રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીને સારો પ્રતિસાદ, મહાત્મા ગાંધીને નમન કરી જન સંપર્ક શરૂ કર્યો.
સમગ્ર ગુજરાતની જ્યારે રાજકોટ બેઠક પર મજબૂત પરસોતમ રૂપાલા સામે આક્રમક પરેશ ધાનાણી ચૂંટણી લડતા હોય ત્યારે સમગ્ર ગુજરાતના રાજકીય તથા સામાન્ય લોકોની નજર રાજકોટ બેઠક પર હોય તે સ્વાભાવિક છે. ભારતીય જનતા પક્ષે એક મહિના ઉપરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. વળી બહુ મોટું નેટવર્ક ધરાવતા પક્ષને વધારે મહેનત કરવાની જરૂર ન હોય છતાં પુરુષોત્તમ રૂપાલા જન સંપર્ક અવિરત પણે કરી રહ્યા છે.તો સામે કોંગ્રેસના લડાયક નેતા પરેશ ધાનાણી પણ એડીચોટીનું જોર લગાવશે તેમાં શંકા ની સ્થાન નથી.
આજરોજ જુબેલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને વંદન કરી લોક સંપર્ક શરૂ કરી દીધો છે અને બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. પરેશ ધાનાણીએ પત્રકાર મિત્રો સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં આજ સુધીમાં ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટાઈને આવ્યા પરંતુ રાજકોટની જનતાને ધંધા રોજગાર માટે જોઈએ તેવી સવલત આપી શક્યા નથી. નાના ધંધા વાળાઓને તકલીફ યથાવત છે તો મારી લડત સામાન્ય વેપારીઓ તથા લોકો માટે રહેશે.
મુખ્ય બજારમાં વેપારીઓને મળી અને મત આપવા માટે વિનંતી કરી હતી. આજરોજ બપોરે 4:00 વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી સ્કૂટર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે બહુ ઓછા સમયમાં વધારે વિસ્તારમાં પહોંચવાનું હોય પરેશ ધાનાણી આયોજનપૂર્વક આગળ વધી રહ્યા છે. ક્ષત્રિય આંદોલન ઉપરાંત જો પાટીદાર સહયોગ પણ પ્રાપ્ત થાય તો સારા પરિણામની તેઓ આશા રાખી રહ્યા છે.