ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

છ મહિના સુધી ન્યાયના દેવતા શનિ આ રાશિ પર વરસાવશે કૃપા, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને શનિદેવ દરેકને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. નવ ગ્રહમાંથી સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ છે શનિ. શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે અઢી વર્ષનો સમય લાગે છે. હાલમાં શનિ સ્વર રાશિ કુંભમાં બિરાજમાન છે અને 2025 સુધી તેઓ કુંભ રાશિમાં જ રહેશે. પરંતુ આ શનિ સમય સમય પર નક્ષત્ર પરિવર્તન કરતાં રહે છે. દસ દિવસ પહેલાં એટલે કે છઠ્ઠી એપ્રિલના શનિએ નક્ષત્ર પરિવર્તન કરીને દેવ ગુરુના નક્ષત્ર પૂર્વભાદ્રપદમાં ગોચન કર્યું છે અને ત્રીજી ઓક્ટોબર, 2024 સુધી તેઓ ત્યાં જ રહેશે. અત્યાર સુધી શનિદેવ રાહુના નક્ષત્ર શતભિષા નક્ષત્રમાં બિરાજમાન હતા. શનિના કુંભ રાશિમાં ગોચર બાદ કદાચ આ પહેલી વખત છે કે તેઓ શુભ ફળ આપવાની સ્થિતિમાં છે. શનિનું ગુરુના નક્ષત્ર પૂર્વભાદ્રપદામાં ગોચર શુકનિયાળ માનવામાં આવી રહ્યું છે આવો જોઈએ કઈ રાશિના જાતકોને આગામી છ મહિના સુધી શનિદેવ શુભ ફળ આપવા જઈ રહ્યા છે…


વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે અને શનિ અને શુક3 વચ્ચે મિત્રભાવ છે જેને કારણે વૃષભ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં લાભ થવા જઈ રહ્યો છે. પ્રમોશન થવાના યોગ છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. લાંબા સમયથી જો કોઈ કામ અટકી પડ્યા હશે તો તે પૂરા થઈ રહ્યા છે. અધ્યામ તરફ ઝૂકાવ વધી રહ્યો છે. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો. વિદેશથી પણ ધનલાભ થશે.


કન્યા રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યું છે. ભાગ્યનો સાથ મળશે. બિઝનેસમાં પણ નફો થઈ રહ્યો છે. કામના સ્થળે પણ તમને ધાર્યા પરિણામો મળી રહ્યા છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. કોર્ટ-કચેરીના મામલામાં પણ જિત મળી રહી છે. વૈવાહિક જીવનમાં પણ સુખ-શાંતિ આવશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન મળશે અને ધનલાભ થઈ રહ્યો છે.


આ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન શુભ ફળ આપનારું સાબિત થઈ રહ્યું છે. આવકના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે. સમાજમાં માન-સન્માન મળી રહ્યું છે. કુંવારાઓ માટે સારા સારા માંગા આવી શકે છે. આકસ્મિક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. બચત કરવામાં સફળતા મળી શકે છે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. પ્રોપર્ટી કે નવું વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકોને પણ લાભ થઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button