જયપુરઃ અહીં રમાઈ રહેલી આઈપીએલની 17મી સિઝનની 38મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે શરુ થઈ હતી. મુંબઈએ ટોસ જીતીને કેપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલી બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તબક્કાવાર વિકેટ ગુમાવતા 200 રનનો અપેક્ષિત સ્કોર પાર કરી શક્યા નહોતા.
મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે માંડ 179 રન બનાવીને રાજસ્થાનને જીતવા માટે 180 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જ્યારે રાજસ્થાનવતી યુઝવેન્દ્ર ચહલે પહેલી વિકેટ ઝડપીને નવો વિક્રમ બનાવ્યો હતો, જ્યારે સાથી બોલર સંદીપ શર્માએ અડધો અડધ ટીમને પેવેલિયન ભેગી કરવામાં સફળ રહ્યો હતો.
પહેલી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે રોહિત શર્માની વિકેટ ઝડપી હતી, ત્યારબાદ ત્રણેક વિકેટ તબક્કાવાર પડી હતી, પરંતુ રોહિત શર્મા, સૂર્ય કુમાર યાદવ, ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાની સસ્તામાં વિકેટ પડી હતી, જ્યારે તિલક વર્મા, મહોમ્મદ નબી અને નેહલ વાઢેરા મહત્ત્વની ઈનિંગ રમ્યા હતા.
રોહિત શર્મા પાંચ બોલમાં છ રન કરીને રોહિત શર્મા આઉટ થયો હતો, જ્યારે બીજી ઓવરમાં ઈશાન કિશન પણ ઝીરોમાં આઉટ થયો હતો. પહેલા ઓવરના પાંચમા બોલે રોહિત અને બીજી ઓવરના ત્રીજા બોલે સંદીપ શર્માએ ઈશાન કિશનને પેવેલિયન ભેગો કર્યો હતો, જેમાં બંને કેચ સંજુ સેમસને કર્યા હતા, જ્યારે ચોથી ઓવરમાં સૂર્યકુમાર યાદવની વિકેટ પણ સંદીપ શર્માએ લીધી હતી.
આ પણ વાંચો: એકવાર વિવ રિચર્ડ્સે પણ સચિનને બૅટિંગના ‘ભગવાન’ તરીકે ઓળખાવ્યો હતો!
મુંબઈ ઈન્ડિયન્સે ફક્ત 20 રનના સ્કોરે ત્રણ વિકેટ આપી દેતા રાજસ્થાન રોયલ્સના વિશ્વાસમાં વધારો થયો હતો. ત્યાર બાદ આઠમી ઓવરમાં મહોમ્મદ નબીને વિકેટ પણ યુઝવેન્દ્ર ચહલે ઝડપી હતી, જે 17 બોલમાં 23 રન બનાવી શક્યો હતો. ચહલે નબીને વિકેટ ઝડપીને પોતાની 200મી વિકેટનો નવો વિક્રમ બનાવ્યો હતો.
યુઝવેન્દ્ર ચહલ 152 મેચમાં 200મી વિકેટ ઝડપીને નવો ઈતિહાસ બનાવ્યો છે, જે દુનિયાનો પહેલો બોલર બન્યો છે. આઈપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરમાં ડવેન બ્રાવોએ પોતાની કારકિર્દીમાં 183 વિકેટ ઝડપી હતી. 2022માં પર્પલ કેપ જીતી ચૂકેલા ચહલ માટે આ સિઝનમાં ઓરેન્જ કેપ જીતવાની શક્યતા છે, કારણ કે તે બુમરાહને ટક્કર આપી શકે છે. આ સિઝનમાં 13 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો: ચાર દિવસમાં આ ત્રણ ખેલાડી રમશે 100મી આઇપીએલ-મૅચ
ચાર વિકેટ પડ્યા પછી તિલક વર્મા અને નેહલ વાઢેરાએ મહત્ત્વની ઈનિંગ રમીને સ્કોર 100 રનને પાર કર્યો હતો, જ્યારે ચહલની ત્રીજી અને ઈનિંગની 16મી ઓવર મોંઘી પુરવાર થઈ હતી, જેમાં 20 રન આવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે 49 રને નેહલ વાઢેરાને આઉટ કર્યો હતો, જેમાં નેહલ 24 બોલમાં ચાર સિક્સર અને ત્રણ ચોગ્ગા માર્યા હતા. પાંચ વિકેટ પછી કેપ્ટન હાર્દિક પંડ્યા રમતમાં આવ્યો હતો, પરંતુ આવેશ ખાને પંડ્યાને આઉટ કર્યો હતો. 10 બોલમાં 10 રન કરીને પેવેલિયન ભેગું થવું પડ્યું હતું. 20મી ઓવરમાં તિલક વર્મા (45 બોલમાં 65 રન)ના રુપે સાતમી અને જીરાલ્ડ કોએટ્ઝી (ઝીરો)ની આઠમી વિકેટ પડી હતી.
રાજસ્થાન રોયલ્સે ટ્રેન્ટ બોલ્ટ (ચાર ઓવરમાં બે વિકેટ 32 રન), સંદીપ શર્મા (ચાર ઓવરમાં પાંચ વિકેટ આપીને માત્ર અઢાર રન આપ્યા), આવેશ ખાન (ચાર ઓવરમાં 49 રન અને એક વિકેટ) યુઝવેન્દ્ર ચહલ (ચાર ઓવરમાં એક વિકેટ 48 રન)ને વિકેટ મળી હતી, જ્યારે 20 ઓવરમાં (નવ વાઈડ સાથે એક બાયના એક રન) નવ વિકેટે 179 રન બનાવવા દીધા હતા, જેમાં સૌથી વધુ વિકેટ સંદીપ શર્માએ ઝડપી હતી.
Taboola Feed