Dhoniની એન્ટ્રી પર સ્ટેડિયમમાં હાજર લોકોની સ્માર્ટ ફોન પર આવ્યો Alertનો મેસેજ…
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને લખનઉ સુપર કિંગ્સ જાયંટન્ટ્સ (LSG)ની મેચમાં ચેન્નઈની હાર થઈ અને LSG 8 વિકેટથી જિતી ગયું. આ રોમાંચક મેચમાં સાચી રોનક તો આવી MS Dhoniની એન્ટ્રીથી… લખનઉ ખાતે આવેલા ઈકાના સ્ટેડિયમમાં ફોર અને સિક્સનો વરસાદ થયો અને એને કારણે સ્ટેડિયમમાં Dhoni-Dhoniના નારા લાગવા લાગ્યા આ અવાજ એટલો બધો તીવ્ર હતો કે કેટલીક સ્માર્ટ વોચ પર તો છેક જોખમના એલર્ટ આવવા લાગ્યા હતા.
ક્વિન્ટન ડિકોકની પત્ની પણ આ સ્ટેડિયમમાં હાજર હતી અને પ્રેક્ષકોએ જ્યારે ધોનીના નામના નારા લગાવવાની શરુઆત કરી ત્યારે અવાજ ધીરે ધીરે ઘોંઘાટમાં પરિવર્તિત થઈ ગયો અને ડિકોકની પત્નીની એપલની સ્માર્ટ વોટ પર રિસ્કનો એલર્ટ આવ્યો.
આ એલર્ટ અનુસાર એ સમયે ઘોંઘાટની તીવ્રતા 95 ડેસિબલ જેટલી હતી અને આ સ્તર એકદમ જોખમી માનવામાં આવે છે. જો વધુ દસ મિનિટ કોઈ વ્યક્તિ આટલા ઘોંઘાટમાં રહે તો તેને બહેરાશ આવી શકે છે. ડિકોકની પત્નીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ અંગેની પોસ્ટ પણ કરી છે અને આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ હતી.
ડિકોક પત્ની સાશા હર્લેએ સોશિયલ મીડિયા પર મેદાન પરનો એનો અનુભવ શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે જ્યારે ધોની ઈકાના મેદાનમાં બેટિંગ માટે ઉતર્યો ત્યારે સ્માર્ટ વોટ પર આવું એલર્ટ આવ્યું હતું. સાશાએ પોતાની એપલની સ્માર્ટ ફોનની સ્ક્રીનનો ફોટો પણ શેર કર્યો છે.