આમચી મુંબઈનેશનલમનોરંજન

બોલો, હવે Lawrence Bishnoiની કાર જ પહોંચી ગઈ Salman Khanના Galaxy Apartment….

બોલીવૂડના ભાઈજાન Salman Khanના ઘરે 14મી એપ્રિલના થયેલા ગોળીબારની ઘટના હજી તાજી જ છે ત્યાં હવે નવી માહિતી સામે આવી રહી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સલમાન ખાનને ફરી એક વખત ધમકી આપવામાં આવી છે અને હવે Lawrence Bishnoiની કાર જ સીધી સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી ગઈ છે.

Lawrence Bishnoiના નામે સલમાન અને તેના પરિવારને બીજી વખત ધમકી આપવામાં આવી છે. એક વ્યક્તિએ Lawrence Bishnoiના નામે કેબ બુક કરીને તેને સલમાન ખાનના બાંદ્રા ખાતે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે મોકલી આપી હતી.

મળી રહેલી માહિતી પ્રમાણે અજ્ઞાત વ્યક્તિએ Lawrence Bishnoiના નામે ઓલા કેબ બુક કરી હતી અને ડેસ્ટિનેશનમાં સલમાન ખાનના ઘરનું સરનામું લખ્યું હતું. એપાર્ટમેન્ટના ગેટ પાસે કાર જઈને રોકીને ડ્રાઈવરે સિક્યોરિટી ગાર્ડને Lawrence Bishnoi અહીં રહે છે કે એવું પૂથ્યું હતું કારણ કે એના નામે જ કાર બુક કરવામાં આવી હતી. સલમાન ખાનના ઘરેથી બાંદ્રા પોલીસ સ્ટેશન સુધીના અંતર માટે કાર બુક કરવામાં આવી.

આપણ વાંચો: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસઃપોલીસ હવે લોરેન્સ બિશ્નોઇની કરશે પૂછપરછ

ઓલા કેબના ડ્રાઈવરે Lawrence Bishnoiનું નામ લેતા જ ગેલેક્સી એપાર્ટમેન્ટનો સિક્યોરિટી ગાર્ડ એકદમ એલર્ટ થઈ ગયો હતદો અને તેણે તરત જ આ બાબતની માહિતી પોલીસને આપી હતી. માહિતી મળતાં જ બાંદ્રા પોલીસે કેબ ડ્રાઈવરની માહિતી મેળવી હતી. તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ઓલા કેબ બુક કરનાર વ્યક્તિ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની હતી અને ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલી વ્યક્તિની ઓળખ રોહિત ત્યાગી તરીકે કરવામાં આવી છે અને તેની ઉંમર 20 વર્ષ છે. બાંદ્રા પોલીસે રોહિતની ધરપકડ કરી હોઈ Gangster Lawrence Bishnoi સાથે તેનો કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરાઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો..