નેશનલસ્પેશિયલ ફિચર્સ

Delhi Metroમાં બે યુવકો એવા બાખખડ્યા કે નેટિઝન્સનું પણ દિલ થઈ ગયું બાગ બાગ…

દિલ્હીની મેટ્રો ટ્રેન તેના ટ્રાન્સપોર્ટેશન કરતાં તેમાં કરવામાં આવતા આડા અવળા ધતિંગ, ઝઘડા, ઉટ-પટાંગ રીલ્સને કારણે વધારે ચર્ચામાં રહે છે. અત્યાર સુધી તમે મેટ્રો ટ્રેનમાં ફ્રી સ્ટાઈલ મારામારી, ગાળાગાળીવાળા ઝઘડાના વીડિયો જોયા હશે કે એના વિશે સાંભળ્યું હશે. પણ આજે અમે અહીં તમારા માટે થોડા હટકે ઝઘડાનો વીડિયોની વાત લઈને આવ્યા છીએ. આ વીડિયો જોઈને તમે પણ બોલી ઉઠશો કે અરે ભાઈ આવો તે કંઈ ઝઘડો હોતો હશે…

સોશિયલ મીડિયા પર આ ઝઘડાનો વીડિયો ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે બે યુવકો વચ્ચે બોલાચાલી થાય છે. બંનેમાંથી એક યુવક સીટ પર પલાઠીવાળીને આરામથી બેઠેલો જોવા મળે છે અને તે આરામથી તેની બાજુમાં બેઠેલા બીજા યુવક સાથે ઝઘડી રહ્યો છે. કેપ પહેરેલો બીજો યુવક કહે છે કે મેં તો કંઈ નથી કહ્યું તારા કાન વાગી રહ્યા છે જેના જવાબમાં પહેલો યુવક કહે છે કે મારા કાન નહીં તારું મોઢું વાગી રહ્યું છે. આ સાંભળીને કેપ પહેરેલો બીજો યુવક કહે છે કે પહેલાં તો સીધો બેસ… પહેલો યુવક તેને કહે છે કે હું કેમ સાંભળું તારું? તું ક્યાંનો પ્રધાન છો…

વીડિયોમાં આગળ કેપવાળો યુવક કહે છે કે ગધે કા બચ્ચા. પહેલો યુવક જવાબ આપે છે કે તું હશે ગધે કા બચ્ચા. આટલામાં જ ત્યાં એક સીઆઈએસએફનો કર્મચારી ત્યાં પહોંચે છે અને વીડિયો પૂરો થઈ જાય છે. ભલે વીડિયોમાં ઝઘડો થઈ રહ્યો છે પણ બંને જણ જેટલા પ્રેમથી ઝઘડી રહ્યા છે એ જોઈને લોકોને આ ઝઘડો પણ ક્યૂટ લાગી રહ્યો છે. વીડિયોને એક્સ પર @gharkekalesh નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે.

નેટિઝન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. કેટલાક લોકોને આ લડાઈ ક્યુટ લાગી રહી છે, એક જણે કમેન્ટ કરતાં કહ્યું હતું કે આરામથી બંને જણ ગાળાગાળી કર્યા વગર પ્રેમથી ઝઘડી રહ્યા છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે મેટ્રોમાં તો આ લડાઈ ઝઘડા સામાન્ય થઈ ગયા છે. દરેક જણ બસ ઝઘડી જ રહ્યા છે…

અહીંયા તમારી જાણ માટે કે દિલ્હીની મેટ્રોમાં આ ઝઘડાઓ ખાસ કંઈ નવા નથી. આ પહેલાં પણ અનેક વખત આવા ઝઘડાઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button