નેશનલ

કેન્દ્ર સરકાર માટે ગૂડ ન્યૂઝઃ ડાયરેક્ટ ટેક્સથી સરકારની તિજોરી છલકાઈ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર માટે રાહતના સમાચાર છે, જેમાં ડાયરેક્ટ ટેક્સથી સરકારની તિજોરીમાં મોટી આવક થઈ છે. માર્ચ 2024ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 17.7 ટકા વધીને 19.58 કરોડ રૂપિયા થયું છે. ઈન્કમ ટેક્સ વિભાગે રવિવારે કહ્યું હતું કે આ રકમ સંશોધિત અંદાજ કરતાં ઘણી વધારે છે.

2023-24 દરમિયાન આવક-વેરા અને કોર્પોરેટ ટેક્સની વસૂલાત બજેટ અંદાજ કરતાં 1.35 લાખ કરોડ રૂપિયા (7.40 ટકા) અને સંશોધિત અંદાજ કરતાં 13,000 કરોડ રૂપિયા વધારે છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં તેમનો સૌથી મોટો હિસ્સો છે.


આ પણ વાંચો: યોગ ગુરુ બાબા રામદેવને સુપ્રીમનો ઝટકો, યોગ શિબિર માટે ચૂકવવો પડશે ‘સર્વિસ ટેક્સ’

નાણાકીય વર્ષ 2023-24માં ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (કામચલાઉ) 18.48 ટકા વધીને 23.37 લાખ કરોડ રૂપિયા થયો છે. રિફંડ પછીની ચોખ્ખી આવક 17.7 ટકા વધીને 19.58 લાખ કરોડ રૂપિયા થઈ છે.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના આંકડા અર્થતંત્રમાં તેજી અને વ્યક્તિઓ અને કોર્પોરેટ્સની આવકમાં વધારો દર્શાવે છે. સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24માં કુલ 3.79 લાખ કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે.

નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રત્યક્ષ કર વસૂલાતના કામચલાઉ આંકડા દર્શાવે છે કે નેટ કલેક્શન 19.58 લાખ કરોડ રૂપિયા છે. પાછલા નાણાકીય વર્ષમાં આ રકમ 16.64 લાખ કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં આ વર્ષનું કલેક્શન 18.23 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું જે બાદમાં સુધારીને 19.45 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો:
ચેટ બોક્ષમાં ટેક્સ્ટ લખશો અને ઇમેજ ક્રિએટ થઈ જશે, WhatsApp લાવી રહ્યું છે ગજબ Ai ફીચર

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કામચલાઉ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (રિફંડ સિવાય) બજેટ અંદાજ કરતાં 7.40 ટકા અને સુધારેલા અંદાજ કરતાં 0.67 ટકા વધુ છે. આ સમયગાળા દરમિયાન રિફંડના એડજસ્ટમેન્ટ પહેલા પ્રત્યક્ષ કર (કામચલાઉ) નું કુલ કલેક્શન 23.37 લાખ કરોડ રૂપિયા હતું. આ રકમ નાણાકીય વર્ષ 2022-23ના 19.72 લાખ કરોડ રૂપિયાના કુલ સંગ્રહ કરતાં 18.48 ટકા વધુ છે.

નાણાકીય વર્ષ 2023-24માં ગ્રોસ કોર્પોરેટ ટેક્સ કલેક્શન (કામચલાઉ) ગયા વર્ષના 10 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ 13.06 ટકા વધીને 11.32 લાખ કરોડ રૂપિયા થયું છે. નાણાકીય વર્ષ 2023-24માં નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન (કામચલાઉ) 9.11 લાખ કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષના 8.26 લાખ કરોડ રૂપિયા કરતાં 10.26 ટકા વધુ છે.


આ પણ વાંચો:
પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારાની પાલિકાએ યાદી બહાર પાડી પણ રુપિયો મળ્યો નહીં, હવે…

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (પ્રોવિઝનલ) સહિત કુલ વ્યક્તિગત આવકવેરાનું કલેક્શન 12.01 લાખ કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષના 9.67 લાખ કરોડ રૂપિયાના કલેક્શન કરતાં 24.26 ટકા વધુ છે.


નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 3.79 લાખ કરોડના રિફંડ જાહેર કરવામાં આવ્યા હતા, જે નાણાકીય વર્ષ 2022-23માં જાહેર કરાયેલા. 3.09 લાખ કરોડ રૂપિયાના રિફંડ કરતાં 22.74 ટકા વધુ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…