મનોરંજન

Salman Khan’s Body Gaurd Sheraને દર મહિને ચૂકવે છે આટલો અધધધ પગાર…

બોલીવુડના દબંગ ભાઈજાન Salman Khan હાલમાં લાઈમલાઈટમાં આવ્યો છે અને એનું કારણ છે રવિવારે બાંદ્રા ખાતેના ગેલેક્સી પર થયેલો ગોળીબાર. ગોળીબાર થયો ત્યારથી જ્યાં જુઓ તો બસ Salman Khanની સુરક્ષાનો વ્યવસ્થાને લઈને ચર્ચા થઈ રહી છે.

સલમાન ખાનની સિક્યોરિટીની વાત આવે તો મગજમાં સૌથી પહેલાં નામ આવે Salman Khanના સેલિબ્રિટી બોડીગાર્ડ શેરાનું. ભાઈજાનની જેમ જ શેરાની પણ એક અલગ જ ફેન ફોલોઈંગ છે. Salman Khan પણ શેરાને એક બોડીગાર્ડ તરીકે નહીં પણ નાના ભાઈ તરીકે જ ટ્રીટમેન્ટ આપે છે. પણ શું તમને ખબર છે કે શેરાને કેટલો પગાર ચૂકવવામાં આવે છે? નહીં ને? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…

શેરાના પગાર વિશે વાત કરીએ એ પહેલાં તમને જણાવીએ કે શેરાનું પુરું નામ ગુરમીત સિંહ જોલી છે. શેરાની વાત કરીએ તો Salman Khanની જેમ જ શેરા પણ એક સેલિબ્રિટી બની ગયો છે અને સોશિયલ મીડિયા પર તેની પણ જોરદાર ફેન ફોલોઈંગ છે.

હવે વાત કરીએ શેરાને બોડીગાર્ડ તરીકે મળતાં પગારની તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા પર વિશ્વાસ કરીએ તો શેરાનું વાર્ષિક પેકેજ આશરે 2 કરોડ રૂપિયા છે એટલે દર મહિને શેરાને પગાર તરીકે Salman Khan 16 લાખ રૂપિયા ચૂકવે છે. જોકે, આ મામલે કોઈ સત્તાવાર માહિતી નથી મળી રહી.

શેરા છેલ્લાં 29 વર્ષથી Salman Khan સાથે છે અને જે દરેક સમયે Salman Khan સાથે જોવા મળે છે. સામે પક્ષે Salman Khan પણ શેરાનું ખૂબ જ ધ્યાન રાખે છે અને તે એની કલોઝ પણ છે. ભાઈજાનની જેમ જ શેરા પણ એકદમ આલીશાન લાઈફ જીવે છે અને તે તેના ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button