કેજરીવાલે કોર્ટમાં આપ્યો જવાબ ‘જેલમાં માત્ર 3 વખત કેરી અને 6 વખત ખાધી મિઠાઈ’

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નેતા અરવિંદ કેજરીવાલ શરાબ પોલીસી કૌંભાંડમાં જેલામાં બંધ છે. આ દરમિયાન જેલ ઓથોરિટી દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ તિહાર જેલમાં હોવા છતાં અને ડાયાબિટીસના દર્દી હોવા છતાં કેરીઓ ખાય છે.
આ સાથે જ તેઓ ઘણી વખત મિઠાઈઓ આરોગી ચુક્યા છે. જેલ તંત્રએ કોર્ટમાં જણાવ્યું કે કેજરીવાલને જ્યારે લાવવામાં આવ્યા ત્યારે તે પહોલાથી ઉન્સ્યુલિન લઈ રહ્યા હતા, જો કે બાદમાં તેમણે તે લેવાનું બંધ કરી દીધું હતું.
જેલ તંત્રે કોર્ટને જણાવ્યું કે કેજરીવાલને ઘરેથી બનેલું ભોજન આપવા માટે કેટલી શરતોમાં એવી વાત નથી કહેવામાં આવી કે તેઓ ફળ કે બીજુ કાંઈ પણ ખોરાક લે. કહીકતમાં, તે ડાયટ ફોલો નથી કરી રહ્યા, અમને એઈમ્સ તરફથી પણ અભિપ્રાય મળ્યો છે, જે મુજબ તેમણે કેરી ખાવાનું ટાળવું જોઈએ. જેલ ઓથોરિટીએ કહ્યું કે જેલ મેન્યુઅલ મુજબ કેદીને ઘરે બનાવેલું ભોજન આપી શકાય નહીં. કેજરીવાલે હવે આ દાવા પર પ્રતિક્રિયા આપી છે.
આપણ વાંચો: AAPનો દાવો તિહાર જેલમાં CM અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ વધ્યું, જેલ તંત્રે કર્યો ઈન્કાર
જેલ ઓથોરિટીએ કહ્યું કે કેજરીવાલે કડક ડાઈટ ફોલો કરવી જોઈએ, ઈન્સ્યુલિનની કોઈ જરીયાત નથી, જો કે તે ઈન્સ્યુલિન લેશે તો શુગર લેવલ ઘણુ ઘટી જશે. કેજરીવાલ દ્વારા આ દાવાનો જવાબ આપવામાં આવ્યો છે.
કોર્ટને સોંપવામાં આવેલા એક વિસ્તૃત અહેવાલમાં કેજરીવાલે તેમને તેમના ડોક્ટર સાથે વીડિયોની ચર્ચાની સામે ઈડીની પ્રત્યેક દલીલનું ખંડન કર્યું છે. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે કેજરીવાલને સાવધાનીપૂર્વક ડોક્ટરીની તપાસ હેઠળ 1 ફેબ્રુઆરીથી ઈન્સ્યુલિન ઈન્જેક્શન બંધ કરવાની સલાહ આપવામાં આવી હતી.
કેજરીવાલે કહ્યું કે ત્યારબાદ તેમને “દૈનિક ઉપચાર અને આહાર” અનુસરવાનું કહેવામાં આવ્યું જેમાં નિયમિત કસરત પણ સામેલ હતી. જો કે, તેમની ધરપકડ પછી, મુખ્ય પ્રધાને કહ્યું હતું કે તેઓ હવે તે નિયમોનું પાલન કરવા સક્ષમ નથી. કેજરીવાલના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે “જો કે, તેમની ધરપકડથી અત્યાર સુધી, અરજદારને તેમના શુગર લેવલને નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિન આપવામાં આવ્યું નથી.
આ દરમિયાન, AAPએ દિલ્હીના મુખ્યમંત્રીની “હત્યાનું કાવતરું” હોવાનો દાવો કર્યો છે. AAPએ દાવો કર્યો છે કે કેજરીવાલને બે વખત ઇન્સ્યુલિનની જરૂર છે. ગુરુવારે સાંજે, કેજરીવાલના પક્ષના સાથીદાર, આતિશીએ આક્ષેપ કર્યો હતો કે AAP નેતાને “વારંવાર વિનંતીઓ કરવા છતાં” ગંભીર ડાયાબિટીસથી પીડિત દર્દી માટે જરૂરી ડોઝ આપવામાં આવી રહ્યો નથી. AAP એ ઇન્સ્યુલિનનો પુરવઠો સુનિશ્ચિત કરવાના નિર્દેશો માટે કોર્ટમાં અરજી કરી છે.