કરીનાના ક્યૂટ તૈમૂરે નાનીને આ રીતે કહ્યું Happy Birthday
બોલીવૂડ સ્ટાર કરીના Kareena Kapoorનો ક્યૂટ દીકરો Taimur હંમેશાં ખબરોમાં રહેતો હોય છે. તેનાં કેટલાય ફોટા વાયરલ થતા હોય છે ત્યારે આજે ખુદ કરીનાએ પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર તેના ફોટા પોસ્ટ કર્યા છે. જોકે આ તૈમૂરના નહીં પણ તૈમૂરે નાની બબીતા માટે બનાવેલા ગ્રિટિંગ કાર્ડના ફોટા છે.
કરીનાએ ચાર ફોટા શેર કર્યા છે જેમાં એક તો તૈમૂર કાર્ડ બનાવતો હોય તે બીજો કાર્ડનો અને ત્રીજો તૈમૂરના બીજા એક ડ્રોઈંગનો અને ચોથો બબીતા સાથે પોતાનો. કરીનાના જીવનમાં મા બબીતાનો ખાસ ફાળો છે. દીકરી વહુઓને ફિલ્મોમાં કામ ન કરવા દેવાની પ્રથાને કરિશ્મા કપૂરે તોડી તેમાં બબીતાનો જ સપોર્ટ હતો. બબીતા હંમેશાં કરિશ્મા કરીનાના જીવનમાં ભાગ ભજવતી આવી છે.
બબીતા પોતે અભિનેત્રી રહી ચૂકી છે. રણધીર કપૂર સાથે કલ આજ ઔર કલ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને પ્રેમ થયો અને બન્નેએ લગ્ન કર્યા. કહેવાય છે કે કપૂર ખાનદાનને આ લગ્ન પસંદ ન હતા. જોકે રિપોર્ટ્સ અનુસાર રણધીર અને બબીતા વચ્ચે પણ લાંબો સમય સુમેળ રહ્યો નહીં. રણબીર અભિનેતા તરીકે સફળ રહ્યો નહીં આથી આર્થિક પરેશાનીઓ પણ આવી. રણધીરે એકવાર કહ્યં હતું કે અમે એકબીજાથી એકદમ અલગ હતા અને તેથી મતભેદો રહ્યા. જોકે દીકરીઓ મોટી થયા બાદ બન્ને ફરી એકસાથે દેખાવા લાગ્યા.
આજે બબીતાનો જન્મદિવસ છે ત્યારે નાની માટે તૈમૂરનું કાર્ડ સ્પેશિયલ છે. તૈમૂરે લખ્યું છે કે નાની આઈ લવ યુ ધ મોસ્ટ. દોહીત્રનું આ કાર્ડ નાનીના જન્મદિવસને સ્પોશિયલ બનાવી દેશે તે વાત નક્કી છે.