નેશનલ

છત્તીસગઢમાં લીકર સ્કેમમાં ઇડીએ નિવૃત આઇએએસ અધિકારીની ધરપકડ કરી

રાયપુરઃ ઇડીએ છત્તીસગઢના નિવૃત આઇએએસ અધિકારી અનિલ તુટેજાની રાજ્યમાં કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ધરપકડ કરી હોવાનું સત્તાવાર સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું.

ફેડરલ એજન્સીએ શનિવારે રાયપુરમાં આર્થિક ગુના વિંગ(ઇઓડબ્લ્યુ)/ એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી) ઓફિસમાંથી ૨૦૦૩ બેચના અધિકારીની અટકાયત કરી હતી. જ્યાં અમલદાર અને તેમના પુત્ર યશ તુટેજા આ જ કેસમાં તેમનું નિવેદન નોંધવા ગયા હતા.

આઇએએસ અધિકારીને બાદમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડની માંગણી કરતા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અધિકારી ગયા વર્ષે સેવામાંથી નિવૃત થયા હતા.

આપણ વાંચો: લીકર કેસમાં ‘આપ’ના નેતાની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જામીન નકાર્યા

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આવકવેરા વિભાગની ફરિયાદ પર આધારિત તેની અગાઉની એફઆઇઆર રદ કર્યા પછી ઇડીએ કથિત દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગનો નવો કેસ દાખલ કર્યો હતો.

એજન્સીએ આ કેસમાં તેની તપાસની વિગતો રાજ્ય ઇઓડબ્લ્યુ/એસીબી સાથે એફઆઇઆરની નોંધણીની માંગણી સાથે શેર કરી અને એકવાર તેઓએ એફઆઇઆર દાખલ કરી, ઇડીએ તે ફરિયાદને ધ્યાનમાં લઇને નવો મની લોન્ડરિંગ કેસ નોંધ્યો.

ઇડીએ આક્ષેપ કર્યો હતો કે છત્તીસગઢમાં વેચાતી દારૂની દરેક બોટલમાંથી પૈસા ગેરકાયદેસર એકત્ર કરવામાં આવ્યા હતા અને રાયપુરના મેયર અનવર ઢેબરના મોટા ભાઇ અનવર ઢેબરની આગેવાની હેઠળના દારૂના સિન્ડિકેટ દ્વારા અભૂતપૂર્વ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના ૨૦૦૦ કરોડ રૂપિયાના પૂરાવા મળ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…