂપિયા મોકલ્યા હતા પરંતુ TMC ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી છે. “તમે TMC નેતાઓના ઘરો જોઈ શકો છો, 10 વર્ષ પહેલા…તેઓ ઝૂંપડીમાં રહેતા હતા, સાયકલ પર જતા હતા અને હવે તેઓ બધા પાસે ચાર માળના મકાનો છે અને મોટી કારમાં ફરતા થઇ ગયા છે આ તમારા પૈસા છે,” એમ શાહે રેલીમાં કહ્યું હતું.
નાગરિકતા સુધારો અધિનિયમ (CAA), જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મેળવવાનું સરળ બનાવે છે, તે 2019 માં ઘડવામાં આવ્યા હતા. તેના ચૂંટણી ઢંઢેરામાં, ભાજપે CAAનો ઉપયોગ કરીને પાત્ર લોકોને નાગરિકતા આપવાનું વચન આપ્યું છે.
મમતા બેનરજીએ વચન આપ્યું છે કે તેઓ કેન્દ્રને પશ્ચિમ બંગાળમાં CAA અને સમાન નાગરિક સંહિતા લાગુ કરવા દેશે નહીં.